હેડલાઈન :
- ઉત્તર પ્રદેશના બાગપતમાં મોટી દુર્ઘટના સર્જાઈ
- જૈન સમુદાયના નિર્વાણ મહોત્સવ દરમિયાનની ઘટના
- મહોત્સવ માટેનો મંચ તૂટી પડવીની કરૂણ ઘટના બની
- ઘટનામાં 7 લોકોના મૃત્યુ,જ્યારે 40 જેટલા લોકો ઘાયલ
- UP મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાની નોંધ લીધી
- CM એ રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા આપી સૂચના
- મુખ્યમંત્રી યોગીએ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી
ઉત્તર પ્રદેશના બાગપતમાં ભગવાન આદિનાથના નિર્વાણ લાડુ ઉત્સવ દરમિયાન એક મોટી દુર્ઘટના બની હતી.અહીં બનેલો 65 ફૂટ ઊંચો લાકડાનો મંચ તૂટી પડતા ઘણા ભક્તો દટાઈ ગયા.
#WATCH बागपत: बड़ौत में जैन निर्वाण मोहत्सव के दौरान मंच टूटने की घटना में कई लोग घायल हुए हैं। घायलों को अस्पताल पहुंचाया गया है। pic.twitter.com/5s3nnBoKmc
— ANI_HindiNews (@AHindinews) January 28, 2025
અકસ્માત બાદ નાસભાગ મચી ગઈ હતી.આ દુર્ઘટનામાં7 લોકોના મોત થયા છે.જ્યારે 40 થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.ભીડને કાબૂમાં રાખતા પાંચ પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા.
આ અકસ્માત મંગળવારે સવારે બારૌત શહેરના ગાંધી રોડ પર સ્થિત શ્રી દિગંબર જૈન ડિગ્રી કોલેજના મેદાનમાં થયો હતો.આ તે જગ્યા છે જ્યાં નિર્વાણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા.માન સ્તંભ સંકુલમાં બનેલા 65 ફૂટ ઊંચા કામચલાઉ સ્ટેજની લાકડાની સીડી અચાનક તૂટી ગઈ.આ કારણે સ્ટેજ પર હાજર અને તેની નજીક ઉભેલા ભક્તો નીચે પડી ગયા અને ગંભીર રીતે ઘાયલ થયા.પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે.ડીએમ અસ્મિતા લાલ અને એસપી અર્પિત વિજયવર્ગીય હોસ્પિટલો પહોંચીને ઘાયલો વિશે માહિતી એકત્રિત કરી રહ્યા છે.
UP ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાની નોંધ લીધી છે.અને અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કાર્ય ઝડપી બનાવવા અને ઘાયલોને યોગ્ય સારવાર આપવા સૂચનાઓ આપવામાં આવી છે.મુખ્યમંત્રીએ તમામ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરી છે.
#WATCH बागपत: एसपी अर्पित विजयवर्गीय ने बताया, "अभी तक की सूचना के अनुसार घटना में 20-25 लोग घायल हुए थे। 2-3 लोग गंभीर रूप से घायल हैं जिनका इलाज अस्पताल में चल रहा है। कुछ लोगों को प्राथमिक उपचार देकर घर पहुंचाया गया।" https://t.co/jjYnNfuvhh pic.twitter.com/5XJUhCD8w2
— ANI_HindiNews (@AHindinews) January 28, 2025
બાગપતના એસપી અર્પિત વિજયવર્ગીયએ જણાવ્યું હતું કે “અત્યાર સુધી મળેલી માહિતી મુજબ,ઘટનામાં 20-25 લોકો ઘાયલ થયા છે.2-3 લોકો ગંભીર રીતે ઘાયલ છે અને તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. કેટલાક લોકોને પ્રાથમિક સારવાર આપીને ઘરે લઈ જવામાં આવ્યા છે.”
#WATCH बागपत: DM अस्मिता लाल ने बताया, " घटना में लगभग 40 लोगों के घायल होने की सूचना मिली थी। सभी को अस्पताल पहुंचा दिया गया। 20 लोगों को प्राथमिक उपचार के बाद घर भेज दिया है। 5 लोगों की मृत्यु हुई है।" https://t.co/jjYnNfuvhh pic.twitter.com/UfXBGJ4Aao
— ANI_HindiNews (@AHindinews) January 28, 2025
બાગપતના ડીએમ અસ્મિતા લાલે જણાવ્યું હતું કે,”આ ઘટનામાં લગભગ 40 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.બધાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.20 લોકોને પ્રાથમિક સારવાર બાદ ઘરે મોકલી દેવામાં આવ્યા હતા.જ્યારે ઘટનામાં 5 લોકોના મોત થયા છે.”