હેડલાઈન :
- પ્રયાગરાજ વિસ્તારમાં સર્જોયો ગોઝારો માર્ગ અકસ્માત
- રાત્રે બોલેરો ગાડી અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો
- ગોઝારી માર્દુગ ર્ઘટનામાં 10 લોકોના મૃત્યુ થયા
- પ્રયાગરાજના મિર્ઝાપિર વિસ્તારમાં સર્જાયો મોટો અકસ્માત
- પોલીસે કાર્યવાહી કરી ઈજોગ્રસ્તોને સારવાર માટે મોકલી આપ્યા
શુક્રવારે રાત્રે પ્રયાગરાજમાં એક મોટો અકસ્માત થયો અને પ્રયાગરાજ મહાકુંભમાં શ્રદ્ધાળુઓને લઈ જતી એક બોલેરો બસ સાથે અથડાઈ ગઈ.જેમાં 10 શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
શુક્રવારે મધ્યરાત્રી બાદ પ્રયાગરાજમાં એગોઝારો માર્ગ અકસ્માત થયો.પ્રયાગરાજના મેજા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મિર્ઝાપુર પ્રયાગરાજ મુખ્ય માર્ગ પર મનુ કે પુરા ગામ પાસે છત્તીસગઢથી શ્રદ્ધાળુઓને મહાકુંભ લઈ જતી એક બોલેરોએ કાબુ ગુમાવ્યો અને સામેથી આવતી બસ સાથે અથડાઈ ગઈ.આ અકસ્માતમાં બોલેરો સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ જવા પામી હતી અને તેમાં મુસાફરી કરી રહેલા 10 શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
ઘટનાની માહિતી મળતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે બોલેરોમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવા માટે JCB બોલાવી અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા.ઘટનાને કારણે ઘટનાસ્થળે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના ખૂબ જ દુઃખે છે એવું કહેવામાં આવ્યું હતું કે બોલેરો સાથે અથડાયેલી બસ પણ મહાકુંભથી પરત ફરી રહી હતી અને મધ્યપ્રદેશના ભક્તો તેમાં મુસાફરી કરી રહ્યા હતા.
उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ ने प्रयागराज जिले में हुई सड़क दुर्घटना का संज्ञान लिया और शोक संतप्त परिवारों के प्रति संवेदना व्यक्त की। उन्होंने अधिकारियों को तत्काल मौके पर पहुंचकर राहत कार्य में तेजी लाने के निर्देश दिए और जिला प्रशासन के अधिकारियों को घायलों का…
— ANI_HindiNews (@AHindinews) February 15, 2025
UP CMO અનુસાર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજ જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતની નોંધ લીધી અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્ય ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘાયલોને યોગ્ય સારવાર આપવાનો પણ નિર્દેશ આપ્યો. તેમણે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પણ પ્રાર્થના કરી
राष्ट्रपति द्रौपदी मुर्मू ने ट्वीट किया, "उत्तर प्रदेश के प्रयागराज में मिर्जापुर हाईवे पर हुई सड़क दुर्घटना में कई लोगों की मृत्यु का समाचार अत्यंत दुखद है। मृतकों के परिवारजनों के प्रति मैं शोक संवेदना व्यक्त करती हूं। मैं घायल हुए सभी लोगों के शीघ्र स्वस्थ होने की कामना करती… pic.twitter.com/QXPE0YPEB7
— ANI_HindiNews (@AHindinews) February 15, 2025
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટ્વીટ કર્યું,કે “ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મિર્ઝાપુર હાઇવે પર માર્ગ અકસ્માતમાં ઘણા લોકોના મોતના સમાચાર ખૂબ જ દુઃખદ છે.હું મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.હું ઘાયલ થયેલા તમામ લોકોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરું છું.”
પ્રયાગરાજમાં બનેલી આ મોટી ઘટનાએ લોકોને ચોંકાવી દીધા.સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે બોલેરો ચાલકને ઊંઘ આવી જવાથી આ ઘટના બની હતી અને એક જ ક્ષણમાં દસ લોકોએ જીવ ગુમાવ્યા હતા.