હેડલાઈન :
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત
- વડાપ્રધાન મોદી વ્હાઇટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા
- રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદીને “અવર જર્ની ટુગેધર” પુસ્તક ભેટ આપ્યુ
- બંને રાષ્ટ્રના વડાઓએ વ્હાઇટ હાઉસ ખાતે સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધી
- પત્રકાર પરિષદમાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના હિત માટે ઘણી જાહેરાતો કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. તેઓ વ્હાઇટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા. આ દરમિયાન ટ્રમ્પે પીએમ મોદીને “અવર જર્ની ટુગેધર” પુસ્તક ભેટમાં આપ્યું.બંને રાષ્ટ્રના વડાઓએ ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સંમતિ સધાઈ.બંને નેતાઓએ સંયુક્ત પત્રકાર પરિષદમાં આ માહિતી આપી.ટ્રમ્પે ભારતના હિત માટે ઘણી જાહેરાતો કરી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું છે કે 2008માં થયેલા 26/11ના મુંબઈ હુમલાના કાવતરાખોરને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે.પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક રાણા હાલમાં લોસ એન્જલસના મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં બંધ છે.તેમણે કહ્યું કે,ભારત અને અમેરિકા આતંકવાદના ખતરાનો સામનો કરવા માટે સાથે મળીને કામ કરશે.તે જ સમયે પીએમ મોદીએ કહ્યું કે તહવ્વુર રાણા પર ભારતીય કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે.
– મોદી યાત્રાની સિદ્ધિઓ
1. બંને દેશો વચ્ચે વેપાર અને ટેકનોલોજી, સંરક્ષણ અને સુરક્ષા, ઊર્જા અને લોકો વચ્ચેના સંબંધો સહિતના વિવિધ મુદ્દાઓ પર ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય વાટાઘાટો.
2. અમેરિકા 2 અબજ ડોલરનો લશ્કરી પુરવઠો પૂરો પાડશે.ભારત માટે F-35 ફાઇટર જેટ મેળવવાનો માર્ગ મોકળો થયો છે.
3. બંને દેશો વચ્ચે ઉર્જા કરાર, અમેરિકા ભારતને તેલ અને ગેસનો મુખ્ય સપ્લાયર બનશે.
4. ભારત અને અમેરિકા કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદના ખતરાનો સંયુક્ત રીતે સામનો કરશે
5. અમેરિકા મુંબઈ 26/11 હુમલામાં સંડોવાયેલા તહવ્વુર રાણાને ભારતને સોંપશે.પ્રત્યાર્પણ મંજૂર
6. બંને દેશો મહત્વાકાંક્ષી ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર પર સાથે મળીને કામ કરશે
7. ટૂંક સમયમાં મોટા વેપાર સોદાઓની જાહેરાત શક્ય છે
ભારત અને અમેરિકા વચ્ચે ઉર્જા ક્ષેત્રમાં એક મોટો કરાર થયો છે.જેના કારણે અમેરિકા ભારતને તેલ અને ગેસનો મુખ્ય સપ્લાયર બનશે.પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં નાના મોડ્યુલર માટે સહયોગ પર એક કરાર થયો છે.તે જ સમયે, માળખાગત સુવિધાઓના ક્ષેત્રમાં રોકાણ વધારવામાં આવશે.આ સાથે બંને દેશોએ 20230 સુધીમાં દ્વિપક્ષીય વેપારને બમણાથી વધુ વધારીને $500 બિલિયન કરવાનો લક્ષ્યાંક પણ રાખ્યો છે.આ ઉપરાંત બંને દેશોએ AI સેમિકન્ડક્ટર,બાયોટેકનોલોજી અને ક્વોન્ટમમાં સાથે મળીને કામ કરવા સંમતિ આપી છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે બંને પક્ષો વૈશ્વિક ઇતિહાસમાં “સૌથી મહાન વેપાર માર્ગ” ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર બનાવવામાં મદદ કરવા માટે સાથે મળીને કામ કરવા સંમત થયા છે.