હેડલાઈન :
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજ મહાકુંભની મુલાકાતે
- ગંગા,યમુના અને સરસ્વતિ ત્રિવેણી સંગમમાં લગાવી ડૂબકી
- વડાપ્રધાન મોદીએ મહાસંગમ ખાતે આસ્થાની ડૂબકી લગાવી
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્ર-જાપ સાથે લગાવી પવિત્ર ડૂબકી
- મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વડાપ્રધાન મોદીનું કર્યુ સ્વાગત
- સ્નાન કર્યા પછી ગંગાને પ્રણામ કરી સૂર્યદેવને જળ અર્પણ કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે માતા ગંગાની પૂજા પણ કરી હતી. આ પ્રસંગે પીએમ મોદીએ ગળા અને હાથમાં રુદ્રાક્ષની માળા પહેરી હતી.તેમણે મંત્રોના જાપ વચ્ચે સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી.
#WATCH प्रधानमंत्री नरेंद्र मोदी प्रयागराज में महाकुंभ मेला क्षेत्र पहुंचे।
उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ भी मौजूद हैं।
(सोर्स: ANI/DD) pic.twitter.com/sEQRdIgcRU
— ANI_HindiNews (@AHindinews) February 5, 2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે પ્રયાગરાજની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે માઘ અષ્ટમી અને ભીષ્મ અષ્ટમીના શુભ અવસર પર પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું.સ્નાન કર્યા પછી,તેમણે ગંગાને પ્રણામ કર્યા અને સૂર્યદેવને જળ અર્પણ કર્યું.તેમની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જોડાયા હતા.
#WATCH प्रधानमंत्री नरेंद्र मोदी ने उत्तर प्रदेश के प्रयागराज में त्रिवेणी संगम में पवित्र डुबकी लगाई।
(सोर्स: ANI/DD)#KumbhOfTogetherness #MahaKumbh2025 pic.twitter.com/I9ALr33yuW
— ANI_HindiNews (@AHindinews) February 5, 2025
#WATCH प्रधानमंत्री नरेंद्र मोदी ने उत्तर प्रदेश के प्रयागराज में त्रिवेणी संगम में पवित्र डुबकी लगाई।
(सोर्स: ANI/DD)#KumbhOfTogetherness pic.twitter.com/EWKtNzUYLZ
— ANI_HindiNews (@AHindinews) February 5, 2025
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે સ્ટીમર પર સંગમ ઘાટ પહોંચ્યા. મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી મોદીને અહીંના ઘાટ વિશે માહિતી આપી.પ્રધાનમંત્રી મોદીએ સંગમ ઘાટ પર ઉભેલા શ્રદ્ધાળુઓનું હાથ ઉંચો કરીને સ્વાગત કર્યું.
મહા કુંભ મેળો પોષ પૂર્ણિમા 13 જાન્યુઆરી ના રોજ શરૂ થયો હતો.આ મહાકુંભ વિશ્વનો સૌથી મોટો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મેળાવડો છે.દુનિયાભરમાંથી ભક્તો તેમાં ભાગ લેવા માટે પહોંચી રહ્યા છે.મહાકુંભ 26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી સુધી ચાલુ રહેશે.
પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો અનુસાર,ભારતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન અને જાળવણી કરવાની તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તીર્થસ્થળો પર માળખાગત સુવિધાઓ અને સુવિધાઓ વધારવા માટે સતત સક્રિય પગલાં લીધાં છે. અગાઉ, 13 ડિસેમ્બર, 2024 ના રોજ પ્રયાગરાજની મુલાકાત દરમિયાન, વડ પ્રધાન મોદીએ 5500 કરોડ રૂપિયાના167 વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું, જેનાથી સામાન્ય લોકો માટે કનેક્ટિવિટી,સુવિધાઓ અને સેવાઓમાં સુધારો થયો હતો.