હેડલાઈન :
- PM મોદીનો રાજ્યસભામાં આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ
- રાષ્ટ્રપતિનું ભાષણ પ્રેરણાદાયક અને અસરકારક હતું : PM મોદી
- આપણને બધાને આગળ વધવાનો માર્ગ પણ બતાવ્યો : PM મોદી
- રાષ્ટ્રપતિએ વિકસિત ભારત વિશે વાત કરી : PM મોદી
- કોંગ્રેસે બાબા સાહેબને ભારત રત્નને યોગ્ય ન માન્યા : PM મોદી
- ગરીબો અને વંચિતોનું કલ્યાણ એ મારી પ્રાથમિકતા : PM મોદી
- જેને કોઈ નથી પૂછતુ તેને મોદી પૂજે છે : PM મોદી
- એમે છેવાડાના ગામોને પ્રથમ ગામ માની વિકાસ કર્યો : PM મોદી
- કોંગ્રેસનો મૂળ મંત્ર છે બીજાની લીટી ટૂંકી કરવી : PM મોદી
રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર થયેલી ચર્ચા અને સાશક-વિપક્ષના સાંસદોએ જરૂ કરેલા વિટારો અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં જવાબ આપ્યો હતો.
राज्यसभा में धन्यवाद प्रस्ताव पर चर्चा का जवाब देते हुए प्रधानमंत्री मोदी ने कहा, "राष्ट्रपति का भाषण प्रेरणादायक और प्रभावी था तथा उसने हम सभी को आगे बढ़ने का रास्ता भी दिखाया।" pic.twitter.com/zrXCziuL1A
— ANI_HindiNews (@AHindinews) February 6, 2025
આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું,”રાષ્ટ્રપતિનું ભાષણ પ્રેરણાદાયક અને અસરકારક હતું અને તેણે આપણને બધાને આગળ વધવાનો માર્ગ પણ બતાવ્યો.”વડાપ્રધાન મોદીએ કહ્યું, “રાષ્ટ્રપતિના અભિભાષણ પર શાસક અને વિપક્ષ બંને પક્ષોના સાંસદોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા.”
વડાપ્રધાને પોતાના સંબોધનમાં કોંગ્રેસ પર આકરા શાબ્દીક પ્રહાર કર્યા હતા.તેમણે કહ્યુ કે’સબકા સાથ, સબકા વિકાસ’ વિશે અહીં ઘણું બધું કહેવામાં આવ્યું અને આ આપણા બધાની જવાબદારી છે.એટલા માટે દેશે આપણને બધાને અહીં બેસવાની તક આપી છે.જ્યાં સુધી કોંગ્રેસનો સવાલ છે,તેમની પાસેથી સબકા સાથ સબકા વિકાસ અંગે કંઈપણ અપેક્ષા રાખવી એ એક મોટી ભૂલ છે.આ તેમની કલ્પના બહારનું છે.તે તેમના રોડમેપમાં બંધબેસતું નથી.આટલી મોટી પાર્ટી એક પરિવારને સમર્પિત થઈ ગઈ છે,તેમના માટે ‘સબકા સાથ, સબકા વિકાસ’ શક્ય નથી તેમ પીએમ મોદીએ જણાવ્યુ હતુ.
વિકાસ પર બોલતા વડાપ્રધાન મોદીએ કહ્યુ કે દેશના લોકોએ અમારા વિકાસ મોડેલનું પરીક્ષણ કર્યું છે,સમજ્યું છે અને તેને ટેકો આપ્યો છે.જો મારે આપણા વિકાસ મોડેલનું એક શબ્દમાં વર્ણન કરવું હોય,તો હું કહીશ ‘રાષ્ટ્ર પ્રથમ’ પરંતુ 2014 પછી દેશને એક નવું મોડેલ જોવા મળ્યું.આ નવું મોડેલ સંતોષ પર આધાર રાખે છે,તુષ્ટિકરણ પર નહીં તેવો કટાક્ષ પણ પીએમ મોદીએ કર્યો હતો.
हमारे देश में जब जब आरक्षण का विषय आया, उसे समस्या के समाधान के लिए सत्य को स्वीकार करने का काम नहीं हुआ। देश में विभाजन कैसे हो, तनाव कैसे पैदा हो, वही तरीके अपनाए गए। पहली बार हमारी सरकार ने एक ऐसा मॉडल दिया और सबके साथ, सबके विकास के मंत्र के साथ दिया। हमने सामान्य वर्ग के… pic.twitter.com/tr4dyYJl0C
— ANI_HindiNews (@AHindinews) February 6, 2025
વડાપ્રધાન મોદીએ કહ્યુ કે અમારી સરકારે SC અને ST કાયદાને મજબૂત બનાવીને દલિત અને આદિવાસી સમાજના સન્માન અને સુરક્ષા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા પણ દર્શાવી છેજ્યારે પણ આપણા દેશમાં અનામતનો મુદ્દો ઉભો થયો,ત્યારે સત્ય સ્વીકારવાથી સમસ્યાનો ઉકેલ આવ્યો નહીં.દેશને કેવી રીતે વિભાજીત કરવો,કેવી રીતે તણાવ પેદા કરવો,એ જ પદ્ધતિઓ અપનાવવામાં આવી.પહેલી વાર,અમારી સરકારે આવું મોડેલ આપ્યું અને બધા માટે વિકાસના મંત્ર સાથે આપ્યું.અમે સામાન્ય વર્ગના ગરીબોને 10 ટકા અનામત આપ્યું.આ નિર્ણયનું SC, ST અને OBC સમુદાયોએ સ્વાગત કર્યું છે.
बाबासाहेब को चुनाव में पराजित करने के लिए क्या क्या नहीं किया गया। कभी भी बाबासाहेब को भारत रत्न के योग्य नहीं समझा गया। इस देश के लोगों ने बाबासाहेब की भावना का आदर किया। आज मजबूरी में कांग्रेस को जय भीम बोलना पड़ रहा है: PM मोदी pic.twitter.com/m03EY2NR2H
— ANI_HindiNews (@AHindinews) February 6, 2025
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ચૂંટણીમાં બાબાસાહેબને હરાવવા માટે શું શું ન કરવામાં આવ્યું? બાબાસાહેબને ક્યારેય ભારત રત્ન માટે લાયક ગણવામાં આવ્યા ન હતા.આ દેશના લોકો બાબાસાહેબની ભાવનાનો આદર કરતા હતા.આજે કોંગ્રેસને જય ભીમ કહેવાની ફરજ પડી છે.વડાપ્રધામ મોદીએ કહ્યું કે કોંગ્રેસની રાજનીતિનો મંત્ર હંમેશા બીજાઓની રેખાઓ ટૂંકી કરવાનો રહ્યો છે.આના કારણે તેમણે સરકારોને અસ્થિર કરી.જો કોઈ પણ રાજકીય પક્ષે ક્યાંય પણ સરકાર બનાવી,તો તેને અસ્થિર કરવામાં આવી.તેમણે જે રસ્તો પસંદ કર્યો છે તેના કારણે, લોકસભા ચૂંટણી પછી જેઓ તેમની સાથે હતા તેઓ પણ ભાગી રહ્યા છે.