હેડલાઈન :
- રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય
- રાજ્યના 32 જેટલા માર્ગો પરનું નેટવર્ક સુવ્યવસ્થિત કરવા નાણાકીય મંજૂરી
- નવા મેજર-માઈનોર પૂલોના નિર્માણ માટે 779 રોડ રૂપિયા મંજૂર કર્યા
- મુખ્યમંત્રીએ અત્યાર સુધીમાં 1307 કરોડ રૂપિયાના કામોને મંજૂરી
- મુખ્યમંત્રીએ બાંધકામ અને મરામત જેવા 265 કામો માટે ફાળની રકમ
મુખ્યમંત્ર ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને સલામત, સુરક્ષિત અને સુવિધા સભર રોડ નેટવર્ક પૂરું પાડવા માટેનો એક વધુ મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીએ આ હેતુસર રાજ્યના માર્ગ અને મકાન વિભાગ હેઠળના રસ્તા-પૂલોના નેટવર્કને સુવ્યવસ્થિત કરવા કુલ ૩૨ માર્ગો પર નવા મેજર-માઈનર પૂલોના બાંધકામ માટે 778.74 કરોડ રૂપિયાની કરવામાં આવેલી દરખાસ્તને મંજૂરી આપી છે.
મુખ્યમંત્રીએ રાજ્યના સર્વગ્રાહી વિકાસની ધોરીનસ સમાન રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુદ્રઢ કરીને નાગરિકો તેમજ ઉદ્યોગ-વેપાર સૌને ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન આપવાનો અભિગમ અપનાવ્યો છે. એટલું જ નહીં, માર્ગો પરના સાંકડા પૂલ સ્ટ્રકચર્સને પહોળા કરીને લોકોને ટ્રાફિકજામ થવાની સમસ્યાથી મુક્તિ આપવા સહિત જુના અને નબળા હયાત પૂલો, સ્ટ્રક્ચર્સના સ્થાને મેજર-માઈનર પૂલોના પુન: બાંધકામ-મરામત વગેરે કામો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અત્યાર સુધીમાં આવા ૨૬૫ કામો માટે સમગ્રતયા 1307 કરોડ રૂપિયા મંજૂર કરેલા છે.
માર્ગ મકાન વિભાગે મુખ્યમંત્રી સમક્ષ તાજેતરમાં રજૂ કરેલી ૩૨ માર્ગો પરના નવા મેજર- માઈનર પૂલોના બાંધકામ માટેની 778.74 કરોડની દરખાસ્તને તેમણે અનુમતિ આપી છે.
આમ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાછલા બે વર્ષમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુદ્રઢીકરણના વિવિધ 297 કામો માટે કુલ 2086 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.મુખ્યમંત્રીના આ પ્રજા હિતકારી નિર્ણયને પરિણામે આગામી દિવસોમાં નાગરિકોને વધુ સુવિધાજનક રોડ નેટવર્ક મળવાથી યાતાયાત સરળ બનશે તેમજ ઈઝ ઓફ લિવિંગમાં પણ વૃદ્ધિ થશે.