હેડલાઈન :
- દિલ્હીના રામલીલા મેદાન ખાતે યોજાયો CM નો શપથ સમારોહ
- દિલ્હીના મુખ્યમંત્રી તરીકે ભાજપના રેખા ગુપ્તાએ લીધા શપથ
- CM રેખા ગુપ્તા સાથે 6 મંત્રીઓએ પણ હોદ્દા અને ગુપ્તતાના લીધા શપથ
- દિલ્હીના LG વી.કે.સક્સેનાએ લેવડાવ્યા હોદ્દા અને ગુપ્તતાના શપથ
- શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા
- ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા શપથ સમારોહમા હાજર રહ્યા
- NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ શપથ સમારોડમાં જોડાયા
દિલ્હીની નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી તરીકે મહિલા મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ રામ લીલા મેદાન ખાતે શપથ લીધા તેમની સાથે છ મંત્રીઓએ પણ પદ અને ગુપ્તતાના શપથ લીધા દિલ્હીના ઉપ રાજ્યપાલ વી.કેસક્સેનાઓ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.આ મંત્રીઓની યાદીમાં પ્રવેશ વર્મા અને આશિષ સૂદ સહિત 6 નેતાઓના નામ શામેલ છે જેઓ મુખ્યમંત્રી પદની રેસમાં હતા.
#WATCH रेखा गुप्ता ने दिल्ली की मुख्यमंत्री के रूप में शपथ ली। pic.twitter.com/1mEkV7DjyL
— ANI_HindiNews (@AHindinews) February 20, 2025
રામલીલા મેદાન ખાતે શપથવિધિ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી,કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ,રક્ષામંત્રી રાજનાથ સિંહ,ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સહિત કેન્દ્રીય મંત્રી મંડળના સભ્યો,ભાજપના વરિષ્ઠ નેતાઓ અને NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
#WATCH दिल्ली: प्रधानमंत्री मोदी रामलीला मैदान में आयोजित दिल्ली की मनोनीत मुख्यमंत्री रेखा गुप्ता और उनकी कैबिनेट के शपथ ग्रहण समारोह में पहुंचे। pic.twitter.com/4X1frIdO0U
— ANI_HindiNews (@AHindinews) February 20, 2025
દિલ્હીમાં રેખા ગુપ્તાને ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા.દિલ્હીની નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રીની સાથે છ મંત્રીઓ પણ પદ અને ગુપ્તતાના શપથ લાધા હતા.આ છ મંત્રીઓમાં પ્રવેશ વર્મા અને આશિષ સૂદના નામનો સમાવેશ થાય છે,જેઓ મુખ્યમંત્રી પદની રેસમાં હતા,તેમની સાથે મનજિન્દર સિંહ સિરસા,કપિલ મિશ્રા,પંકજ સિંહ અને રવિન્દ્ર રાજ પણ સામેલ છે.
દિલ્હી સરકારમાં મંત્રી તરીકે શપથ લેનારા પ્રવેશ વર્મા જ દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સાહિબ સિંહ વર્માના પુત્ર પ્રવેશ વર્મા,ભાજપના મોટા ચહેરાઓમાંના એક છે જે ચૂંટણીમાં દિલ્હી વિધાનસભામાં પહોંચ્યા હતા.તેઓ નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને મુખ્યમંત્રી પદના ઉમેદવાર અરવિંદ કેજરીવાલને હરાવીને વિધાનસભા પહોંચ્યા.અરવિંદ કેજરીવાલને હરાવીને વિધાનસભામાં પહોંચ્યા બાદ, પ્રવેશને મુખ્યમંત્રી પદ માટે મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા હતા.હવે તેઓ રેખા ગુપ્તા કેબિનેટમાં મંત્રી બનવા જઈ રહ્યા છે.
#WATCH प्रवेश साहिब सिंह ने दिल्ली सरकार में मंत्री के रूप में शपथ ली। pic.twitter.com/exizmhp5XS
— ANI_HindiNews (@AHindinews) February 20, 2025
– પ્રવેશ વર્મા
47 વર્ષીય પ્રવેશ વર્મા જાટ જાતિના છે.પ્રવેશ વર્મા નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલને 4089 મતોના માર્જિનથી હરાવીને દિલ્હી વિધાનસભામાં પહોંચ્યા છે.પ્રવેશ વર્મા પહેલી વાર 2013ની દિલ્હી ચૂંટણીમાં મહેરૌલી બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.ત્યારે પ્રવેશ વર્માએ તેમના નજીકના હરીફ આમ આદમી પાર્ટીના નરિન્દર સિંહ સેજવાલને 4564 મતોના માર્જિનથી હરાવ્યા હતા.પરવેશ વર્મા 2014 અને 2019 ની સામાન્ય ચૂંટણીમાં દક્ષિણ દિલ્હી બેઠક પરથી સાંસદ પણ હતા.2014 માં પ્રવેશ વર્મા 2 લાખ 67 હજારથી વધુ મતોના માર્જિનથી જીત્યા હતા,જ્યારે 2019 માં તેમનો વિજય માર્જિન 5 લાખ 78 હજારથી વધુ મતોનો હતો.
પ્રવેશ વર્માએ દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યા પછી MBA કર્યું.તેમની પત્ની સ્વાતિ સિંહ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને મધ્યપ્રદેશ ભાજપના વરિષ્ઠ નેતા વિક્રમ વર્માની પુત્રી છે.પ્રવેશ વર્મા બાળપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા છે અને કેશવપુરમના શાખા પ્રમુખ પણ રહી ચૂક્યા છે.ભાજપમાંથી રાજકીય સફર શરૂ કરનાર પ્રવેશ વર્મા ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય પણ રહી ચૂક્યા છે. લઘુમતીઓ અંગેના તેમના નિવેદનોને કારણે પણ તેઓ વિવાદોમાં રહ્યા હતા.
#WATCH दिल्ली: भाजपा नेता मनजिंदर सिंह सिरसा ने दिल्ली सरकार के मंत्री के रूप में शपथ ली। pic.twitter.com/RorMifvLie
— ANI_HindiNews (@AHindinews) February 20, 2025
– મનજિંદર સિંહ સિરસા
ભાજપના રાષ્ટ્રીય સચિવ મનજિંદર સિંહ સિરસા રાજૌરી ગાર્ડન વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ધનવતી ચંદેલાને 18190 મતોથી હરાવીને ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.દિલ્હીના અગ્રણી શીખ નેતાઓમાંના એક ગણાતા સિરસા શિરોમણી અકાલી દળમાં હતા અને દિલ્હી શીખ ગુરુદ્વારા સમિતિના પ્રમુખ પણ હતા.સિરસા 2013 અને 2015ની દિલ્હી ચૂંટણીમાં રાજૌરી ગાર્ડન બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા પરંતુ 2020માં તેમનો પરાજય થયો હતો. સિરસા 2021માં ભાજપમાં જોડાયા હતા.એક સમયે બાદલ પરિવારના નજીકના ગણાતા સિરસા પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલના રાજકીય સલાહકાર તરીકે પણ કામ કરી ચૂક્યા છે.
પંજાબ અને રાજસ્થાનની સરહદ પર આવેલા સિરસાથી મનજિંદર સિંહ સિરસા 1991માં દિલ્હી આવ્યા હતા અને 2007માં ભાજપ અને શિરોમણી અકાલી દળના સંયુક્ત ઉમેદવાર તરીકે એમસીડી ચૂંટણીમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તેઓ પંજાબી બાગ વોર્ડમાંથી કાઉન્સિલર તરીકે ચૂંટાયા. સિરસાએ દિલ્હી યુનિવર્સિટીની શ્રી ગુરુ તેગ બહાદુર ખાલસા કોલેજમાંથી બીએ (ઓનર્સ) માં પ્રવેશ મેળવ્યો. જોકે, તેમણે પોતાનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો અને રિયલ એસ્ટેટના વ્યવસાયમાં પ્રવેશ કર્યો.
#WATCH भाजपा के रविन्द्र इंद्राज सिंह ने मुख्यमंत्री रेखा गुप्ता के नेतृत्व वाली दिल्ली सरकार में मंत्री पद की शपथ ली। pic.twitter.com/hFGCaovjZr
— ANI_HindiNews (@AHindinews) February 20, 2025
– રવિન્દ્ર રાજ
બવાના વિધાનસભા બેઠકના ધારાસભ્ય રવિન્દ્ર રાજ,દિલ્હીના નવા રેખા ગુપ્તા મંત્રીમંડળમાં દલિત ચહેરો હશે.ભાજપ એસસી મોરચાના રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય રવિન્દ્રએ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના જય ભગવાન ઉપકારને મોટા માર્જિનથી હરાવ્યા હતા. દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલા 50 વર્ષીય રવિન્દ્ર રાજ વ્યવસાયે એક ઉદ્યોગપતિ છે.
#WATCH भाजपा के कपिल मिश्रा ने मुख्यमंत्री रेखा गुप्ता के नेतृत्व वाली दिल्ली सरकार में मंत्री पद की शपथ ली। pic.twitter.com/AYupXpWG4M
— ANI_HindiNews (@AHindinews) February 20, 2025
– કપિલ મિશ્રા
કપિલ મિશ્રા આમ આદમી પાર્ટીના મનોજ કુમાર ત્યાગીને હરાવીને કરાવલ નગર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.2015 માં આમ આદમી પાર્ટીની પ્રચંડ જીત બાદ,તેમને અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની સરકારમાં પાણી અને પર્યટન મંત્રી બનાવવામાં આવ્યા.વર્ષ 2017માં કપિલ મિશ્રાને કેજરીવાલ કેબિનેટ અને આમ આદમી પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.કપિલ 2019 માં ભાજપમાં જોડાયા અને 2020 ની દિલ્હી ચૂંટણી મોડેલ ટાઉન બેઠક પરથી લડ્યા પરંતુ તે સમયે તેમનો પરાજય થયો.
#WATCH भाजपा के आशीष सूद ने सीएम रेखा गुप्ता के नेतृत्व वाली दिल्ली सरकार में मंत्री के रूप में शपथ ली। pic.twitter.com/dcacYlklVM
— ANI_HindiNews (@AHindinews) February 20, 2025
– આશિષ સૂદ
આશિષ સૂદ દિલ્હી ભાજપના વરિષ્ઠ નેતા અને મોટા પંજાબી ચહેરો છે.લાંબા સમયથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપ સાથે જોડાયેલા આશિષ સૂદ જનકપુરી વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે.દિલ્હી ભાજપમાં અનેક મહત્વપૂર્ણ પદો પર રહી ચૂકેલા આશિષ સૂદ ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય મહાસચિવ અને ઉપપ્રમુખ અને દિલ્હી ભાજપના સચિવ રહી ચૂક્યા છે. દક્ષિણ એમસીડીમાં ગૃહના નેતા હોવા ઉપરાંત, તેઓ ગોવા અને જમ્મુ અને કાશ્મીરમાં પાર્ટીના સહ-પ્રભારી પણ રહી ચૂક્યા છે.તેમની ગણતરી ભાજપ પ્રમુખ જે.પી.નડ્ડા અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના નજીકના સહયોગીઓમાં થાય છે.આશિષ સૂદે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદથી પોતાની રાજકીય સફર શરૂ કરી હતી.
– પંકજ સિંહ
દિલ્હી ભાજપના પૂર્વીય ચહેરા પંકજ સિંહ વિકાસપુરી વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે.વ્યવસાયે દંત ચિકિત્સક પંકજ સિંહે 1998 માં બિહારના મગધ રાજ્યમાં ચૂંટણી પ્રચારમાં ભાગ લીધો હતો.