હેડલાઈન :
- અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી
- સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની બોમ્બથી ઉડાવાની ધમકી
- એરપાર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો પત્ર મળતા હડકંપ
- ઈન્ડિગો વિમાનની સફાઈ દરમિયાન એક ધમકીભર્યો પત્ર મળી આવ્યો
- ધમકીભર્યો પત્ર મળતા સુરક્ષા એજન્સિઓ સતર્ક તપાસ હાથ ધરી
- FSL ની મદદ લેવાઈ મુસાફરોને રોકી હસ્તાક્ષરના નમૂના લેવાયા
સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈન્ડિગો વિમાનની સફાઈ દરમિયાન એક ધમકીભર્યો પત્ર મળી આવતા ચકચાર મચી ગઈ છે.પત્રમાં એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.ધમકીભર્યો પત્ર મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ અને તપાસ શરૂ કરી દીધી.વિમાનના મુસાફરોને રોકીને તેમના હસ્તાક્ષરના નમૂના લેવામાં આવ્યા.
અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગોના વિમાનમાંથી ધમકીભર્યો પત્ર મળ્યો જેના કારણે હંગામો મચી ગયો
પત્રમાં એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.ધમકીભર્યો પત્ર મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ અને તપાસ શરૂ કરી દીધી.વિમાનના મુસાફરોને રોકીને તેમના હસ્તાક્ષરના નમૂના લેવામાં આવ્યા છે.
અમદાવાદ એરપોર્ટના સૂત્રો અનુસાર,સોમવારે સવારે 9.20 વાગ્યે જેદ્દાહથી અમદાવાદ પહોંચેલી ઇન્ડિગો ફ્લાઇટમાં બધા મુસાફરો ઉતર્યા પછી સફાઈ કરવામાં આવી રહી હતી.આ દરમિયાન,સફાઈ કર્મચારીને એક હાથથી લખાયેલ ધમકીભર્યો પત્ર મળ્યો.આની જાણ તાત્કાલિક એરપોર્ટ ઓથોરિટી અને પોલીસને કરવામાં આવી.પોલીસે તાત્કાલિક FSL ની મદદ લીધી.સુરક્ષા એજન્સીઓએ એરપોર્ટ પર તપાસ શરૂ કરી અને ફ્લાઇટમાંથી ઉતાર્યા પછી તમામ મુસાફરોના હસ્તાક્ષર અને લેખનના નમૂના લીધા.હસ્તાક્ષર લેવાની પ્રક્રિયાને કારણે મુસાફરો બપોરે 12 વાગ્યા સુધી એરપોર્ટ પર અટવાયેલા રહ્યા.
આ દરમિયાન CISF ના જવાનો પણ એરપોર્ટ પર સક્રિય થઈ ગયા.બોમ્બ સ્ક્વોડ સહિત વિવિધ તપાસ એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.અમદાવાદ ઝોન 4ના ડીસીપી કાનન દેસાઈએ જણાવ્યું હતું કે બોમ્બની ધમકી મળતાની સાથે જ પોલીસ તપાસ કરી રહી છે.ધમકી આપનાર વ્યક્તિની તપાસ ચાલી રહી છે.
સૌજન્ય : હિન્દુસ્તાન સમાચાર