હેડલાઈન :
આસામના દિમા હસાઓ જિલ્લામાં સર્જાઈ દુર્ઘટના
કોલસાની ખાણમાં 300 ફૂટ ઊંડી ખાણમાં પાણી ભરાયું
કોલસાની ખાણમાં પાણી ભરાતા નવ કામદારો ફસાયા
સેના,આસામ રાઈફલ્સ,NDRF,SDRF ની ટીમોનું બચાવ કાર્ય
NDRF સહિતની ટીમોએ ખાણમાંથી એક મૃતદેહ બહાર કાઢ્યો
આઠ કામદારો હજુ ખાણમાં ફસાયેલા જે માટે કાર્યવાહી યથાવત
દિમા હસાઓ જિલ્લાના ઉમરાંગસોના ત્રણ કિલો મીટર વિસ્તારમાં કોલસાની ખાણમાં 300 ફૂટ ઊંડી ખાણમાં અચાનક પાણી ભરાઈ ગયું હતું.આ ખાણમાં નવ કામદારો ફસાયા હતા.
આસામ નજીક દિમા હસાઓ જિલ્લામાં કોલસાની ખાણ પાણીથી ભરાઈ જતાં નવ કામદારો ફસાયા હતા.બુધવારે સવારે સેના અને NDRF ની ટીમોએ બચાવ કામગીરી દરમિયાન ખાણમાંથી એક મૃતદેહ બહાર કાઢ્યો હતો.આઠ કામદારો હજુ પણ ખાણમાં ફસાયેલા છે.આ પછી સેના,આસામ રાઈફલ્સ,NDRF, SDRF ની ટીમોએ બચાવ કાર્ય તેજ કરી દીધું છે.
દિમા હસાઓ જિલ્લાના ઉમરાંગસોના ત્રણ કિલો મીટર વિસ્તારમાં કોલસાની ખાણમાં 300 ફૂટ ઊંડી ખાણમાં અચાનક પાણી ભરાઈ ગયું હતું.આ ખાણમાં નવ કામદારો ફસાયા હતા.બુધવારે સવારે સેના અને NDRF ની ટીમોએ બચાવ કામગીરી દરમિયાન ખાણમાંથી એક મૃતદેહ બહાર કાઢ્યો હતો.આઠ કામદારો હજુ પણ ખાણમાં ફસાયેલા છે.
દિમા હસાઓ જિલ્લાના ઉમરાંગસોના ત્રણ કિલો વિસ્તારમાં કોલસાની ખાણમાં 300 ફૂટ ઊંડી ખાણમાં અચાનક પાણી ભરાઈ ગયું હતું.આ ખાણમાં નવ કામદારો ફસાયા હતા.આ પછી, ભારતીય સેના અને સ્થાનિક અધિકારીઓની સંયુક્ત ટીમે ઝડપી અને અસરકારક રીતે બચાવ કામગીરી શરૂ કરી.મંગળવારે સાંજે બચાવ કામગીરી અટકાવી દેવામાં આવી હતી.બુધવારે સવારે ફરી શરૂ કરવામાં આવી હતી.આ પછી, બચાવ દળોએ ખાણમાંથી એક મૃતદેહ બહાર કાઢ્યો હતો.
મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે 21 પેરા ડાઇવર્સે ખાણમાંથી એક મૃતદેહ બહાર કાઢ્યો છે.અમારા વિચારો અને પ્રાર્થના શોકગ્રસ્ત પરિવાર સાથે છે.દરમિયાન NDRF કમાન્ડન્ટે જણાવ્યું કે કામદારોને બહાર કાઢવા માટે 24 કલાક કામ ચાલી રહ્યું છે.ટૂંક સમયમાં અમે કાર્યકરો સુધી પહોંચીશું.અત્યારે સેનાની ટીમ અહીં કામ કરી રહી છે.ટૂંક સમયમાં જ મરીન પણ અહીં પહોંચી જશે.
આ મામલે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે પોલીસે ઘટનાની તપાસ માટે ખાણ અને ખનિજ અધિનિયમ હેઠળ FIR નોંધી છે.આ ગેરકાયદેસર ખાણ હોવાનું જણાય છે.આ કેસના સંબંધમાં પુનેશ નુનિસા નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.તેમણે કહ્યુ કે મેં કેન્દ્રીય કોલસા મંત્રી કિશન રેડડર સાથે પણ વાત કરી.ઉમરાંગસુમાં બચાવ કામગીરી માટે તેમની પાસે મદદ માંગી છે.તેમણે તરત જ કોલ ઈન્ડિયા હેડક્વાર્ટરને સૂચનાઓ જારી કરી છે.આ મિશનમાં સંપૂર્ણ સહકાર આપવા બદલ હું આસામ સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
ખાણમાં ભરાયેલા પાણીને દૂર કરવા માટે ડી-વોટરિંગ પંપ મંગાવવામાં આવ્યા છે.મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ટ્વિટર પર એક પોસ્ટમાં લખ્યું છે કે બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.સેના અને NDRF ના ડાઇવર્સ ખાણમાં પ્રવેશ્યા છે.નૌકાદળના જવાનો સ્થળ પર છે અને પછીના ડાઇવ માટે અંતિમ તૈયારીઓ કરી રહ્યા છે.દરમિયાન SDRFના ડી-વોટરિંગ પંપ ઉમરાંગશુથી સ્થળ પર જવા રવાના થયા છે.ONGCના ડી-વોટરિંગ પંપને કુંભીગ્રામ ખાતે Mi-17 હેલિકોપ્ટર પર લોડ કરવામાં આવ્યો છે.