હેડલાઈન :
- 2024-25માં દેશના અર્થતંત્રમાં મંદીના મળી રહેલા સંકેત
- નાણાકીય વર્ષમાં GDP વૃદ્ધીદર 6.4 ટકા રહેવાનો અંદાજ
- રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલયનો વર્ષ 2024-25 માટે એડવાન્સ અંદાજ
- ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માટે એડવાન્સ અંદાજ જાહેર કર્યો
- 2023-24માં દેશની અર્થવ્યવસ્થા 8.2 ટકાના દરે વૃદ્ધિ પામી હતી
- GDP ગ્રોથ છેલ્લા ચાર વર્ષમાં પહેલીવાર 7 ટકાથી નીચે આવી શકે
- NSOનો અંદાજ ભારતીય રિઝર્વ બેન્કના આપેલા અંદાજ કરતાં ઓછો
વર્તમાન નાણાકીય વર્ષ 2024-25માં દેશના ઘરેલું ઉત્પાદન એટલેGDP વૃદ્ધિ દર 6.4 ટકા રહેવાનો અંદાજ છે.ગત નાણાકીય વર્ષ 2023-24માં દેશની અર્થવ્યવસ્થા 8.2 ટકાના દરે વૃદ્ધિ પામી હતી.
આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય NSO એ ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માટે રાષ્ટ્રીય આવકનો પ્રથમ એડવાન્સ અંદાજ બહાર પાડ્યો હતો. SCO ના અંદાજ મુજબ,આ નાણાકીય વર્ષમાં વાસ્તવિક GDP 6.4 ટકાના દરે વધવાની અપેક્ષા છે.
વર્તમાન નાણાકીય વર્ષ 2024-25માં દેશના કુલ ઘરેલું ઉત્પાદન GDPનો વૃદ્ધિ દર 6.4 ટકા રહેવાનો અંદાજ છે.ગત નાણાકીય વર્ષ 2023-24માં દેશની અર્થવ્યવસ્થા 8.2 ટકાના દરે વૃદ્ધિ પામી હતી.આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય NSO એ ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માટે રાષ્ટ્રીય આવકનો પ્રથમ એડવાન્સ અંદાજ બહાર પાડ્યો હતો.SCOના અંદાજ મુજબ,આ નાણાકીય વર્ષમાં વાસ્તવિક GDP 6.4 ટકાના દરે વધવાની અપેક્ષા છે.નાણાકીય વર્ષ 2023-24 માટે GDP વૃદ્ધિ દરનો કામચલાઉ અંદાજ 8.2 ટકા જણાવવામાં આવ્યો છે.આવી સ્થિતિમાં GDP ગ્રોથ છેલ્લા ચાર વર્ષમાં પહેલીવાર 7 ટકાથી નીચે આવી શકે છે.
ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માટે GDP વૃદ્ધિ દરનો NSOનો અંદાજ ભારતીય રિઝર્વ બેન્કના અંદાજ કરતાં ઓછો છે.રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2024-25માં દેશનીGDP 6.6 ટકાના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ મૂક્યો છે.જો કે, નાણાકીય વર્ષ 2022-23 થી,વાર્ષિક વૃદ્ધિ દર 7 ટકાથી ઉપર રહે છે.NSOના વિકાસ દરનો આ અંદાજ ગત નાણાકીય વર્ષના વિકાસ દર કરતા ઘણો ઓછો છે.
નોંધનીય છે કે વર્તમાન નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન)માં દેશની GDP 6.7 ટકાના દરે વૃદ્ધિ પામ્યા બાદ બીજા ત્રિમાસિક એટલે જુલાઈ-સપ્ટેમ્બરમાં અર્થતંત્ર 5.4 ટકાના દરે વૃદ્ધિ પામ્યું હતું. જે અપેક્ષા કરતા ઓછું હતું.NSO એ સતત (2011-12) અને વર્તમાન ભાવો પર નાણાકીય વર્ષ 2024-25 માટે GDPનો પ્રથમ એડવાન્સ અંદાજ બહાર પાડ્યો છે.
SORCE : હિન્દુસ્તાન સમાચાર