હેડલાઈન :
- “‘જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટ’ પર વડાપ્રધાન મોદીનો વીડિયો સંદેશ “
- “પ્રોજેક્ટ ભારતની બાયોટેકનોલોજી ક્રાંતિમાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન”
- “પ્રોજેક્ટની મદદથી દેશમાં વૈવિધ્યસભર આનુવંશિક સંસાધનમાં સફળ”
- “પ્રોજેક્ટમાં 10 હજાર લોકોના જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવ્યા”
- “જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટ દેશના બાયોટેકનોલોજી લેન્ડસ્કેપમાં નિર્ણાયક ક્ષણ”
- “IISc,IIT,CSIR- DBT-BRIC જેવી પ્રતિષ્ઠિત સંશોધન સંસ્થાઓની ભૂમિકા “
‘જીનોમિક્સ ડેટા કોન્ક્લેવ’માં વીડિયો કોન્ફરન્સ દ્વારા ‘જીનોમ ઈન્ડિયા ડેટા’ના પ્રકાશન અંગે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “ભારતે સંશોધનની દુનિયામાં ખૂબ જ ઐતિહાસિક પગલું ભર્યું છે.જીનોમ ઈન્ડિયા પ્રોજેક્ટને 5 વર્ષ પહેલાં મંજૂરી આપવામાં આવી હતી. કોવિડના પડકારો
પ્રધાનમંત્રીએ કહ્યું કે જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટ ભારતની બાયોટેકનોલોજી ક્રાંતિમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.આ પ્રોજેક્ટની મદદથી અમે દેશમાં વૈવિધ્યસભર આનુવંશિક સંસાધન બનાવવામાં સફળ થયા છીએ.આ પ્રોજેક્ટમાં,10 હજાર લોકોના જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવ્યા છે.આ ડેટા હવે વૈજ્ઞાનિકો અને સંશોધકોને ભારતના આનુવંશિક લેન્ડસ્કેપને સમજવામાં મદદ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું કે જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટ દેશના બાયોટેકનોલોજી લેન્ડસ્કેપમાં એક નિર્ણાયક ક્ષણ છે.આ પ્રોજેક્ટની મદદથી અમે દેશમાં વૈવિધ્યસભર આનુવંશિક સંસાધનો બનાવવામાં સફળ રહ્યા છીએ.
#WATCH दिल्ली: वीडियो कॉन्फ्रेंस के माध्यम से 'जीनोमिक्स डेटा कॉन्क्लेव' में 'जीनोम इंडिया डेटा' के विमोचन पर प्रधानमंत्री मोदी ने कहा, "आज भारत ने रिसर्च की दुनिया में बहुत ही ऐतिहासिक कदम उठाया है। 5 साल पहले जीनोम इंडिया प्रोजेक्ट को स्वीकृत किया गया था। कोविड की चुनौतियों के… pic.twitter.com/Bt7onPs8KG
— ANI_HindiNews (@AHindinews) January 9, 2025
વીડિઓ સંદેશ દ્વારા જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટના પ્રારંભ પર પોતાના વિચારો વ્યક્ત કરતા વડાપ્રધાને કહ્યું કે આજે ભારતે સંશોધનની દુનિયામાં ખૂબ જ ઐતિહાસિક પગલું ભર્યું છે.જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટને પાંચ વર્ષ પહેલાં મંજૂરી આપવામાં આવી હતી.દરમિયાન,કોવિડના પડકારો છતાં,આપણા વૈજ્ઞાનિકોએ આ પ્રોજેક્ટ ખૂબ જ મહેનતથી પૂર્ણ કર્યો છે.
#WATCH दिल्ली: 'जीनोमिक्स डेटा कॉन्क्लेव' में 'जीनोम इंडिया डेटा' के विमोचन पर प्रधानमंत्री मोदी ने कहा, "मुझे विश्वास है कि बायोटेक्नोलॉजी के क्षेत्र में ये प्रोजेक्ट एक मील का पत्थर साबित होगा। इस प्रोजेक्ट की मदद से हम देश में एक डायवर्स जेनेटिक्स रिसोर्स बनाने में सफल हुए… pic.twitter.com/23nFp5affH
— ANI_HindiNews (@AHindinews) January 9, 2025
વડાપ્રધાન મોદીએ કહ્યું કે IISc,IIT,CSIR અને DBT-BRIC જેવી 20 થી વધુ પ્રતિષ્ઠિત સંશોધન સંસ્થાઓએ આ સંશોધનમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.તેમણે કહ્યું કે 10 હજાર ભારતીયોના જીનોમ સિક્વન્સ ધરાવતો ડેટા હવે ભારતીય જૈવિક ડેટા સેન્ટરમાં ઉપલબ્ધ છે.પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ પ્રોજેક્ટ બાયોટેકનોલોજી સંશોધન ક્ષેત્રે એક સીમાચિહ્નરૂપ સાબિત થશે અને આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા તમામ હિસ્સેદારોને અભિનંદન પાઠવ્યા.
વડાપ્રધાને કહ્યું કે જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટ ભારતની બાયોટેકનોલોજી ક્રાંતિમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.આ પ્રોજેક્ટની મદદથી અમે દેશમાં વૈવિધ્યસભર આનુવંશિક સંસાધન બનાવવામાં સફળ થયા છીએ.આ પ્રોજેક્ટમાં,10 હજાર લોકોના જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવ્યા છે.આ ડેટા હવે વૈજ્ઞાનિકો અને સંશોધકોને ભારતના આનુવંશિક લેન્ડસ્કેપને સમજવામાં મદદ કરશે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ માહિતી દેશ માટે નીતિ નિર્માણ અને આયોજનમાં ખૂબ મદદરૂપ થશે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે રોગોની પ્રકૃતિ વ્યાપકપણે બદલાય છે,જેના કારણે અસરકારક સારવાર સૂચવવા માટે વસ્તીની આનુવંશિક ઓળખને સમજવી જરૂરી બને છે.તેમણે આદિવાસી સમુદાયોમાં સિકલ સેલ એનિમિયાના મહત્વપૂર્ણ પડકાર અને તેને નાથવા માટેના રાષ્ટ્રીય મિશન પર પ્રકાશ પાડ્યો.તેમણે કહ્યું કે સમસ્યા જુદા જુદા પ્રદેશોમાં અલગ અલગ હોઈ શકે છે અને ભારતીય વસ્તીના અનન્ય જીનોમિક પેટર્નને સમજવા માટે સંપૂર્ણ આનુવંશિક અભ્યાસની જરૂર છે.PM મોદીએ કહ્યું કે આ સમજણ ચોક્કસ જૂથો માટે ચોક્કસ ઉકેલો અને અસરકારક દવાઓ વિકસાવવામાં મદદ કરશે.તેનો વ્યાપ ખૂબ જ વિશાળ છે અને સિકલ સેલ એનિમિયા માત્ર એક ઉદાહરણ છે.ભારતમાં ઘણા આનુવંશિક રોગો વિશે જાગૃતિનો અભાવ છે જે એક પેઢીથી બીજી પેઢીમાં પસાર થાય છે અને જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટ ભારતમાં આવા તમામ રોગો માટે અસરકારક સારવાર વિકસાવવામાં મદદ કરશે.
PM મોદીએ કહ્યું કે 21મી સદીમાં, બાયોટેકનોલોજી અને બાયોમાસનું સંયોજન ભારતને બાયો-અર્થતંત્ર તરીકે વિકસાવવા માટે એક મહત્વપૂર્ણ આધાર બનાવે છે.બાયોઇકોનોમીનો ધ્યેય કુદરતી સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો,બાયો-આધારિત ઉત્પાદનો અને સેવાઓને પ્રોત્સાહન આપવાનો અને આ ક્ષેત્રમાં રોજગારની નવી તકોનું સર્જન કરવાનો છે.જૈવ અર્થતંત્ર ટકાઉ વિકાસ અને નવીનતાને આગળ ધપાવે છે.છેલ્લા દાયકામાં ભારતની બાયોઇકોનોમી ઝડપથી વિકસી છે, જે 2014 માં $10 બિલિયનથી વધીને આજે $150 બિલિયનથી વધુ થઈ ગઈ છે. ભારત તેની જૈવ-અર્થવ્યવસ્થાને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે પ્રયત્નશીલ છે અને તેણે તાજેતરમાં જ બાયો E3 નીતિ શરૂ કરી છે.આ નીતિના વિઝન પર બોલતા, મોદીએ કહ્યું કે તે ભારતને IT ક્રાંતિ જેવા વૈશ્વિક બાયોટેકનોલોજી પરિદ્રશ્યમાં નેતા તરીકે ઉભરી આવવામાં મદદ કરશે.
વડાપ્રધાનેજણાવ્યુ કે છેલ્લા દાયકામાં,ભારતે જાહેર આરોગ્ય સંભાળમાં ક્રાંતિકારી પગલાં લીધાં છે,લાખો ભારતીયોને મફત સારવાર પૂરી પાડી છે.જન ઔષધિ કેન્દ્રો દ્વારા 80 ટકા ડિસ્કાઉન્ટ પર દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને આધુનિક તબીબી માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.PM મોદાએ ભાર મૂક્યો હતો કે કોવિડ-19 રોગચાળા દરમિયાન ભારતના ફાર્મા ઇકોસિસ્ટમે તેની તાકાત સાબિત કરી છે.ભારતમાં દવા ઉત્પાદન માટે મજબૂત પુરવઠા અને મૂલ્ય શૃંખલા સ્થાપિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટ આ પ્રયાસોને વધુ વેગ આપશે અને ઉર્જા આપશે.
સૌજન્ય : હિન્દુસ્તાન સમાચાર