હેડલાઈન :
- ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ 2025 નું આયોજન
- 13 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી 2025 સુધી ચાલશે મહાકુંભ
- મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વડાપ્રધાન મોદીને પાઠવ્યુ આમંત્રણ
- યોગી આદિત્યનાથે રૂબરૂ મુલાકાત કરી વડાપ્રધાનને આમંત્રણ આપ્યુ
- મુખ્યમંત્રી યોગીએ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને પણ આપ્યુ છે આમંત્રણ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા અને તેમને પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભ-2025માં હાજરી આપવા માટે વ્યક્તિગત રીતે આમંત્રણ આપ્યું.
उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ ने आज दिल्ली में प्रधानमंत्री नरेंद्र मोदी से मुलाकात की।
(तस्वीरें: PMO/X) pic.twitter.com/DLKWHxZ6aq
— ANI_HindiNews (@AHindinews) January 10, 2025
પ્રધાનમંત્રી કાર્યાલય PMO એ ટ્વિટર પર બંને નેતાઓની મુલાકાતની તસવીરો શેર કરી અને લખ્યું, કે”ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા.”તો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વિટર પર પોસ્ટ કર્યું: “આજે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સૌજન્ય મુલાકાત કરી.તમારા માર્ગદર્શન અને પ્રેરણાથી,સનાતન ગૌરવનું પ્રતીક,પ્રયાગરાજ,મહાકુંભ-2025,આજે વિશ્વને તેના દિવ્ય,ભવ્ય અને ડિજિટલ સ્વરૂપમાં ‘નવું ભારત’ બતાવી રહ્યું છે.પ્રધાનમંત્રી તમારો કિંમતી સમય આપવા બદલ હૃદયપૂર્વક આભાર.”
आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी से आज नई दिल्ली में शिष्टाचार भेंट की।
आपके मार्गदर्शन और प्रेरणा से सनातन गर्व का प्रतीक महाकुम्भ-2025, प्रयागराज आज अपने दिव्य, भव्य और डिजिटल स्वरूप से दुनिया को 'नए भारत' का दर्शन करा रहा है।
अपना बहुमूल्य समय प्रदान करने हेतु… pic.twitter.com/NO54dF4GF1
— Yogi Adityanath (@myogiadityanath) January 10, 2025
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અગાઉ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ,ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર,પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ,ગૃહમંત્રી અમિત શાહ,સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા,નાણામંત્રી નિર્મલા સીતારમણ અને દિલ્હીના ઉપરાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી.તો વળી વી.કે. સક્સેના સહિત ઘણા અન્ય મહાનુભાવોને આમંત્રિત કરવામાં આવ્યા છે.
महाकुम्भ का आयोजन सनातन आस्था का प्रतीक है, भारत की आस्था का प्रतीक है… pic.twitter.com/tgE6OVts7A
— Yogi Adityanath (@myogiadityanath) January 9, 2025
મહાકુંભ- 2025નું આયોજન 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં થવાનું છે. દર 12 વર્ષે યોજાતો આ ધાર્મિક કાર્યક્રમ હિન્દુ ધર્મનો સૌથી પવિત્ર પ્રસંગ માનવામાં આવે છે અને તેની શરૂઆત ત્રિવેણી સંગમ ખાતે પોષ પૂર્ણિમાના સ્નાનથી થાય છે.
રાજ્ય સરકારે સનાતન આસ્થાના પ્રતીક પ્રયાગરાજ મહાકુંભ-2025 માટે યુદ્ધના ધોરણે તૈયારીઓ કરી છે. 13 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા મહાકુંભ દરમિયાન ભક્તોને ભારે ઠંડી વચ્ચે વીજળીની સમસ્યાનો સામનો ન કરવો પડે તેની ખાસ કાળજી લેવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 4000 હેક્ટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલા મહાકુંભને પ્રકાશિત રાખવા માટે, વીજળી વિભાગ દ્વારા લગભગ 85 સબ-સ્ટેશન સ્થાપિત કરવામાં આવ્યા છે.
મહાકુંભને વીજળીકરણ કરવા માટે,મહાકુંભ વિસ્તારમાં વીજળી વિભાગ દ્વારા કુલ 52,000 થાંભલા,312 ટ્રાન્સફોર્મર,70,000 LED લાઇટ અને 2016 સોલાર હાઇબ્રિડ લાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.આ 312 ટ્રાન્સફોર્મરમાંથી 14 ફક્ત ધાર્મિક સ્થળોને વીજળી સપ્લાય કરશે.વીજળી વિભાગનો અંદાજ છે કે આ વખતે મહાકુંભ દરમિયાન દરરોજ 2 લાખ યુનિટ વીજળીનો વપરાશ થશે.
સૌજન્ય : હિન્દુસ્તાન સમાચાર