હેડલાઈન :
- રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સર્જાઈ મોટી દુર્ઘટના
- બુરાડી વિસ્તારમાં ચાર માળની ઈમારત ધરાશાયી
- ઘટનામાં બે લોકોના મૃત્યુ, કેટલાક લોકો દટાયા
- CM આતિશીની દુ:ખ વ્યક્ત કરવા સાથે મદદની ખાતરી
- મનોજ તિવારીના બેદરકારી અંગે આપ સરકાર પર પ્રહાર
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે.જેમાં એક ઇમારત ધરાશાયી થઈ.આ ઇમારતના કાટમાળમાં 20 લોકો ફસાયા હોવાની શક્યતા છે.આ દુર્ઘટના બાદ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.અત્યાર સુધીમાં બે બાળકો સહિત 12 લોકો બહાર આવ્યા છે.દિલ્હી પોલીસ અનુસાર,આ દુર્ઘટનામાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે.આ ઘટના બાદથી બચાવ કામગીરી ચાલુ છે.જે ઈમારત ધરાશાયી થઈ છે તે તાજેતરમાં જ બનાવવામાં આવી હતી.કૌશિક એન્ક્લેવમાં 200 યાર્ડ વિસ્તારમાં બનેલી એક ઇમારત ધરાશાયી થઈ ગઈ છે.
– CM આતિશીની ખાતરી
આ ઘટના બાદ મુખ્યમંત્રી આતિશીએ ખાતરી આપી છે કે અસરગ્રસ્ત લોકોને શક્ય તેટલી મદદ કરવામાં આવશે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે બુરાડીમાં મકાન ધરાશાયી થવાની આ ઘટના ખૂબ જ દુઃખદ છે.રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા માટે મેં સ્થાનિક વહીવટીતંત્ર સાથે વાત કરી છે.
– મનોજ તિવારીના દિલ્હી સરકાર પર પ્રહાર
આ દરમિયાન,ભાજપના નેતા મનોજ તિવારીએ દિલ્હી સરકાર પર પ્રહાર કર્યા છે.ઇમારત ધરાશાયી થવાની માહિતી મળ્યા બાદ મનોજ તિવારી ઘટનાસ્થળે પહોંચ્યા અને આમ આદમી પાર્ટીની સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે આ એક મોટી બેદરકારી છે.નવી બનેલી ઇમારત ધરાશાયી થઈ ગઈ છે.આ માટે જે પણ જવાબદાર હશે તેને છોડવામાં આવશે નહીં.
સૌજન્ય : પ્રભા સાક્ષી