હેડલાઈન :
- દિલ્હીની ભાજપ સરકાર પહેલા દિવસથી જ એક્શનમાં
- દિલ્હીની રેખા ગુપ્તા સરકારની પ્રથમ કેબિનેટ બેઠક મળી
- દિલ્હીની ભાજપ સરકારના મંત્રીઓને વિભાગોની ફાળવણી
- દિલ્હીની ભાજપ સરકારના 6 મંત્રીઓમાં વિભાગોની વહેંચણી
- મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મુખ્યમંત્રાલય પોતાની પાસે રાખ્યા
દેશની રાજધાનીના નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી રેખા ગુપ્તા શપથ લીધા પછી સતત એક્શનમાં જોવા મળી રહ્યા છે. તેમણે કેબિનેટ બેઠક દરમિયાન શપથ લેનારા તમામ 6 કેબિનેટ મંત્રીઓમાં વિભાગોની વહેંચણી કરી.
દિલ્હીમાં ભાજપની સરકાર બની ગઈ છે.અને ગત રોજ નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તા સાથે અન્ય 6 ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા હતા.ત્યારબાદ કેબિનેટ બેઠક પણ મળી હતી.
સાથે સાથે જ દિલ્હીની રેખા ગુપ્તા સરકારમાં શપથ લીધેલા મંત્રીઓને વિભાગો પણ ફાળવી દેવામાં આવ્યા છે.ત્યારે આવો સમજીએ કે કોણ કયો વિભાગ સંભાળશે.તો મુખ્યમંત્રીએ પોતે કયા વિભાગો રાખ્યા છે.
આ સમય દરમિયાન મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ નાણા,મહેસૂલ,મહિલા અને બાળ કલ્યાણ,સામાન્ય વહીવટ, જમીન અને મકાન,પીઆર,તકેદારી જેવા મુખ્ય વિભાગો પોતાની પાસે રાખ્યા છે.
જ્યારે પ્રવેશ સાહિબ સિંહને પીડબ્લ્યુડી,જળ,સિંચાઈ અને પૂર,ગુરુદ્વારા ચૂંટણી જેવા મંત્રાલયો સોંપવામાં આવ્યા છે.
– મુખ્યમંત્રી રેખા ગુપ્તા પાસેના વિભાગો
મુખ્યમંત્રી રેખાએ સેવાઓ,નાણાં, મહેસૂલ, મહિલા અને બાળ વિકાસ, જનસંપર્ક, તકેદારી અને વહીવટી સુધારા જેવા વિભાગો પોતાની પાસે રાખ્યા છે.
– પ્રવેશ સાહિબ સિંહના મંત્રાલય
ચૂંટણી દરમિયાન સક્રિયતાને કારણે ચર્ચામાં રહેલા પ્રવેશ સાહિબ સિંહને પીડબ્લ્યુડી,જળ,સિંચાઈ અને પૂર નિયંત્રણ,ગુરુદ્વારા ચૂંટણી જેવા વિભાગો સોંપવામાં આવ્યા છે.
– આશિષ સૂદના વિભાગ
આશિષ સૂદને ગૃહ,ઉર્જા,શહેરી વિકાસ,શિક્ષણ,ટેકનિકલ શિક્ષણ,તાલીમ જેવા મહત્વપૂર્ણ વિભાગો સોંપવામાં આવ્યા છે.
– મનજિંદર સિંહ સિરસાના વિભાગ
મનજિંદર સિંહ સિરસાને ઉદ્યોગ,ખાદ્ય પુરવઠો,વન અને પર્યાવરણ,આયોજન વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે.
– રવિન્દ્ર સિંહ ઇન્દ્રજના મંત્રાલય
રવિન્દ્ર સિંહ ઇન્દ્રજને સમાજ કલ્યાણ,નિગમ,ચૂંટણી,એસસી-એસટી કલ્યાણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે.
– કપિલ મિશ્રાના વિભાગ
કપિલ મિશ્રાને કાયદો અને ન્યાય,કલા અને સંસ્કૃતિ,ભાષા અને પર્યટન,વિકાસ, શ્રમ અને રોજગાર જેવા વિભાગો સોંપવામાં આવ્યા છે.
– ડૉ. પંકજ કુમાર સિંહના મંત્રાલય
ડૉ.પંકજ કુમાર સિંહને આરોગ્ય,પરિવહન,માહિતી અને ટેકનોલોજી જેવા મોટા મંત્રાલયો મળ્યા છે.