હેડલાઈન :
- RBI ની MPC બેઠક બાદ કરવામાં આવી મોટી જાહેરાત
- RBI ગવર્નર સંજય મલ્હોત્રાની નાણાકીય નિતીની જાહેરાત
- RBI એ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો
- 5 વર્ષમાં પ્રથમ વખત વ્યાજ દરમાં ઘટાડો જાહેર કર્યો
- રેપો રેટ 25 બેસિસ પોઇન્ટ ઘટાડીને 6.25 ટકા થયો
- ફેબ્રુઆરી 2023થી રેપો રેટ 6.5 ટકા પર સ્થિર રખાયો
- કોવિડ રોગચાળા દરમિયાન રેપો રેટ ઘટાડવામાં આવ્યો
ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટ અંગે મોટી જાહેરાત કરી છે.MPCની બેઠક બાદ RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ નાણાકીય નિતીની જાહેરાત કરતા રેપો રેટમાં ઘટાડાની જાહેરાત કરી છે.RBI એ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે.RBIની જાહેરત પછી હવે રેપો રેટ 25 બેસિસ પોઈન્ટ એટલે કે 0.25 ટકા ઘટાડીને 6.25 ટકા થયો છે.RBI એ પાંચ વર્ષ પછી વ્યાજદરમાં ઘટાડો કર્યો હતો.છેલ્લે કોવિડ રોગચાળા વખતે રેપો રેટમાં ઘટાડો કરાયો હતો.આ ઘટાડાથી ખાસ કરીને મધ્યમ વર્ગના લોકોન મળી છે.અને લોકોની ઘરના ઘરના આશા ફરી જીવંત બની છે.
– ફેબ્રુઆરી 2023 થી રેપો રેટ 6.5 ટકા પર સ્થિર રખાયો
નોંધનિય છે કે ફેબ્રુઆરી 2023 થી રેપો રેટ 6.5 ટકા પર સ્થિર રાખવામાં આવ્યો છે.2020 ની શરૂઆતમાં,કોવિડ રોગચાળા દરમિયાન રેપો રેટ ઘટાડવામાં આવ્યો હતો,પરંતુ તે પછી તેને ધીમે ધીમે 6.50 ટકા સુધી વધારવામાં આવ્યો હતો.વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત બાદ સામાન્ય માણસને હોમ લોન,કાર લોન,પર્સનલ લોનના EMIમાં રાહત મળી છે.
– ઘટાડા પછી EMI કેટલો થશે ?
દાખલા તરીકે જો કોઈએ 20 લાખ રૂપિયાની હોમ લોન લીધી હોય અને લોન પર વ્યાજ 8.5 ટકા હોય અને જો મુદત 20 વર્ષ માટે હોય,તો EMI 17,356 રૂપિયા હશે પરંતુ RBI દ્વારા વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટ અથવા 0.25 ટકાનો ઘટાડો કર્યા પછી લોનનો વ્યાજ દર 8.25 ટકા થઈ જશે.આ આધારે તેમણે 20 લાખ રૂપિયાની લોન પર માસિક EMI તરીકે માત્ર 17,041 રૂપિયા ચૂકવવા પડશે. એટલે કે દર મહિને 315 રૂપિયાની બચત થશે.
– 2020 થી રેપો રેટ 7 ગણો વધ્યો
બે વર્ષ સુધી દરોમાં કોઈ ફેરફાર નહીં રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તમામ મેક્રો અને ભૂ-રાજકીય પરિબળોને ધ્યાનમાં લેતા RBI દ્વારા નીતિગત વ્યાજ દરોમાં,ખાસ કરીને રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે.આનાથી સામાન્ય માણસને હોમ લોન,વાહન,પર્સનલ લોનના EMIમાં રાહત મળશે.
કોવિડ દરમિયાન સેન્ટ્રલ બેંકે છેલ્લે મે 2020 માં પોલિસી વ્યાજ દરોમાં ઘટાડો કર્યો હતો.પછી રેપો રેટ ઘટાડીને 4 ટકા કરવામાં આવ્યો.આ પછી રેપો રેટ 7 ગણો વધારવામાં આવ્યો જેના કારણે તે વધીને 6.5 ટકા થયો.ફેબ્રુઆરી 2023 પછી રેપો રેટમાં કોઈ ફેરફાર થયો નથી.
– અર્થવ્યવસ્થાને વેગ આપી શકાય
સરકાર હાલમાં મૂડી ખર્ચ ઘટાડીને સામાન્ય લોકોના હાથમાં પૈસા આપી રહી છે જેથી સ્થાનિક વપરાશમાં વધારો થવાની સાથે ધીમી પડી રહેલી અર્થવ્યવસ્થાને વેગ આપી શકાય.અસુરક્ષિત ધિરાણકર્તાઓ,વાહન-ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઓને આનો ફાયદો થશે.જોકે,બ્રોકરેજ ફર્મ માને છે કે દર ઘટાડાથી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓને નુકસાન થઈ શકે છે.દરમિયાન બ્રોકરેજ ફર્મ HSBC કહે છે કે પ્રવાહિતા, નિયમન અને નીતિના દૃષ્ટિકોણથી દરમાં ઘટાડો મહત્વપૂર્ણ છે.પ્રવાહિતા અને નિયમનમાં સરળતા બજાર માટે સકારાત્મક રહેશે.રેટ કટથી મોટા NBFC ને સૌથી વધુ ફાયદો થશે. જોકે,સરકારી બેંકોને વધારે ફાયદો થવાની અપેક્ષા નથી