હેડલાઈન :
- ગુજરાતની સ્થાનિક સવરાજની ચૂંટણી જાહેર થઈ શકે
- પંચાયત,ન,પા,મનપાની ખાલી બેઠકો પર થશે ચૂંટણી
- રાજ્ય ચૂંટણી પંચ આજે સાંજે 4:30 વાગ્યા જાહેરાત કરી શકે
- રાજ્ય ચૂંટણી કમિશનર તારીખોની જાહેરાત કરી શકે
- ચૂંટણી અધિકારી-મદદનિશ અધિકારીઓની નિયુક્તિના આદેશ
- જૂનાગઢ મનપા અને 78 નગર પાલિકાની ચૂંઠણી માટે જાહેરાત
- રાજ્યની ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણીની તારીખ પણ જાહેર થશે
- ક્યાંક સામાન્ય ચૂંટણી તો ક્યાંક ખાલી બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.જેમાં આજે મંગળવારે સાંજે રાજ્ય ચૂંટણી પંચ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરીત કરી શકે છે.
આજે મંગળવારે સાંજે 4:30 વાગ્યે રાજ્ય ચૂંટણી કમિશનર સ્થાનિક સ્વરાજ જેવી કે ગ્રામ પંચાયત.તાલુકા પંચાયત.જિલ્લા પંચાયત,મહાનગર પાલિકા,નગર પાલિકા વગેરે જીની મુદ્દત પૂર્ણ થતી હશે અથવા તો જ્યાં બેઠક ખાલી પડેલ હશે ત્યાં ચૂંટણી માટેની તારીખોનું અલાન કરશી શકે છે.મળી રહેલી માહિતી અનુસાર રાજ્યનુ બજેટ સત્ર શરૂ થાય તે પહેલા આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
અત્રે નોધનિય બાબત છે કે ખેડા જિલ્લા પંચાયત,જૂનાગઢ મહાનગર પાલિકા તેમજ રાજ્યની 78 નગર પાલિકાની સામાન્ય અથવા પેટા ચૂંટણી જાહેર થઈ શકે છે.
રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી દીધી છે.તો પંચાયતોની ચૂંટણી માટે અધિકારી તેમજ મદદનિશ ચૂંટણી અધિકારીઓની નિયુક્તિ કરી દેવામાં આવી છે.જે અનુસાર રાજ્યમાં 94 ચૂંટણી અધિકારી અને મદદનિશ ચૂંટણી અધિકારીઓને નિયુક્તના આદેશ કરાયા છે.
આ ચૂંટણીઓ જાહેર થતાં જ શિયાળાની ઠંડી વચ્ચે રાજ્યમાં રાજકીય ગરમાવો આવશે.આ ચૂંટણી લોકોને સીધી એસર કર્તા હોવાથી હવે રાજ્યમાં રાજકીય સવળાટ જોવા મળશે.