હેડલાઈન :
- કોંગ્રેસ નેતા સેમ પિત્રોડા ફરી એકવાર વિવિદમાં ઘેરાયા
- પિત્રોડાનું ભારત-ચીન સંબંધો પર વિવાદાસ્પદ નિવેદન
- કોંગ્રેસના વિદેશી એકમના વડા રહ્યા છે સેમ પિત્રોડા
- સેમ પિત્રોડાએ કહ્યું હતું કે ચીન આપણો દુશ્મન નથી
- સેમ પિત્રોડાના નિવેદવથી રાજકારણમાં ગરમાવો
- ચીને દુશ્મન માનવાનું બંધ કરવા પિત્રોડાનું સરકારને સૂચન
- સેમ પિત્રોડાનના નિવેદન પર ભાજપે કર્યો વળતો પ્રહાર
કોંગ્રેસના વિદેશી એકમના વડા સેમ પિત્રોડા હંમેશા પોતાના નિવેદનોને કારણે સમાચારમાં રહે છે.તેમણે ફરી એકવાર એવું નિવેદન આપ્યું છે જેના કારણે દેશનું રાજકારણ ગરમાયું છે.
સેમ પિત્રોડાએ કહ્યું હતું કે ચીન આપણો દુશ્મન નથી. તેમણે કહ્યું કે ચીન તરફથી ખતરો હંમેશા અતિશયોક્તિપૂર્ણ હોય છે.પિત્રોડાએ સરકારને સૂચન કર્યું કે ભારતે ચીનને દુશ્મન માનવાનું બંધ કરવું જોઈએ.
તેમણે એમ પણ કહ્યું કે હવે સમય આવી ગયો છે કે દેશોએ એકબીજાને સહયોગ કરવો જોઈએ અને અથડામણ નહીં.આપણે આ માનસિકતા બદલવાની જરૂર છે અને એવું માનવાનું બંધ કરવાની જરૂર છે કે ચીન પહેલા દિવસથી જ દુશ્મન રહ્યું છે.કોંગ્રેસ નેતાનો જવાબ એ પ્રશ્ન પર આવ્યો કે શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનના ખતરાઓને નિયંત્રિત કરી શકશે.
– ભાજપનો વળતો પ્રહાર
સેમ પિત્રોડાના આ નિવેદન પર,ભાજપે કોંગ્રેસ પર ચીન પ્રત્યે ખાસ ઝુકાવ રાખવાનો આરોપ લગાવ્યો છે અને ચીન પ્રત્યે કોંગ્રેસના વલણનું મૂળ 2008 માં કોંગ્રેસ અને ચીની કમ્યુનિસ્ટ પાર્ટી વચ્ચે થયેલા કરારમાં છે.
#WATCH | Delhi | On Congress Overseas Chief Sam Pitroda's statement, BJP leader Ajay Alok says, "…Sam Pitroda is the mentor of Rahul Gandhi…Rahul Gandhi has also signed a secret treaty with the People's Liberation Party of China. Rajiv Gandhi had taken funds from China.… pic.twitter.com/s5M7AfjILW
— ANI (@ANI) February 17, 2025
ભાજપ નેતા અજય આલોકે કહ્યું કે સેમ પિત્રોડા રાહુલ ગાંધીના ગુરુ છે.રાહુલ ગાંધીએ ચીનની પીપલ્સ લિબરેશન પાર્ટી સાથે પણ ગુપ્ત સંધિ કરી છે.રાજીવ ગાંધીએ ચીન પાસેથી ભંડોળ લીધું હતું.જવાહરલાલ નહેરુએ અક્સાઈ ચીન અને યુએનએસસીમાં ભારતની બેઠક ચીનને આપી.કોંગ્રેસ અને ચીન વચ્ચેની મિત્રતા ખૂબ જૂની છે.
#WATCH | दिल्ली: कांग्रेस नेता सैम पित्रोदा की टिप्पणी पर भाजपा नेता सुधांशु त्रिवेदी ने कहा, "…कांग्रेस पार्टी के चीन के साथ हुए करार का इजहार सैम पित्रोदा ने दिन दहाड़े कर दिया है… गंभीर बात ये है कि जिस प्रकार की बात सैम पित्रोदा ने कही है वह भारत की अस्मिता, कूटनीति और… pic.twitter.com/3GLnoXrY74
— ANI_HindiNews (@AHindinews) February 17, 2025
કોંગ્રેસના નેતા સેમ પિત્રોડાની ટિપ્પણી પર ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું, “સેમ પિત્રોડાએ ચીન સાથે કોંગ્રેસ પાર્ટીના કરારનો ખુલ્લેઆમ ખુલાસો કર્યો છે.ગંભીર વાત એ છે કે સેમ પિત્રોડાએ જે પ્રકારની વાત કહી છે તે ભારતની ઓળખ,રાજદ્વારી અને સાર્વભૌમત્વ માટે ખૂબ જ ઊંડો પ્રહાર છે.રાહુલ ગાંધીએ વિદેશમાં પણ આવા જ ઘણા નિવેદનો આપ્યા છે.થોડા સમય પહેલા,તેમના વિદેશ પ્રવાસમાં,તેમણે કહ્યું હતું કે ચીને બેરોજગારીની સમસ્યા ખૂબ જ સારી રીતે હલ કરી છે.ગલવાનમાં આપણા 20 સૈનિકો શહીદ થયા અને તે પછી તમારા નેતા આવી ભાષા બોલે છે, તો તે નિંદનીય છે.”
આ પહેલી વાર નથી જ્યારે સેમ પિત્રોડાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હોય.અગાઉ પણ તેમણે ભારતમાં વારસા કરની હિમાયત કરી હતી અને રામ મંદિર પર વાંધાજનક ટિપ્પણી કરી હતી.આ ઉપરાંત બાલાકોટ એર સ્ટ્રાઈક પર પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.