હેડલાઈન :
- દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર
- ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને આ માહિતી આપી
- 5 ફેબ્રુઆરીએ મતદાન અને 8 ફેબ્રુઆરીએ પરિણામ
- દિલ્હીમાં આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવી
- દિલ્હીમાં કુલ મતદારોની સંખ્યા 1.55 કરોડથી વધુ
- દિલ્હીમાં 83,49,645 પુરૂષ મતદારોની સંખ્યા
- દિલ્હીમાં 71,73,952 મહિલા મતદારો નોંધાયા
- EVM બાબત ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારનું નિવેદન
- EVM સાથે ચેડાના આરોપો પાયાવિહોણા : રાજીવ કુમાર
- EVM ગણતરી માટે સંપૂર્ણપણે સુરક્ષિત : રાજીવ કુમાર
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની આજે જાહેરાત કરવામાં આવી છે.ચૂંટણી પંચે મંગળવારે બપોરે પ્રેસ કોન્ફરન્સ કરીને આ માહિતી આપી છે.
#WATCH | Delhi to vote in a single phase on February 5; counting of votes on February 8 #DelhiElections2025 pic.twitter.com/QToVzxxADK
— ANI (@ANI) January 7, 2025
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ની તારીખોની આજે જાહેરાત કરવામાં આવી છે.ચૂંટણી પંચે આજે બપોરે 2 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીને આ માહિતી આપી છે.દિલ્હીમાં 5મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે અને ચૂંટણીના પરિણામો 8મી ફેબ્રુઆરીએ જાહેર થશે.હવે દિલ્હીમાં આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવી છે
આ વખતે દિલ્હીમાં કુલ મતદારોની સંખ્યા 1.55 કરોડથી વધુ છે.જેમાં પુરૂષ મતદારોની સંખ્યા 83,49,645 અને મહિલા મતદારોની સંખ્યા 71,73,952 છે. આ સિવાય ત્રીજા લિંગના મતદારોની સંખ્યા 1,261 છે. નોંધનિય છે કે દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ 23 ફેબ્રુઆરીએ સમાપ્ત થઈ રહ્યો છે.
#WATCH | Delhi | Election Commissioner Rajiv Kumar to announce the schedule for #DelhiElections2025, shortly
Rajiv Kumar says, "…This is my last press conference as the Chief Election Commissioner…" pic.twitter.com/K048iO2X9r
— ANI (@ANI) January 7, 2025
દિલ્હીની ચૂંટણી મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના કાર્યકાળની છેલ્લી ચૂંટણી હશે.કારણ કે તેઓ 18 ફેબ્રુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે.
છેલ્લી વખત 2020 માં,6 જાન્યુઆરીએ ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી હતી અને 8 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું.11 ફેબ્રુઆરીએ મતગણતરી થઈ હતી.
જ્યારે આમ આદમી પાર્ટી આ વખતે દિલ્હીમાં જીતની હેટ્રિક બનાવવા માટે ચૂંટણી મેદાનમાં છે,ત્યારે ભાજપ 27 વર્ષના વનવાસને સમાપ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે ચૂંટણી લડશે. આ ચૂંટણીમાં મુખ્ય મુકાબલો આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે છે પરંતુ કોંગ્રેસ આ ચૂંટણી પૂરી તાકાત સાથે લડી રહી છે અને પોતાનું ગુમાવેલું મેદાન પાછું મેળવવા માંગે છે. ત્રણેય પક્ષો ચૂંટણી પ્રચારમાં જોરદાર વ્યસ્ત છે.
આ ચૂંટણીમાં નવી દિલ્હી હોટ સીટ બની રહી છે. AAPના વડા અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આ સીટ પર સતત ત્રણ વખત ચૂંટણી જીતીને સત્તાની સીટ પર પહોંચ્યા છે. આ વખતે કોંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિતને તેમની સામે મેદાનમાં ઉતાર્યા છે જ્યારે ભાજપે પૂર્વ સીએમ સાહિબ સિંહ વર્માના પુત્ર પ્રવેશ વર્માને મેદાનમાં ઉતારીને સ્પર્ધાને રસપ્રદ બનાવી છે.
દક્ષિણ-પૂર્વ દિલ્હીની કાલકાજી બેઠક પણ આ ચૂંટણીમાં હોટ સીટ તરીકે ઉભરી આવી છે. આ સીટ પરથી દિલ્હીના મુખ્યમંત્રી આતિશી ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે કોંગ્રેસે અલકા લાંબાને ટિકિટ આપી છે જ્યારે ભાજપે ગતિશીલ નેતા રમેશ બિધુરીને ટિકિટ આપી છે. આ બેઠક પર નજીકની હરીફાઈ જોવા મળી રહી છે.
#WATCH दिल्ली: मुख्य चुनाव अधिकारी राजीव कुमार ने कहा, "…EVM मतगणना के लिए पूर्णतया सुरक्षित हैं। EVM से छेड़छाड़ के आरोप निराधार हैं, हम अब इसलिए बोल रहे हैं क्योंकि चुनाव के समय हम नहीं बोलते… VVPAT प्रणाली वाली EVM मतदान प्रणाली की सटीकता सुनिश्चित करती है…पुराने पेपर… pic.twitter.com/Ldu7bJ1o49
— ANI_HindiNews (@AHindinews) January 7, 2025
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે,”EVM ગણતરી માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે.EVM સાથે ચેડાના આરોપો પાયાવિહોણા છે,અમે આમ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે અમે ચૂંટણી દરમિયાન બોલતા નથી. VVPAT સિસ્ટમ સાથે EVM વોટિંગ સિસ્ટમ જૂના પાછી ફરી રહી છે. ચૂંટણી પ્રક્રિયાને પાટા પરથી ઉતારવાના હેતુથી કાગળના મતપત્રો અયોગ્ય અને પ્રતિગામી છે.