હેડલાઈન :
- દેશમાં ઇસ્લામિક આતંકવાદી મોડ્યુલને તોડવા NIA એક્કનશમાં
- NIA ની ટીમે કેરળ અને તમિલનાડુમાં વ્યાપક દરોડા પાડ્યા
- NIA ની રેડમાં ISIS મોડ્યુલ અંગે ચોંકાવનારા ખુલાસા થયા
- NIAની ટીમે દેશભરમાં 16 અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા
સુરક્ષા એજન્સીઓ દેશમાં ઇસ્લામિક આતંકવાદી મોડ્યુલને તોડવા માટે એક્શન મોડમાં આવી ગઈ છે.જેમાં NIA ટીમ દેશભરમાં 16 અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા છે.યુવાનોના કટ્ટરપંથીકરણ અને વિદેશી આતંકવાદી સંગઠનો સાથેના સંબંધોના ઇનપુટના આધારે કેરળ અને તમિલનાડુમાં ઘણી જગ્યાએ સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે.
તાજેતરમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ,કેન્દ્રીય તપાસ એજન્સી NIA ની ટીમે દેશભરમાં 16 સ્થળોએ દરોડા પાડ્યા છે.આમાં,ચેન્નાઈમાં મયિલાદુથુરાઈ સહિત ઘણી જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. એજન્સીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે ખાસ કરીને કેરળ અને તમિલનાડુમાં,આતંકવાદી સંગઠનો યુવાનોનું બ્રેઈન વોશ કરી રહ્યા છે અને તેમને પોતાની સાથે જોડાવા માટે ઉશ્કેરી રહ્યા છે.આ સંદર્ભમાં, 25 જાન્યુઆરીએ એજન્સીએ બે શંકાસ્પદ લોકોની ધરપકડ કરી.બાદમાં પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તેનો ઇસ્લામિક કટ્ટરવાદી જૂથ PFI સાથે સંબંધ હતો.
કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ માને છે કે તે 2019 માં PMK પાર્ટીના નેતા વી રામલિંગમ સાથે સંકળાયેલો હતો. પોલીસે આ કેસની તપાસ સાંપ્રદાયિક દ્રષ્ટિકોણથી કરી હતી.એટલું જ નહીં, એજન્સીઓ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે છેલ્લા કેટલાક વર્ષોમાં, આ રાજ્યોમાંથી 20 યુવાનો લડવૈયા બનવા માટે સીરિયા અને ઇરાક ગયા હતા.આ અંગે,NIA ટીમ સતત તપાસ કરી રહી છે અને દરોડા પાડી રહી છે.