હેડલાઈન :
- ICC ચેમ્પિયન ટ્રોફી 2025 ની સૌથી મહત્વપૂર્ણ મેચ રમાઈ
- દુબઈ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ મહત્વની મેચ
- ભારતે પાકિસ્તાનને 6 વિકેટે પછાડી ભવ્ય જીત મોળવી
- ભારતીય ટીમે અને ખાસ કરી કોહલીએ કર્યુ શાનદાર પ્રદર્શન
- પાકિસ્તાન સામેની જીત સાથે ભારત ગ્રુપ A માં પોઈન્ટમાં ટોચના સ્થાને
- ભારત સામેની હાર બાદ પાકિસ્તાન લગભગ ટૂર્નામેન્ટમાંથા બહાર
- વિરાટ કોહલીના શાનદાર ઈનિંગને લઈ ભારતનો જળહળતો વિજય
- વિરાટ કોહલીએ લાંબ સમય બાદ અણનમ 100 રન ફટકાર્યા
દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી ICC ચેમ્પિયન્સ ટ્રોફીની IND VS PAK મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને પાકિસ્તાન દ્વારા આપવામાં આવેલા 242 રનના લક્ષ્યાંકને 42.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને પ્રાપ્ત કર્યો.આ જીત સાથે ભારત ગ્રુપ A માં પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચી ગયું છે,જ્યારે પાકિસ્તાન ટૂર્નામેન્ટમાંથી લગભગ બહાર થઈ ગયું છે.
– ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ના એક મહત્વપૂર્ણ મુકાબલામાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવીને સેમિફાઇનલ તરફ એક મજબૂત પગલું ભર્યું છે.દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને પાકિસ્તાન દ્વારા આપવામાં આવેલા 242 રનના લક્ષ્યાંકને 42.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને પ્રાપ્ત કર્યો. આ જીત સાથે ભારત ગ્રુપ A માં પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચી ગયું છે જ્યારે પાકિસ્તાન ટૂર્નામેન્ટમાંથી લગભગ બહાર થઈ ગયું છે.
ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી જે મેન ઓફ ધ મેચ રહ્યા હતા તેમણે 111 બોલમાં અણનમ 100 રન બનાવ્યા અને ટીમને શાનદાર વિજય અપાવ્યો.લક્ષ્યનો પીછો કરતી વખતે રોહિત શર્મા 20રલ,શુભમન ગિલ 46 રન અને શ્રેયસ ઐય્યર 56 રનની ઉપયોગી ઇનિંગ્સ રમી.કોહલી અને ઐયર વચ્ચેની 114 રનની ભાગીદારીએ જીતનો પાયો નાખ્યો.
અગાઉ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમને મજબૂત શરૂઆત મળી ન હતી.સઈદ શકીલ 62રન અને મોહમ્મદ રિઝવાન 46 રન સાથે ત્રીજી વિકેટ માટે 104 રન ઉમેર્યા પરંતુ અન્ય બેટ્સમેન ખાસ યોગદાન આપવામાં નિષ્ફળ ગયા.બાબર આઝમ ૨૩ રન,ખુશદિલ શાહ ૩૮ રન અને સલમાન આગા 19 રને એ ઘણી મહેનત કરી પરંતુ ભારતીય બોલરોએ વારંવાર પ્રહારો કરીને પાકિસ્તાનને મોટો સ્કોર બનાવતા અટકાવ્યું.
તે જ સમયે ભારતીય ટીમે બોલિંગમાં પણ પોતાની તાકાત બતાવી.કુલદીપ યાદવે 3 વિકેટ,હાર્દિક પંડ્યાએ 2 વિકેટ, જ્યારે હર્ષિત રાણા અને અક્ષર પટેલે 1-1 વિકેટ લીધી.પોતાની બોલિંગ ઉપરાંત અક્ષરે 2 રન આઉટ પણ કર્યા.
– ભારતે 2017 ફાઈનલનો બદલો લીધો
આ જીત સાથે ભારતે 2017 ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાન સામેની હારનો બદલો લીધો.ઉપરાંત, ટુર્નામેન્ટના ઇતિહાસમાં પાકિસ્તાન સામે ભારતનો આ ત્રીજો વિજય હતો. પાકિસ્તાને પણ અત્યાર સુધીમાં ભારત સામે 3 મેચ જીતી છે.
– કિંગ કોહલીની વિરાટ રમત
વિરાટ કોહલી આ મેચમાં સતત છવાયલા રહ્યા તેમણે પોતાની 287મી ઇનિંગ્સમાં કોહલી સૌથી ઝડપી 14,000 ODI રન પૂરા કરનાર બેટ્સમેન બન્યા.પાકિસ્તાન સામેની મેચ પહેલા તે આ ઐતિહાસિક આંકડાથી માત્ર 15 રન દૂર હતા અને ભારતના 242 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે તેમણે આ સિદ્ધિ મેળવી.કોહલીએ અણનમ સદી સાથે પોતાની ટીમને વિજય તરફ દોરી જે આ ફોર્મેટમાં તેની 51મી સદી હતી.
– વિરાટ કોહલીએ નવો ઈતિહાસ રચ્યો
ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામેની મેચમાં વન-ડે ક્રિકેટમાં નવો ઇતિહાસ રચ્યો.પોતાની 287 મી ઇનિંગમાં કોહલી 14,000 ODI રન પૂરા કરનાર સૌથી ઝડપી બેટ્સમેન બન્યા પાકિસ્તાન સામેની મેચ પહેલા તે આ ઐતિહાસિક આંકડાથી માત્ર 15 રન દૂર હતા અને ભારતના 242 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે તેમણે આ સિદ્ધિ મેળવી.કોહલીએ અણનમ સદી સાથે પોતાની ટીમને વિજય તરફ દોરી જે આ ફોર્મેટમાં તેની 51મી સદી હતી. તેમણે સ્પિનર ખુશદિલ શાહના શાનદાર કવર ડ્રાઇવ ફોર સાથે વિજયી રન બનાવ્યો અને આ રીતે તેમની સદી પૂર્ણ કરી.
– બોલના સંદર્ભમાં સૌથી ઝડપી 14,000 રન
કોહલીએ આ રેકોર્ડ સુધી પહોંચવા માટે ફક્ત 14,984 બોલનો સામનો કર્યો હતો જે સચિન તેંડુલકરના 16,292 અને કુમાર સંગાકારાના 17,789 કરતા ઘણો ઓછો છે.વધુમાં તેમણે14,000 રન પૂરા કર્યા ત્યાં સુધી તેમની સરેરાશ 57 થી વધુ હતી જ્યારે તેંડુલકરની 44.19 અને સંગાકારા 41.73 ની સરેરાશ 40 ના દાયકામાં હતી.
– દર 1000 રનના માઇલસ્ટોન સુધી પહોંચવામાં સૌથી ઝડપી
જૂન 2017 માં 8,000 ODI રન પૂરા કર્યા પછી કોહલીએ દરેક 1,000 રનનો માઇલસ્ટોન સૌથી ઝડપી સમયમાં પૂર્ણ કર્યો છે.હવે તે ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં ત્રીજા સ્થાનથી બીજા સ્થાને પહોંચી ગયા છે.તેમણે સંગાકારા 14,234 રનને પાછળ છોડી દીધો જ્યારે સચિન તેંડુલકર ના 18,446 રન સાથે ટોચ પર છે.
– વનડે માં સૌથી વધુ સદી અને પાકિસ્તાન સામે ઐતિહાસિક સિદ્ધિ
વિરાટ કોહલી હવે વનડે ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન પણ બની ગયા છે.તેમણે 2023ના વર્લ્ડ કપ દરમિયાન સચિન તેંડુલકરનો 49 સદીનો રેકોર્ડ તોડ્યો હતો.આ સાથે તે એશિયા કપ, વનડે વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામે સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયા છે.
ફિલ્ડિંગમાં પણ નવો રેકોર્ડઆ મેચમાં કોહલીએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો.તે ભારત માટે ODI ક્રિકેટમાં સૌથી વધુ 1 58 કેચ લેનાર ફિલ્ડર બન્યા તેમણે ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનને પાછળ છોડી દીધા હતા.
સૌજન્ય : હિન્દુસ્તાન સમાચાર