હેડલાઈન :
- અયોધ્યા શ્રી રામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી કામેશ્વર ચૌપાલનું નિધન
- બિમાર રહેલા કામેશ્વર ચૌપાલે 68 વર્ષની વયે લીધા અંતિમશ્વાસ
- કામેશ્વરનું મૃત્યુ રાજધાની દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં થયું
- વનવાસી કલ્યાણ કેન્દ્ર,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સક્રિય રહ્યા
- વિશ્વ હિન્દુ પરિષદ,અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં પણ કાર્ય
- અયોધ્યા શ્રી રામ મંદિર ચળવળમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભૂતપૂર્વ MLC સભ્ય કામેશ્વર ચૌપાલનું નિધન થયું છે.મળતી માહિતી મુજબ, કામેશ્વરનું મૃત્યુ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં થયું હતું. તેઓ છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા.
કામેશ્વર ચૌપાલે રામ મંદિરના નિર્માણ માટે પહેલી ઈંટ મૂકી હતી.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ કામેશ્વર ચૌપાલને પ્રથમ કાર સેવકનો દરજ્જો આપ્યો હતો.1989 માં જ્યારે રામ મંદિર માટે પહેલી ‘રામ શિલા’ નાખવાની હતી,ત્યારે કામેશ્વર ચૌપાલને પસંદ કરવામાં આવ્યા કારણ કે તેઓ રામ મંદિર ચળવળમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા હતા.
વનવાસી કલ્યાણ કેન્દ્ર,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ,વિશ્વ હિન્દુ પરિષદ,અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જેવા રાષ્ટ્રવાદી સંગઠનો સાથે સહયોગમાં સામાજિક કાર્યમાં અગ્રણી ભૂમિકા ભજવનાર ચૌપાલે નવી દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી કામેશ્વર ચૌપાલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.તેમણે કહ્યું કે આજે આપણે એક સક્ષમ રાજકારણી અને સામાજિક કાર્યકર ગુમાવ્યા છે.કામેશ્વર ચૌપાલ કેટલાક દિવસોથી બીમાર હતા. કામેશ્વર ચૌહાણના નિધનથી શોકનું મોજું ફરી વળ્યું છે.
બિહાર રાજ્ય ભાજપે પણ બિહાર વિધાન પરિષદના ભૂતપૂર્વ સભ્ય કામેશ્વર ચૌપાલના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.ભાજપે તેના સત્તાવાર x હેન્ડલ પર પોસ્ટ કરીને શ્રદ્ધાંજલિ આપી. તેમાં કહેવામાં આવ્યું છે કે, રામ મંદિરની પહેલી ઈંટ મૂકનારા,ભૂતપૂર્વ વિધાનસભા પરિષદના સભ્ય,દલિત નેતા,શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના કાયમી સભ્ય અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંત પ્રમુખ કામેશ્વર ચૌપાલજીના નિધનના સમાચાર સમાજ માટે એક મોટું નુકસાન છે.તેમણે પોતાનું આખું જીવન ધાર્મિક અને સામાજિક કાર્યમાં સમર્પિત કર્યું અને તેઓ ભારત માતાના સાચા પુત્ર હતા.
– જીવનચરિત્ર
કામેશ્વર ચૌપાલનો જન્મ 24 એપ્રિલ, 1956 ના રોજ બિહારના તત્કાલીન સહરસા જિલ્લાના કમરાલ ગામમાં થયો હતો.તેમણે પોતાનું જીવન સામાજિક અને ધાર્મિક કાર્યમાં સમર્પિત કર્યું.
1991 માં, તેમણે વિશ્વ હિન્દુ પરિષદ છોડીને ભાજપના સભ્ય બન્યા.ચૌપાલે 1991માં ભારતીય જનતા પાર્ટીથી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી.1991માં તેમણે રોસેરા લોકસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડી.1995 અને 2000 માં બાખરી વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડ્યા.જોકે તેમને ચૂંટણીમાં સફળતા મળી ન હતી.7 મે,202 ના રોજ,કામેશ્વર ચૌપાલે બિહાર વિધાન પરિષદનું સભ્યપદ લીધું.તેઓ 2014 સુધી વિધાન પરિષદના સભ્ય રહ્યા હતા.
સૌજન્ય : હિન્દુસ્તાન સમાચાર