હેડલાઈન :
- સરકારમાં સંઘીય કર્મચારીની સંખ્યા ઘટાડવા પ્રયાસ
- અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વધુ એક ઓફર
- સંઘીય કર્મચારીઓને સ્વયં નોકરી છોડવા અપાયો વિકલ્પ
- કર્મચારીઓને 6 ફેબ્રુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો હતો
- કર્મચારીઓને અપાયેલી બાયઆઉટ ઓફર સ્વીકારવામાં આવી
- અંદાજે 40 હજાર સંઘીય કર્મચારીઓનો રાજીનામું આપવા નિર્ણય
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારથી અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે,ત્યારથી દેશની અંદર અને બહાર ઉથલપાથલ મચી ગઈ છે.ટ્રમ્પે ફેડરલ સરકારમાં કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનો પ્રયાસ શરૂ કર્યો છે. આ અંતર્ગત તેમના દ્વારા કર્મચારીઓને આપવામાં આવેલી બાયઆઉટ ઓફર સ્વીકારવામાં આવી છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઓફર સ્વીકારીને,લગભગ 40 હજાર કર્મચારીઓએ રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે.ટ્રમ્પ વહીવટીતંત્રે સંઘીય કર્મચારીઓને ઓફર કરી હતી,એટલે કે,પોતાની નોકરી જાતે છોડી દેવાનો વિકલ્પ.આ માટે 6 ફેબ્રુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો હતો.
કર્મચારી વિભાગ દ્વારા મોકલવામાં આવેલા ઈમેલમાં,ઘરેથી કામ કરતા કર્મચારીઓને ઓફિસમાં પાછા ફરવાનું કહેવામાં આવ્યું હતું.આ કર્મચારીઓએ અઠવાડિયામાં 5 દિવસ ઓફિસમાંથી કામ કરવું પડશે.નોકરીમાંથી રાજીનામાના બદલામાં,સંઘીય કર્મચારીઓને આઠ મહિનાનો પગાર અને નિશ્ચિત ભથ્થું આપવામાં આવશે.જોકે, રાજીનામું આપનારા આ કર્મચારીઓની સંખ્યા નિર્ધારિત લક્ષ્ય કરતાં ઓછી છે.
ટ્રમ્પના આ નિર્ણયનો વિરોધ પણ થઈ રહ્યો છે.અમેરિકન ફેડરેશન ઓફ ગવર્નમેન્ટ એમ્પ્લોઇઝ યુનિયનના પ્રમુખે આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે તે ફેડરલ કર્મચારીઓ ટ્રમ્પના એજન્ડામાં ફિટ થતા નથી. તેના પર નોકરી છોડવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે.નોંધનિય છે કે સરકારી આંકડાઓ અનુસાર,અમેરિકામાં સંઘીય ર્મચારીઓની સંખ્યા 30 લાખથી વધુ છે.તે અમેરિકાનું 15મું સૌથી મોટું કાર્યબળ હોવાનું કહેવાય છે.