હેડલાઈન :
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતે મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન કર્યુ
- PM મોદીએ 98મા અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં મરાઠી સાહિત્ય સંમેલનને સંબોધન કર્યુ
- દિલ્હીની ધરતી પર મરાઠી ભાષાનો આ ગૌરવશાળી કાર્યક્રમ : PM મોદી
- મરાઠી સાહિત્ય સંમેલનમાં સ્વતંત્રતા સંગ્રામની સુગંધ છે : PM મોદી
- ગૌરવપૂર્ણ પરંપરાનો ભાગ બનવાની મને તક આપવા બદલ આભાર : PM મોદી
- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે મારા જેવા લોકોને દેશ માટે જીવવા પ્રેરણ આપી : PM મોદી
દિલ્હી ખાતે 21 ફેબ્રુઆરીને શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 98મા અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતુ.98 મા અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું .
#WATCH दिल्ली: 98वें अखिल भारतीय मराठी साहित्य सम्मेलन के दौरान प्रधानमंत्री नरेंद्र मोदी का अभिनंदन किया गया।
(सोर्स-डीडी न्यूज़) pic.twitter.com/HpDk1xZ00O
— ANI_HindiNews (@AHindinews) February 21, 2025
#WATCH प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, " आज दिल्ली की धरती पर मराठी भाषा के इस गौरवशाली कार्यक्रम का आयोजन हो रहा है। अखिल भारतीय मराठी साहित्य सम्मेलन एक भाषा या राज्य तक सीमित आयोजन नहीं है। मराठी साहित्य सम्मेलन में आजादी की लड़ाई की महक है। इसमें महाराष्ट्र और राष्ट्र की… https://t.co/Q0lwLMhYRM pic.twitter.com/7RzaGhjRC6
— ANI_HindiNews (@AHindinews) February 21, 2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું,”આજે દિલ્હીની ધરતી પર મરાઠી ભાષાનો આ ગૌરવશાળી કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલન એ કોઈ એક ભાષા કે રાજ્ય પૂરતો મર્યાદિત કાર્યક્રમ નથી.મરાઠી સાહિત્ય સંમેલનમાં સ્વતંત્રતા સંગ્રામની સુગંધ છે.તેમાં મહારાષ્ટ્ર અને રાષ્ટ્રનો સાંસ્કૃતિક વારસો છે.”
#WATCH प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, "1878 में अपने पहले आयोजन से लेकर अब तक अखिल भारतीय मराठी साहित्य सम्मेलन देश की 147 साल की यात्रा का साक्षी रहा है…आज मुझे इस गौरवपूर्ण परंपरा से जुड़ने का अवसर मिल रहा है। मैं आप सभी को इस आयोजन की बधाई देता हूं। " pic.twitter.com/NLANBORAkt
— ANI_HindiNews (@AHindinews) February 21, 2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “1878 માં તેના પ્રથમ કાર્યક્રમથી અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલન દેશની 147 વર્ષની સફરનું સાક્ષી રહ્યું છે. આજે મને આ ગૌરવપૂર્ણ પરંપરાનો ભાગ બનવાની તક મળી છે.હું આ કાર્યક્રમ માટે આપ સૌને અભિનંદન આપું છું.”
#WATCH प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, "…मराठी भाषा अमृत से भी अधिक मीठी है, इसलिए मराठी भाषा और मराठी संस्कृति के प्रति मेरा जो प्रेम है, उससे आप भली भांति परिचित हैं…ये मराठी सम्मेलन एक समय में हो रहा है जब छत्रपती शिवाजी महाराज के राज्याभिषेक के 350 वर्ष पूरे हुए हैं।" pic.twitter.com/MPxcfUkIyD
— ANI_HindiNews (@AHindinews) February 21, 2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “મરાઠી ભાષા અમૃત કરતાં પણ મીઠી છે,તેથી તમે મરાઠી ભાષા અને મરાઠી સંસ્કૃતિ પ્રત્યેના મારા પ્રેમથી સારી રીતે વાકેફ છો.આ મરાઠી પરિષદ એવા સમયે યોજાઈ રહી છે જ્યારે છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકના 350 વર્ષ પૂર્ણ થયા છે.”જ્યારે અહલ્યાબાઈ હોલકરની જન્મજયંતિનું 300મું વર્ષ છે અને તાજેતરમાં બાબા સાહેબ આંબેડકરના પ્રયાસોથી બનેલા દેશના બંધારણે પણ તેના 75 વર્ષ પૂર્ણ કર્યા છે.
#WATCH प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, "आज हम इस बात पर भी गर्व करेंगे कि महाराष्ट्र की धरती पर मराठी भाषी एक महापुरुष ने 100 वर्ष पहले राष्ट्रीय स्वयं सेवक संघ का बीज बोया था आज ये अपना शताब्दी वर्ष मना रहा है….भारत की महान परंपरा और संस्कृति को नई पीढ़ी तक पहुंचाने का एक… pic.twitter.com/chx3qF7sBS
— ANI_HindiNews (@AHindinews) February 21, 2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તેમના જીવન પર પ્રભાવ અંગે કહ્યું,કે”આજે આપણને એ વાતનો પણ ગર્વ થશે કે 100 વર્ષ પહેલાં એક મહાન મરાઠી ભાષી વ્યક્તિએ મહારાષ્ટ્રની ભૂમિ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બીજ વાવ્યુ હતુ તે આજે એક વટ વૃક્ષ બની વિકસ્યું છે જે ભારતની મહાન સંસ્કૃતિને નવી પેઢી સુધી લઈ જાય છે.આજે તે તેનું શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે.”તેમણે કહ્યું, ”વેદોથી વિવેકાનંદ સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છેલ્લા 100 વર્ષથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભારતની મહાન પરંપરા અને સંસ્કૃતિને નવી પેઢી સુધી પહોંચાડવાનું વિધિ ચલાવી રહ્યું છે.તેમણે જણાવ્યુ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે મારા જેવા લાખો લોકોને દેશ માટે જીવવા માટે પ્રેરણા આપી છે અને સંઘના કારણે જ મને મરાઠી ભાષા અને મરાઠી પરંપરા સાથે જોડાવાનો લહાવો મળ્યો છે.આ સમયગાળામાં મરાઠી ભાષાને એક ઉચ્ચ ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે..”
અત્રે એ જાણવુ જરૂરી છે કે ” ડૉ. કેશવ બલિરામ હેડગેવારે 1925 માં વિજયા દશમીના દિવસે યુવાનોના એક પસંદગીના જૂથ સાથે મળીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી હતી.ડો.હેડગેવારનો જન્મ નાગપુરમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.તેનું મુખ્ય મથક નાગપુરમાં જ છે.સંઘને ભારતીય જનતા પાર્ટીના વૈચારિક માર્ગદર્શક માનવામાં આવે છે. તાજેતરમાં રાજધાનીમાં આવેલા ઝાંડેવાલનમાં જૂના સંઘ કાર્યાલયનું પુનઃનિર્માણ બાદ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. 4 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલા, નવા બનેલા સંકુલમાં ત્રણ 13 માળના ટાવર અને લગભગ 300 રૂમ અને ઓફિસો છે.
પોતાના સંબોધન દરમિયાન,પ્રધાનમંત્રીએ તાજેતરમાં મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે દેશ અને દુનિયાના ૧૨ કરોડ મરાઠી ભાષી લોકો દાયકાઓથી આની રાહ જોઈ રહ્યા હતા. તેમણે કહ્યું, “મને આ કાર્ય પૂર્ણ કરવાની તક મળી. “હું આને મારા જીવનનો એક મોટો લહાવો માનું છું.” પ્રધાનમંત્રીએ કહ્યું કે અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલન કોઈ એક ભાષા કે રાજ્ય પૂરતું મર્યાદિત કાર્યક્રમ નથી, મરાઠી સાહિત્યના આ સંમેલનમાં સ્વતંત્રતા સંગ્રામની સુગંધ છે. તેમણે કહ્યું કે તેમાં મહારાષ્ટ્ર અને રાષ્ટ્રનો સાંસ્કૃતિક વારસો સમાયેલ છે.
#WATCH प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, "… हमारी मुंबई महाराष्ट्र ही नहीं बल्कि पूरे देश की आर्थिक राजधानी बनकर उभरी है… ये महाराष्ट्र और मुंबई ही है जिसने मराठी फिल्मों के साथ-साथ हिंदी सिनेमा को ऊंचाई दी है और इन दिनों तो नई फिल्म छावा की धूम मची हुई है।" pic.twitter.com/kTrzGDRi22
— ANI_HindiNews (@AHindinews) February 21, 2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “આપણું મુંબઈ માત્ર મહારાષ્ટ્ર જ નહીં પરંતુ સમગ્ર દેશની આર્થિક રાજધાની તરીકે ઉભરી આવ્યું છે.મહારાષ્ટ્ર અને મુંબઈએ મરાઠી ફિલ્મો તેમજ હિન્દી સિનેમાને ઊંચાઈ આપી છે અને આ દિવસોમાં નવી ફિલ્મ ‘છાવા’ ધૂમ મચાવી રહી છે.”