હેડલાઈન :
- 16 ફેબ્રુઆરીએ યોજાનાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રેલીને મળી મંજૂરી
- કોલકાતા હાઈકોર્ટ તરફથી પશ્ચ્મ બંગાળની મમતા સરકારને ઝટકો
- બોર્ડની પરીક્ષાઓનું કારણ આપીને રેલીને મંજૂરી આપવામાં આવી ન હતી
- કોલકાતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળની મમતા સરકારના વાંધાને ફગાવી દીધો
- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક ડો.મોહન ભાગવત હાલ બંગાળના પ્રવાસે
રવિવાર 16 ફેબ્રુઆરીના રોજ બર્ધમાનમાં એક રેલી યોજવાના છે,પરંતુ બંગાળ વહીવટીતંત્ર આ દિવસોમાં બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી હોવાથી સભા યોજવાની પરવાનગી આપી રહ્યું ન હતું.
મમતા સરકારને કોલકાતા હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે.કોર્ટે બંગાળ સરકારના વાંધાને ફગાવી દીધો છે. 16 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રેલી યોજાવાની હતી,પરંતુ બોર્ડની પરીક્ષાઓનું કારણ આપીને રેલીને મંજૂરી આપવામાં આવી ન હતી.જે બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે એ મમતા સરકાર વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી.આજે સુનાવણી દરમિયાન કોલકાતા હાઈકોર્ટે રા.સ્વયં.સંઘને રેલી યોજવાની પરવાનગી આપી છે.
નોંધનિય છે કે આ દિવસોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક ડો.મોહન ભાગવતપશ્ચિમ બંગાળના પ્રવાસે છે.બંગાળમાં ડો.મોહન ભાગવત સંગઠનને મજબૂત બનાવવા માટે લોકો સાથે વાત કરી રહ્યા છે.સર સંઘચાલક રવિવાર 16 ફેબ્રુઆરીના રોજ બર્ધમાનમાં એક રેલી યોજવાના છે,પરંતુ બંગાળ વહીવટીતંત્ર આ દિવસોમાં બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી હોવાથી સભા યોજવાની પરવાનગી આપી રહ્યું ન હતું.આવી સ્થિતિમાં લાઉડ સ્પીકરના અવાજને કારણે બાળકોને અભ્યાસમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.તેવો દાવો પણ કરવામાં આવ્યો હતો.