હેડલાઈન :
- આજે બજેટ દિવસ દેશના લોકોની રહેશે ખાસ નજર
- નાણામંત્રી નિર્મલા સિતારમણ લોકસભામાં રજૂ કરશે બજેટ
- નિર્મલા સિતારમણનુ વર્ષ 2025-26 માટે પેપરલેસ બજેટ હશે
- નિર્મલા સિતારમણ સતત આઠમી વખત રજૂ કરશે બજેટ
- કેન્દ્રની મોદી સરકાર 3.0નું આ પ્રથમ પૂર્ણ બજેટ રજૂ થશે
- સવારે 11 વાગ્યે નાણામંત્રી લોકસભામાં બજેટ રજૂ કરશે
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ આજે સવારે 11:00 વાગ્યે સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કરશે.તેઓ નાણાં પ્રધાન તરીકે સતત આઠમી વખત બજેટ રજૂ કરશે.
#WATCH दिल्ली: केंद्रीय वित्त मंत्री निर्मला सीतारमण वित्त मंत्रालय से रवाना हुईं।
वे संसद में पारंपरिक 'बही खाते' के बजाय टैब के माध्यम से #UnionBudget2025 पेश करेंगी और पढ़ेंगी। pic.twitter.com/TGiCsm9OQn
— ANI_HindiNews (@AHindinews) February 1, 2025
#WATCH दिल्ली: केंद्रीय वित्त मंत्री निर्मला सीतारमण और वित्त राज्य मंत्री पंकज चौधरी ने राष्ट्रपति भवन में राष्ट्रपति द्रौपदी मुर्मू से मुलाकात की।
केंद्रीय वित्त मंत्री निर्मला सीतारमण आज लोकसभा में #UnionBudget2025 पेश करेंगी। pic.twitter.com/bX1ktROmru
— ANI_HindiNews (@AHindinews) February 1, 2025
આજે સમગ્ર દેશ માટે ખુબ જ આતૂરતાનો દિવસ છે કારણકે આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણ દેશનું વર્ષ 2025-26 માટેનું બજેટ રજૂ કરનાર છે.આજે સવારે તેઓ નાણા મંત્રાયલ પહોંચ્યા હતા અને ત્યાં બેઠક બાદ તેઓ રાજ્યનાણા મંત્રી પંકજ ચૌધરી સાથે રાષ્ટ્રપતિ ભવન જવા રવાના થયા હતા.અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા.ત્યારબાદ તેઓ સંસદ ભવન આવી લોકસભામાં બજેટ રજૂ કરશે.
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ આજે સવારે 11 :00 વાગ્યે સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કરશે.તેઓ નાણાં પ્રધાન તરીકે સતત આઠમી વખત બજેટ રજૂ કરશે.આ વખતે પણ તેઓ પેપરલેસ બજેટ રજૂ કરશે એટલે કે તેઓ ટેબલેટ થકી બજેટ રજૂ કરશે અને વાંચન કરશે.નોંધનિય છે કે સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન સાથે શરૂ થયું હતુ.
રાષ્ટ્રપતિના અભિભાષણ પછી કેન્દ્રીય નાણાં પ્રધાન સીતારમણે આર્થિક સર્વે રજૂ કર્યો.આજના બજેટમાં સામાન્ય માણસને રાહત મળશે તેવી અપેક્ષા છે.સરકારના આર્થિક સર્વેક્ષણમાં ભાર મૂકવામાં આવ્યો છે કે 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે,કેટલાક મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ખાનગી રોકાણની ગતિને વધુ ઝડપી બનાવવાની જરૂર છે.આર્થિક સર્વેક્ષણ-2025 એ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ કેવી રીતે બનાવવું તે અંગે સંપૂર્ણ રોડમેપ પ્રદાન કરે છે.
#WATCH दिल्ली: केंद्रीय मंत्री किरेन रिजिजू ने #UnionBudget2025 पर कहा, "पूरा देश देख रहा है कि दुनिया की मुश्किल परिस्थितियों में भी भारतीय अर्थव्यवस्था मजबूती से आगे बढ़ रही है। बजट अच्छे माहौल में आएगा, इसका हम इंतजार कर रहे हैं। बजट अब पेश होने वाला है, हम सब संसद जा रहे… pic.twitter.com/aSOclZLmaR
— ANI_HindiNews (@AHindinews) February 1, 2025
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ #UnionBudget2025 પર કહ્યું, “આખો દેશ જોઈ રહ્યો છે કે વિશ્વની મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ભારતીય અર્થતંત્ર મજબૂતીથી આગળ વધી રહ્યું છે. અમે સારા વાતાવરણમાં બજેટ આવે તેની રાહ જોઈ રહ્યા છીએ. બજેટ… હવે રજૂ થયું આપણે બધા સંસદમાં જઈ રહ્યા છીએ.”
સૌજન્ય : હિન્દુસ્તાન સમાચાર