હેડલાઈન :
- મુખ્યમંત્રી મમતા બેનર્જીનું વિવાદિત નિવેદન
- મહાકુંભ પર મમતા બેનર્જીનું વિવાદાસ્પદ નિવેદન
- CM મમતા બેનર્જીએ મહાકુંભને મૃત્યુકુંભ ગણાવ્યો
- મમતા બેનર્જીએ વિધાનસભામાં આપ્યુ વિવાદિતનિવેદન
- મમતા બેનર્જીના નિવેદનથી આવ્યો રાજકીય ગરમાવો
- તમે કોઈ ચોકક્સ ધર્મને વેચી રહ્યા છો : મમતા બેનર્જી
- આ પહેલા લાલુ યાદવે મહાકુંભને ફાલતુ ગણાવ્યો હતો
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મહાકુંભને લઈને એવું નિવેદન આપ્યું છે.જેનાથી દેશના રાજકારણમાં ગરમાવો આવી શકે છે.મમતા બેનર્જીએ વિધાનસભામાં મહાકુંભ અંગે આ નિવેદન આપ્યું છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિધાનસભામાં મહાકુંભ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.મમતા બેનર્જીએ મહાકુંભને મૃત્યુયુભ (કુંભ) કહ્યું.મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે મહાકુંભમાં VIP લોકોને ખાસ સુવિધાઓ મળી રહી છે,જ્યારે સામાન્ય લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.આ મેગા ઇવેન્ટનું આયોજન યોગ્ય રીતે કરવામાં આવ્યું ન હતું.મમતાએ વધુમાં કહ્યું કે હું મહાકુંભનું સન્માન કરું છ,હું પવિત્ર માતા ગંગાનું સન્માન કરું છું.પણ કોઈ યોજના નથી.કેટલા લોકો સ્વસ્થ મળ્યા છે? શ્રીમંત, VIP લોકો માટે 1 લાખ રૂપિયા સુધીના કેમ્પ મેળવવાની જોગવાઈ છે.કુંભમાં ગરીબો માટે કોઈ વ્યવસ્થા નથી.મેળામાં ભાગદોડ સામાન્ય છે પણ વ્યવસ્થા કરવી મહત્વપૂર્ણ છે.તમે શું આયોજન કર્યું છે?
कोलकाता, पश्चिम बंगाल : राज्यपाल सीवी आनंद बोस के भाषण पर राज्य विधानसभा में मुख्यमंत्री ममता बनर्जी ने कहा, "भारत में कई राज्य हैं। वहां भी डबल इंजन वाली सरकार है। लेकिन पश्चिम बंगाल में हमने विपक्ष को बोलने के लिए 50% समय दिया है। उन्होंने सदन में कागज फेंके हैं…भाजपा,… pic.twitter.com/gh9RFSq24f
— ANI_HindiNews (@AHindinews) February 18, 2025
મમતાએ એમ પણ કહ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અર્થ સાંપ્રદાયિકતા વિશે બોલવું કે કોઈપણ ધર્મ વિરુદ્ધ ઉશ્કેરણી કરવી નથી.તમે કોઈ ચોક્કસ ધર્મ વેચી રહ્યા છો.પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી.વી.આનંદ બોઝના રાજ્ય વિધાનસભામાં ભાષણ પર પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે ભારતમાં ઘણા રાજ્યો છે.ત્યાં પણ ડબલ એન્જિન સરકાર છે.પરંતુ પશ્ચિમ બંગાળમાં અમે વિપક્ષને બોલવા માટે 50 ટકા સમય આપ્યો છે.તેમણે ગૃહમાં કાગળો ફેંક્યા છે.ભાજપ,કોંગ્રેસ અને CPI(M) મારી વિરુદ્ધ એક થયા છે.તેમણે મને મારું ભાષણ આપવા ન દીધું.
कोलकाता: पश्चिम बंगाल की मुख्यमंत्री ममता बनर्जी ने राज्य विधानसभा में कहा, "अभिव्यक्ति की स्वतंत्रता का मतलब सांप्रदायिकता के बारे में बोलना या किसी धर्म के खिलाफ भड़काना नहीं है। आप एक विशेष धर्म को बेच रहे हैं।" pic.twitter.com/KP3CsI1tYI
— ANI_HindiNews (@AHindinews) February 18, 2025
વિધાનસભામાં, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે ભાજપ પોતાના રાજકીય હિતો માટે ધર્મનો ઉપયોગ કરી રહી છે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગૃહમાં દાવો કર્યો હતો કે ભાજપના ધારાસભ્યો અફવા ફેલાવી રહ્યા છે કે તેમને બંગાળ વિધાનસભામાં બોલવાની મંજૂરી નથી.હું વડાપ્રધાન મોદીને ફરિયાદ કરીશ કે તેમના ધારાસભ્યો મારા પર બાંગ્લાદેશી કટ્ટરપંથીઓ સાથે સાંઠગાંઠનો આરોપ લગાવી રહ્યા છે.જો ભાજપ સાબિત કરે કે મારા બાંગ્લાદેશી કટ્ટરપંથીઓ સાથે સંબંધો છે,તો હું રાજીનામું આપીશ.
નોંધનિય છે કે મહાકુંભ મેળામાં થયેલ ભાગદોડ મામલે વિપક્ષના નેતાઓ રાજકીય નિવેદન બાજી કરી રહ્યા છે.જેમાં આ પહેલા RJD સુપ્રિમો લાલુ પ્રસાદ યાદવે મહાકુંભને ફાલતુ ગણાવ્યો હતો.તેને લઈ રાજકીય ક્ષેત્રે તેમની ભારે ટીકા થઈ હતી.અને હવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને TMC નેતા મમતા બેનર્જીએ મહાકુંભને ‘ મૃત્યુકુંભ ‘ગણાવીને વિવાદનો મધપુડો છેડ્યો છે.ત્યારે ભાજપ અને સાધુ -સંતો આ અંગે કેવી પ્રતિક્રિયા આપશે તેના પર સૌની નજર રહેશે પરંતુ એક ધાર્મિક મહાસંગમને આ રીતો શબ્દોમાં ચીતરી રાજકીય નેતાઓ લોકોને શું સંદેશ આપવા માગે છે તે સમજાય તેમ નથી.કારણ કે લાખો-કરોડો શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર એવા મહાકુંભ માટે સ્સ્તી પ્રસિદ્ધિ માટે આ પ્રકારના અણઘટ નિવેદનો લોકોને કેવી ઠેસ પહોંચાડસે તેનો વિચાર આવા રાજનેતાઓએ કરવો જોઈએ.
SORCE : NBT