હેડલાઈન :
- બજેટ પહેલા કેન્દ્રીય કર્મચારીઓને સરકારની ભેટ
- કેન્દ્રની મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને ભેટ આપી
- કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની આઠમા પગાપ પંચને મંજૂરી
- ભલામણો સમયસર આગામી વર્ષ 2026 થી લાગુ કરી શકાશે
- ભલામણ માટે દર10 વર્ષે એકવાર પગાર પંચની રચના કરાય
- સાતમું પગાર પંચ 28 ફેબ્રુઆરી 2014 ના રોજ રચવામાં આવ્યું
- પ્રથમ પગાર પંચની રચના જાન્યુઆરી 1946માં કરવામાં આવી હતી
કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઠમા પગાર પંચને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિન વૈષ્ણવે પત્રકારોને આ માહિતી આપી.
#WATCH दिल्ली: केंद्रीय मंत्री अश्विनी वैष्णव ने कहा, "प्रधानमंत्री ने केन्द्र सरकार के सभी कर्मचारियों के लिए 8वें केन्द्रीय वेतन आयोग को मंजूरी दे दी है…" pic.twitter.com/NldzfdnGYy
— ANI_HindiNews (@AHindinews) January 16, 2025
બજેટ પહેલા મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી છે.કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે જાહેરાત કરી કે સરકારે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે,જેની ઘણા કેન્દ્ર સરકારી કર્મચારીઓ અને પેન્શનરો રાહ જોઈ રહ્યા હતા.કર્મચારીઓના વેતન અને નિવૃત્ત કર્મચારીઓને ચૂકવવામાં આવતા પેન્શનમાં સુધારો કરવા માટે ફિટમેન્ટ ફેક્ટર અને અન્ય પદ્ધતિઓની ભલામણ કરવા માટે સામાન્ય રીતે દર 10 વર્ષે એકવાર પગાર પંચની રચના કરવામાં આવે છે.
કેન્દ્રીય કર્મચારીઓ ઘણા સમયથી આઠમા પગાર પંચની રચનાની માંગ કરી રહ્યા હતા.અત્યાર સુધીમાં સાત પગાર પંચની રચના કરવામાં આવી છે.દેશમાં પ્રથમ પગાર પંચની રચના જાન્યુઆરી 1946માં થઈ હતી.તેવી જ રીતે, પાછલું એટલે કે સાતમું પગાર પંચ 28 ફેબ્રુઆરી 2014 ના રોજ રચવામાં આવ્યું હતું,જેની ભલામણો 2016 માં લાગુ કરવામાં આવી હતી.પ્રધાનમંત્રીએ આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી છે જેથી તેની ભલામણો સમયસર આવી શકે અને તેને આગામી વર્ષથી એટલે કે 2026 થી લાગુ કરી શકાય.સરકારના આ નિર્ણયથી એક કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે.