હેડલાઈન :
- દિલ્હીની ભાજપ સરકાર પહેલા દિવસથી જ એક્શનમાં
- દિલ્હીની રેખા ગુપ્તા સરકારની પ્રથમ કેબિનેટ બેઠક મળી
- પહેલી કેબિનેટ બેઠકમાં રાજ્યમાં આયુષ્યમાન યોજના લાગુ
- કેબિનેટમાં સર્વાનુમતે આયુષ્યમાન યોજના લાગુ કરવા મંજૂરી
- દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશીના ભાજપ સરકાર સામે સવાલ
- આતિશીએ કહ્યુ ભાજપ સરકારે પહેલા દિવસથી જ વાયદા તોડ્યો
- પ્રથમ કેબિનેટમાં દિલ્હીની મહિલાઓ માટેનો વાયદો તોડ્યાનો આરોપ
- કેબિનેટમાં મહિલાઓ માટે રૂ.2500ની જાહેરાત ન થયાની કરી વાત
દિલ્હીમાં સરકાર બનતા જ ભજપ સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે.શપથ લીધા બાદ સાંજે જ મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કેબિનેચ બેઠક યોજી જેમાં સર્વાનુમતે આયુષ્યમાન યોજના લાગુ કરી હતી.
#WATCH दिल्ली: कैबिनेट बैठक पर दिल्ली की मुख्यमंत्री रेखा गुप्ता ने कहा, "बैठक में हमने दो मुख्यता एजेंडे पर बात किया और उसे पास किया। पहला- दिल्ली में आयुष्मान योजना को हमने सर्वसम्मति से पारित किया है। दिल्ली में 5 लाख का टॉपअप दिल्ली सरकार देगी और 5 लाख केंद्र सरकार देगी। जो… https://t.co/grV7c0MSDO pic.twitter.com/dM6tNDtQat
— ANI_HindiNews (@AHindinews) February 20, 2025
કેબિનેટ બેઠક અંગે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું,”બેઠકમાં અમે બે મુખ્ય એજન્ડા પર ચર્ચા કરી અને તેને પસાર કરી દીધો. પહેલું,અમે દિલ્હીમાં આયુષ્માન યોજના સર્વાનુમતે પસાર કરી છે.દિલ્હી સરકાર 5 લાખનું ટોપ-અપ આપશે અને કેન્દ્ર સરકાર 5 લાખ આપશે.જેનો અમલ ટૂંક સમયમાં કરવામાં આવશે.બીજું 14 CAG રિપોર્ટ પેન્ડિંગ છે.તે રિપોર્ટ પહેલા ગૃહમાં રજૂ કરવામાં આવશે.”
#WATCH दिल्ली की मुख्यमंत्री रेखा गुप्ता ने कहा, "मैं सामान्य प्रशासन, सेवा, वित्त, राजस्व, महिला एवं बाल विकास, भूमि एवं भवन, सूचना एवं जनसंपर्क, सतर्कता, योजना तथा अन्य विभागों का कार्यभार संभालूंगी, जो किसी अन्य मंत्री को आवंटित नहीं हैं।" pic.twitter.com/nIq1sdUkNh
— ANI_HindiNews (@AHindinews) February 20, 2025
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું, “હું સામાન્ય વહીવટ,સેવાઓ,નાણાં, મહેસૂલ, મહિલા અને બાળ વિકાસ, જમીન અને મકાન,માહિતી અને જનસંપર્ક,તકેદારી,આયોજન અને અન્ય વિભાગોનો હવાલો સંભાળીશ જે અન્ય કોઈ મંત્રીને ફાળવવામાં આવ્યા નથી.”
#WATCH दिल्ली: दिल्ली मंत्री मनजिंदर सिंह सिरसा ने कहा,"पीएम मोदी ने वादा किया था हम पहली कैबिनेट बैठक में इसे(आयुष्मान योजना )पास करेंगे। आज कैबिनेट ने आयुष्मान योजना को मंजूरी दे दी है। इसके साथ ही 14 सीएजी रिपोर्ट को पेश किया जाएगा…अब बहुत से चीज़ों का सच सामने आएगा।" pic.twitter.com/gEyOhaUvzh
— ANI_HindiNews (@AHindinews) February 20, 2025
દિલ્હીના મંત્રી મનજિન્દર સિંહ સિરસાએ કહ્યું,”પીએમ મોદીએ વચન આપ્યું હતું કે અમે પહેલી કેબિનેટ બેઠકમાં તેને આયુષ્માન યોજના પસાર કરીશું.આજે કેબિનેટે આયુષ્માન યોજનાને મંજૂરી આપી છે.આ સાથે 14 CAG રિપોર્ટ રજૂ કરવામાં આવશે. હવે ઘણી બાબતોનું સત્ય બહાર આવશે.”
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું, “અમે જનતાને આપેલા બધા વચનો પૂરા કરવામાં આવશે.અમે પહેલી કેબિનેટ બેઠકમાં આયુષ્માન યોજનાને મંજૂરી આપી છે અને તેને આગળની પ્રક્રિયા માટે આગળ ધપાવી દીધી છે..”
#WATCH दिल्ली कैबिनेट मीटिंग पर दिल्ली की पूर्व सीएम और AAP नेता आतिशी ने कहा,"बीजेपी ने दिल्ली की महिलाओं से वादा किया था कि पहली कैबिनेट मीटिंग में ही दिल्ली की महिलाओं को 2500 रुपये देने वाली योजना को पास करेंगे। आज नई सीएम रेखा गुप्ता और उनके कैबिनेट मंत्रियों ने शपथ ली। शाम… pic.twitter.com/KAc5jY0iic
— ANI_HindiNews (@AHindinews) February 20, 2025
જો કે દિલ્હી કેબિનેટ બેઠક અંગે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને AAP નેતા આતિશીએ કહ્યું,”ભાજપે દિલ્હીની મહિલાઓને વચન આપ્યું હતું કે પહેલી કેબિનેટ બેઠકમાં જ દિલ્હીની મહિલાઓને 2500 રૂપિયા આપવાની યોજના પસાર કરવામાં આવશે.આજે નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને તેમના કેબિનેટ મંત્રીઓએ શપથ લીધા. પહેલી કેબિનેટ બેઠક સાંજે 7 વાગ્યે યોજાઈ હતી.દિલ્હીની બધી મહિલાઓને આશા હતી કે આ યોજના પસાર થશે.પહેલા જ દિવસે ભાજપે પોતાના વચનો તોડવાનું શરૂ કર્યું અને જનતાને છેતરવાનું શરૂ કર્યું.આ યોજના બેઠકમાં પસાર થઈ ન હતી.”
#WATCH दिल्ली की मुख्यमंत्री रेखा गुप्ता ने कहा, "हमने जो जनता से वादा किया था वो सभी वादे पूरे किए जाएंगे। हमने पहली कैबिनेट बैठक में आयुष्मान योजना को मंजूरी देकर उसे आगे की प्रक्रिया के लिए कर दिया है.."
दिल्ली की पूर्व सीएम आतिशी के भाजपा के दिल्ली में महिलाओं को 2500 रुपए… pic.twitter.com/AI8blMOxYY
— ANI_HindiNews (@AHindinews) February 20, 2025
આતિશીના નિવેદન અંગે મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ વળતો જવાબ આપ્યો હતો. તેમણે દિલ્હીમાં મહિલાઓને 2500 રૂપિયા આપવાના ભાજપના વચન અંગે દિલ્હીના ભૂતપૂર્વ સીએમ આતિશીના નિવેદન પર તેમણે કહ્યું,”આ અમારી સરકાર છે તેથી એજન્ડા અમારો રહેશે.તો અમને કામ કરવા દો.તમારે અમને બધું કહેવાની જરૂર નથી, જ્યારે તમે પદ પર હતા ત્યારે તમે તે કર્યું હતું.”
આમ પહેલા જ દિવસે દિલ્હીની રેખા સરકાર એક્શનમાં આવી છે તો સામે વિપક્ષ આપ પણ મોરચો માંડવા તૈયાર છે.ત્યારે આગામી પાંચ વર્ષ ભાજપની સરકાર સામે પડકાર રૂપ હશે તેવા એંધાણ અત્યારથી જ જેવા મળી રહ્યા છે.