હેડલાઈન :
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી માર્ચમાં મોરેશિયસની મુલાકાત લેશે
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચે મોરેશિયસની મુલાકાત લેશે
- PM મોદી સ્વતંત્રતા દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ બનશે
- મોરેશિયસને 12 માર્ચ 1968ના રોજ યુનાઇટેડ કિંગડમથી સ્વતંત્રતા મળી
- મોરેશિયસના વડાપ્રધાન ડૉ.નવીનચંદ્ર રામગુલામે આપી માહિતી
- ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું આમંત્રણ સ્વીકાર્યું
- ગત વર્ષે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બન્યા હતા વિશેષ અતિથિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 12 માર્ચે મોરેશિયસની મુલાકાત લેશે તેઓ મોરેશિયસના 57મા સ્વતંત્રતા દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ બનશે.
મોરેશિયસના વડાપ્રધાન ડૉ.નવીનચંદ્ર રામગુલામે રાષ્ટ્રીય સભામાં જણાવ્યું હતું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું આમંત્રણ સ્વીકાર્યું છે.તેઓ મોરેશિયસના 57મા રાષ્ટ્રીય સ્વતંત્રતા દિવસ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.આ આપણા બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોનો પુરાવો છે.રામગુલામ દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત પર રાષ્ટ્રીય સભાના સભ્યોએ ટેબલ થપથપાવીને ખુશી વ્યક્ત કરી.
રામગુલામે શુક્રવારે કહ્યું, “આવા પ્રતિષ્ઠિત વ્યક્તિત્વનું સ્વાગત કરવું આપણા અને દેશ માટે ખરેખર ગર્વની વાત છે.વડાપ્રધાન મોદીએ તેમના ખૂબ જ વ્યસ્ત સમયપત્રક અને પેરિસ અને યુનાઇટેડ સ્ટેટ્સની તાજેતરની મુલાકાતો છતાં અમને આ સન્માન આપ્યું છે.તેઓ અમારા ખાસ મહેમાન તરીકે મોરેશિયસ આવવા સંમત થયા છે.ઉલ્લેખનીય છે કે મોરેશિયસને 12 માર્ચ,1968 ના રોજ યુનાઇટેડ કિંગડમથી સ્વતંત્રતા મળી હતી.12 માર્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત અંગે મોરેશિયસના વડાપ્રધાન ડૉ.રામગુલામે કહ્યું કે આવા પ્રસંગે પ્રખ્યાત વ્યક્તિત્વનું સ્વાગત કરવું મોરેશિયસ માટે એક સૌભાગ્યની વાત છે.
– ગત વર્ષે રાષ્ટ્રપતિ મુર્મુ ગયા હતા
ગયા વર્ષે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મોરેશિયસના 56મા સ્વતંત્રતા દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી.સર શિવસાગર રામગુલામ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર રાષ્ટ્રપતિ મુર્મુનું તત્કાલીન વડાપ્રધાન પ્રવિંદ કુમાર જગન્નાથ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું..મોરેશિયસમાં રામગુલામના નેતૃત્વ હેઠળના ગઠબંધને 2024ની સામાન્ય ચૂંટણી જીતી.તેમને સત્તામાં પાછા ફરવામાં એક દાયકો લાગ્યો.વડાપ્રધાન મોદીએ પણ તેમની જીત બદલ અભિનંદન પાઠવતા તેમની સાથે વાત કરી હતી.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, “જીત પછી,મેં મારા મિત્ર નવીન રામગુલામ સાથે વાત કરી.મેં તેમને ઐતિહાસિક જીત બદલ અભિનંદન આપ્યા.મેં તેમને ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું.અમે અમારી ખાસ ભાગીદારીને મજબૂત બનાવવા માટે સાથે મળીને કામ કરવા આતુર છીએ.”
– ભારત-મોરેશિયસ સંબંધો
ભારત અને મોરેશિયસ વચ્ચે ઇતિહાસ અને સંસ્કૃતિ પર આધારિત ગાઢ સંબંધ છે.મોરેશિયસમાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે.ભારતીય વિદેશ મંત્રાલયના 2024ના અહેવાલ મુજબ મોરેશિયસમાં 8 લાખ 94 હજાર 848 ભારતીયો અને ભારતીય મૂળના લોકો રહે છે.બંને દેશો વચ્ચે લાંબા સમયથી સાંસ્કૃતિક,આર્થિક અને વ્યૂહાત્મક ભાગીદારી છે.ભારત મોરેશિયસના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે.ભારત અને મોરેશિયસ દરિયાઈ સુરક્ષા,આઈટી, ઉર્જા અને શિક્ષણ જેવા ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સહયોગ કરી રહ્યા છે.તાજેતરના વર્ષોમાં ભારતે મોરેશિયસને ઘણા પ્રોજેક્ટ્સમાં મદદ કરી છે.
સૌજન્ય : હિન્દુસ્તાન સમાચાર