હેડલાઈન :
- ઉત્તર પ્રદેશ પ્રયાગરાજ મહાકુંભ મેળો 2025
- મહાકુંભ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચ્યો
- 26 ફેબ્રુઆરીને મહાશિવરાત્રીએ અંતિમ અમૃત સ્નાન
- મહાકુંભમાં શ્રદ્ધાળુઓનો જોવા મળતો સતત ધસારો
- મહાસંગમમાં હાલ સુધીમાં 58 કરોડ લોકોએ સ્નાન કર્યુ
- મહાકુંભ મેળા વિસ્તાર હર હર ગંગેના નાદથી ગુંજી ઉઠ્યો
ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ ખાતે ચાલતો મહાકુંભ હવે અતિમ ચરણમાં છે.છતા પણ શ્રદ્ધાળુઓનો ઉત્સાહ યથાવત છે.અને સતત ભક્તો પવિત્ર સ્નાન માટે ઉમટી રહ્યા છે.
મહાકુંભ મેળા વિસ્તારમાં ભક્તોની ભારે ભીડ સતત ઉમટી રહી છે.સમગ્ર મેળાનો વિસ્તાર હર હર ગંગેના નાદથી ગુંજી ઉઠ્યો છે.અત્યાર સુધીમાં પ્રયાગરાજમાં પવિત્ર ત્રિવેણી સંગમમાં 58 કરોડથી વધુ ભક્તોએ પવિત્ર સ્નાન કર્યું છે.
પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવવા માટે મહા કુંભ મેળા વિસ્તારમાં ભક્તોની ભારે ભીડ સતત ઉમટી રહી છે.સમગ્ર મેળાનો વિસ્તાર હર હર ગંગેના નાદથી ગુંજી ઉઠ્યો છે. અત્યાર સુધીમાં,પ્રયાગરાજમાં પવિત્ર ત્રિવેણી સંગમમાં 58 કરોડથી ભક્તોએ પવિત્ર સ્નાન કર્યું છે.શુક્રવારે બપોરે 12 વાગ્યા સુધીમાં 68.09 લાખ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું છે.
પ્રયાગરાજ મહાકુંભમાં હવે ફક્ત મહાશિવરાત્રી પર્વનું સ્નાન બાકી છે.અમૃત સ્નાન અને મુખ્ય તહેવાર સ્નાન પછી પણ,ત્રિવેણી કિનારે શ્રદ્ધાનો સમુદ્ર ઉભરાઈ રહ્યો છે.મહાકુંભમાં આવ્યા પછી દરેક ભક્ત દરેક પગલે એક નવી ઉર્જા અને આત્મવિશ્વાસનો અનુભવ કરી રહ્યો છે.મહાકુંભની દિવ્યતા અને ભવ્યતાથી અભિભૂત થઈને યુવાનો સોશિયલ મીડિયા પર પણ પોતાના વિચારો શેર કરી રહ્યા છે.
માઉન્ટ આબુથી મહાકુંભમાં આવેલા શ્રદ્ધાળુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે અહીં સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.
સૌજન્ય : હિન્દુસ્તાન સમાચાર