હેડલાઈન :
- દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે ચાલી રહેલુ મતદાન
- દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે મતદાન હાથ ધરાયુ
- વિધાનસભાની 70 બેઠકો માટે 699 ઉમેદવારો મેદાને
- ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો ખેલાયો જંગ
- સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શાંતિ પૂર્ણ રીતે ચાલતુ મતદાન
- વિવિધ રાજકીય નેતાઓ અને અગ્રણીઓએ કર્યુ મતદાન
- પહેલા મતદાન પછી જલપાનની PM મોદીની મતદારોને અપીલ
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની તમામ 70 વિધાનસભા બેઠકો માટે આજે સવારે 7 વાગ્યે મતદાન શરૂ થયું.ઘણા મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે દિલ્હી પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે.
#WATCH | #DelhiAssemblyElection2025 | दिल्ली: राष्ट्रीय राजधानी में दिल्ली विधानसभा चुनाव 2025 के लिए मतदान शुरू हुए।
(वीडियो करोल बाग विधानसभा क्षेत्र के एक पोलिंग बूथ से है।) pic.twitter.com/CpLJdU2Ryz
— ANI_HindiNews (@AHindinews) February 5, 2025
દિલ્હીની તમામ 70 બેઠકો પર સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે.આ વખતે કુલ 699 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.દિલ્હીના 1.56 રોડ મતદાતાઓ EVM માં આ ઉમેદવારોનું ભાવિ નક્કી કરી રહ્યા છે.આ વખતે ચૂંટણી પંચે રાજધાનીમાં 13766 મતદાન મથકો સ્થાપ્યા છે.
ઘણા મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે.દિલ્હી પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે.આ સ્થળના દરેક ઇંચનું રક્ષણ સૈનિકો કરે છે.દિલ્હીની તમામ 70 બેઠકો પર સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. આ વખતે કુલ 699 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.સવારે 9 વાગ્યા સુધીમાં 8.10% મતદાન નોંધાયું છે.
#DelhiElection2025 में सुबह 9 बजे तक 8.10% मतदान दर्ज किया गया। pic.twitter.com/avrgo5mU6T
— ANI_HindiNews (@AHindinews) February 5, 2025
Prime Minister Narendra Modi tweets "Voting for all the seats in the Delhi Assembly elections will be held today. I urge the voters here to participate in this festival of democracy with full enthusiasm and cast their valuable votes. On this occasion, my special wishes to all… pic.twitter.com/r03wQ3rtd9
— ANI (@ANI) February 5, 2025
– PM મોદીનો આગ્રહ- પહેલા મતદાન પછી જલપાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર લખ્યું, “દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આજે બધી બેઠકો માટે મતદાન થશે. હું અહીંના મતદારોને લોકશાહીના આ ઉત્સવમાં પૂરા ઉત્સાહ સાથે ભાગ લેવા અને પોતાનો કિંમતી મત આપવા વિનંતી કરું છું. આ પ્રસંગે,પહેલી વાર મતદાન કરવા જઈ રહેલા તમામ યુવા મિત્રોને મારી ખાસ શુભેચ્છાઓ.યાદ રાખો- પહેલા મતદાન કરો,જલપાન કરો.
દિલ્હીમાં કુલ મતદારોની સંખ્યા 1 કરોડ 56 લાખ 14 હજાર છે.જેમાં 83 લાખ 76 હજાર 173 પુરુષ મતદારો અને 72 લાખ 36 હજાર 560મહિલા મતદારો છે.આ ઉપરાંત 1,267 ટ્રાન્સજેન્ડર મતદારો અને 12,736 સર્વિસ મતદારો છે.79,885 દિવ્યાંગ મતદારો છે.પહેલી વાર મતદાન કરનારા યુવા મતદારોની સંખ્યા 2,39,905 છે.
#WATCH | Delhi: President Droupadi Murmu casts her vote for #DelhiElection2025 at Dr. Rajendra Prasad Kendriya Vidyalaya, President’s Estate. pic.twitter.com/FQHq4Yqq0C
— ANI (@ANI) February 5, 2025
– રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્યુ મતદાન
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે એક તરફ લોકો મતદાન માટે કતારો લગાવી રહ્યા છે.તો બીજી તરફ મહાનુભાવો અને રાજકીય નેતાઓએ પણ મતદાર કર્યુ હતું.જેમાં લોકશાહના મહાપર્વ માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ મતદાન કર્યુ હતુ ,આ સાથે દિલ્હીના ઉપરાજ્યપાલ વિમય સક્સેનાએ પણ મતદાન કર્યુ હતુ.ઉપરાંત વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકર,સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદી, ભાજપના દિલ્હી પ્રદેશ પ્રમુખ વીરેન્દ્ર સચદેવ,નવી દિલ્હીથી કોંગ્રેસના ઉમેદવાર સંદીપ દીક્ષિત, કાલકાજીથી કોંગ્રેસના ઉમેદવાર અલકા લાંબા, ભાજપ નેતા સતીશ ઉપાધ્યાય,ઉમેદવાર વિજેન્દ્ર ગુપ્તા સહિત અનેક દિગ્ગજોએ મતદાન કર્યું છે.તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી,ભાજપ સાંસદ બાંસુરી સ્વરાજ સહિતા નેતાઓએ પણ મતદાન કર્યુ હતુ.
– દિલ્હી વિધાનસભા માટે ત્રિપાંખિયો જંગ
આ વખતે દિલ્હીની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની છે.ત્રણ રાષ્ટ્રીય પક્ષો ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા છે.જોકે આ વખતે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે કઠિન સ્પર્ધા જોવા મળી રહી છે.દરમિયાન,કોંગ્રેસ પાર્ટી પણ પોતાનો ખોવાયેલો ટેકો પાછો મેળવવા માટે સખત મહેનત કરી રહી છે.
આપને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તમામ 70 બેઠકો પર ચૂંટણી લડી રહી છે.આ ચૂંટણીમાં, ભાજપે 68 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે,જ્યારે તેણે તેના સાથી પક્ષો માટે બે બેઠકો છોડી છે.દેવલી બેઠક એલજેપી રામવિલાસને અને બુરારી બેઠક જેડીયુને આપવામાં આવી છે.
– કાલકાજી બેઠક પર જોરદાર રસાકસી
મુખ્યમંત્રી આતિશી લગતલાર કાલકાજી વિધાનસભા મતવિસ્તારથી બીજી વખત ચૂંટણી લડી રહ્યા છે.તેમને ભાજપના ઉમેદવાર રમેશ બિધુરી અને કોંગ્રેસના અલકા લાંબા વચ્ચે કઠિન સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. આ બેઠક પરથી પહેલી વાર ચૂંટણી લડી રહેલા રમેશ બિધુડીએ ભાજપના કાર્યકરો સાથે મળીને જીત મેળવવા માટે તમામ પ્રયાસો કર્યા છે.આ સ્પર્ધા એટલી રસપ્રદ બની ગઈ છે કે રમેશ અને આતિશીએ એકબીજા પર આરોપ લગાવતા ચૂંટણી પંચને અનેક વખત પત્રો લખ્યા છે.
– નવી દિલ્હી બેઠક હોટ સીટ બની
આ સિવાય,બીજી સૌથી મોટી સ્પર્ધા નવી દિલ્હી લોકસભા બેઠક પર છે.અહીં આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ,ભાજપ તરફથી પરવેશ વર્મા અને કોંગ્રેસ તરફથી સંદીપ દીક્ષિત ચૂંટણી લડી રહ્યા છે.કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી ચોથી વખત ચૂંટણી લડી રહ્યા છે.ભાજપના પ્રવેશ વર્મા અને કોંગ્રેસના સંદીપ દીક્ષિત કેજરીવાલ સામે મજબૂત દાવેદારી કરી રહ્યા છે.
– કોંગ્રેસ માટે કરો યા મરોની સ્થિતિ
છેલ્લી બે ચૂંટણીઓમાં શૂન્ય પ્રદર્શન બાદ,કોંગ્રેસ પોતાના અસ્તિત્વ માટે લડી રહી છે.તેના નેતાઓ અને ઉમેદવારો તેમના ખોવાયેલા મતદારો,ખાસ કરીને લઘુમતીઓ અને દલિતોને પાછા લાવવા માટે સખત મહેનત કરી રહ્યા છે.પાર્ટી લગભગ બે ડઝન બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને આ વિસ્તારોમાં ફરીથી સમર્થન મેળવવા માટે તેના રાષ્ટ્રીય અને પ્રાદેશિક નેતાઓ દ્વારા પ્રચાર કરી રહી છે.
– છેલ્લી વિધાનસભા ચૂંટણીની હાલની સ્થિતિ
દિલ્હીમાં છેલ્લી વખત,વર્ષ 2020 માં,આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણી જીતી હતી.AAP એ 70 માંથી 62 બેઠકો જીતી હતી અને BJP 8 બેઠકો જીતવામાં સફળ રહી હતી.કોંગ્રેસ પોતાનું ખાતું પણ ખોલાવી શકી નહીં.