હેડલાઈન :
- મણિપુરમાં સુરક્ષા દળોનું મોટુ સર્ચ ઓપરેશન
- સર્ચમાં મોટી માત્રામાં હથિયારો-દારૂગોળો જપ્ત
- હિયાંગલામ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં સર્ચ
- સરુક્ષા દળોએ જપ્ત કરાયેલી વસ્તુઓની તપાસ શરૂ
મણિપુરના કાકચિંગ જિલ્લાના હિયાંગલામ પોલીસ સ્ટેશન હેઠળના સેકમાગિન હંગુલ માયાઈ લેઈકાઈ વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકો જપ્ત કર્યા છે.
જપ્ત કરાયેલા હથિયારોમાં 7.62 SLR,SBBL બંદૂક દેશી બનાવટની 9 mm પિસ્તોલ,દેશી બનાવટનો સમાવેશ થાય છે.32 પિસ્તોલ,36 હેન્ડ ગ્રેનેડ અને બે આર્મિંગ રિંગ્સ,લોન્ચિંગ ટ્યુબ,ત્રણ 9 મીમી જીવંત ગોળીઓ,બે 12 બોર કારતૂસ, 10 એકે રાઇફલના ખાલી કેસ,બે સામાન્ય સ્ટન શેલ,એક ટીયર સ્મોક શેલ,એક ટીયર ગેસ ગ્રેનેડ , એક સ્ટન ગ્રેનેડ,એક કેનવુડ વાયરલેસ સેટ,એક પાવર લિંક સોલર નેનો રોયલ ટોર્ચ,બે બીપી કવર,બે જોડી ટેક્ટિકલ બૂટ,એક હેલ્મેટ.સુરક્ષા દળોએ ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી હાથ ધરી હતી.જપ્ત કરાયેલી વસ્તુઓની તપાસ ચાલુ છે.