હેડલાઈન :
- વિદેશમાં રહેતા હોવા છતા ભારતીયો નથી ભલતા ભારતીય સંસ્કૃતિ
- વિદેશમાં વસતા ભારતીયો ભારતીયોએ સંસ્કૃતિ અને પરંપરા જાળવી
- વિદેશમાં રાજકીય ક્ષેત્રે પદાર્પણ કરેલા મૂળ ભારતીયોની સનાતની સંસ્કૃતિ
- મૂળ ભારતીય વિદેશી નેતાઓએ હોદ્દાના શપથ ભગવદ ગીતા સાથે લીધા
- US FBIના ડિરેક્ટર તરીકે કાશ પટેલના ભગવદ ગીતા સાથે શપથ લીધા
- શ્રીમદ્ ભગવદ્ ગીતા સાથે શપથ લીધેલ નેતાઓ અંગે પ્રસ્તુત અહેવાલ
વિદેશમાં રહેતા હોવા છતા પણ પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓ ભૂલતા નથી.ત્યારે આજે એવા વિદેશી રાજકીય નેતાઓની વાત કરવી છે જેમણે હોદ્દાના શપથ શ્રીમદ્ ભગવદ ગીતા સાથે લીધા હતા.પ્રસ્તુત છે વિશેષ અહેવાલ.
એક તરફ ભારતના કેટલાક નેતાઓ છે જેઓ શ્રીમદ્ભગવદ ગીતા પર હાથ મુકી શપથ લેવામાં કે પછી વંદે ભારત બોલવામાં નાનપ અનુભવે છે.ક્યાંક તેમને પોતાની મતબેન્કને નુકસાન થવાની ભીતીમાં તેઓ રાષ્ટ્રભક્તિ વ્યક્ત કરી શકતા નથી.જ્યારે બીજી બીજી તરફ ભારતીય મૂળના એવા ઘણા વિદેશી નેતાઓ છે જેઓ ભગવદ ગીતા પર હાથ મૂકીને ભારતીય સંસ્કૃતિનો આદર અને ઉજળા સંસ્કારો ગર્વભેર વ્યક્ત કરે છે.ભારતમાં ન જન્મ્યા હોય છતા પોતાના વડવાઓના દેશ પ્રત્યે તેમને આટલું માન હોય છે.તો ચાલો એવા કેટલાક ઉદાહરણો જોઇએ જેમણે ભારતનું ગૌરવ વિદેશની ધરતી પર વધાર્યું છે.
– કાશ પટેલના ભગવદ ગીતા સાથે શપથ
1. હાલમાં જ 21 ફેબ્રુઆરી 2025ના રોજ અમેરિકાની વિશ્વ પ્રતિષ્ઠિત એવી FBI સંસ્થાના 9 માં ડિરેક્ટર તરીકે શપથ લેતા સમયે ગુજરાતી મૂળના કાશ પટેલનો એક હાથ ગીતા પર હાથ રાખ્યો હતો જે તેમની અતૂટ શ્રદ્ધા દર્શાવે છે. આ પહેલા પણ કાશ પટેલે અમેરિકાના સામાન્ય ચૂંટણી પરિણામોના વિજયની ઉજવણી દરમીયાન એક કાર્યક્રમમાં જયશ્રી ક્રિષ્ના બોલીને પોતાની વાતની શરૂઆત કરી હતી.
– સુહાસ સુબ્રમણ્યમની ભગવદ ગીતા પર હાથ મૂકી શપથ
2. 10 જાન્યુઆરી 2025ના રોજ ભારતીય-અમેરિકન કોંગ્રેસમેન સુહાસ સુબ્રમણ્યમે પવિત્ર હિન્દુ ગ્રંથ ભગવદ ગીતા પર હાથ મૂકીને શપથ લીધા.વર્જિનિયાના 13મા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા સુબ્રમણ્યમ અહીંથી ચૂંટાયેલા પ્રથમ ભારતીય-અમેરિકન છે.
3. 16 નવેમ્બર 2024ના રોજ યુએસ હાઉસમાં પ્રથમ હિન્દુ અને સમોઅન-અમેરિકન છે,2012 માં અને ફરીથી 2017માં ભગવદ ગીતા સાથે તેમણે શપથ લીધા હતા.ગબાર્ડે 2024માં જણાવ્યું હતું કે,મારા જીવનના ઘણા પડકારો અને સંઘર્ષમાં મૃત્યુ અને અશાંતિ વચ્ચે રહેતા સમયે આંતરિક શાંતિ અને શક્તિનો જબરદસ્ત સ્ત્રોત ભગવદ ગીતા રહી છે.
4. 12 જૂલાઇ 2024ના રોજ ભારતીય મૂળના કનિષ્ક નારાયણ જેઓ પહેલી વાર બ્રિટીશ સંસદના સભ્ય બન્યા.તેમણે શપથ ગ્રહણ કરતી વખતે ગીતા પોતાની સાથે રાખી હતી. તેમણે લેબર પાર્ટીની ટિકિટ પર વેલ ઓફ ગ્લેમોર્ગન બેઠક પરથી ચૂંટણી જીતી હતી.
5. 11 જૂલાઇ 2024ના રોજ બ્રિટનના 68 વર્ષીય કન્ઝર્વેટિવ સાંસદ બોબ બ્લેકમેને કિંગ ચાર્લ્સ પ્રત્યે બાઇબલ અને ભાગવત બંને પર વફાદારી રાખીને પદના શપથ લીધા છે.બ્લેકમેને 2019 માં પણ ગીતા પર શપથ લીધા હતા. બોબ બ્લેકમેને ટ્વીટ કર્યું હતું કે ‘સામાન્ય ચૂંટણી પછી સંસદમાં પાછા ફરતી વખતે કિંગ જેમ્સ બાઇબલ અને ગીતા પર મહામહિમ કિંગ ચાર્લ્સ પ્રત્યે વફાદારીના શપથ લેવાનો મને ગર્વ છે’
6. 10 જૂલાઇ 2024ના રોજ 37 વર્ષ બાદ લેસ્ટરમાં ચૂંટણી જીતનાર પ્રથમ ભારતીય મૂળના રૂઢિચુસ્ત સાંસદ શિવાની રાજાએ ભગવદ ગીતા પર શપથ લીધા હતા.ગુજરાતી ઉદ્યોગપતિએ X પર એક પોસ્ટમાં લખ્યું કે,મને ખરેખર ગર્વ હતો કે ગીતા પર હાથ મુકી મહામહિમ રાજા ચાર્લ્સ પ્રત્યે મારી વફાદારી વ્યક્ત કરવાની તક મળી.
7. 7 ફેબ્રુઆરી 2024ના રોજ ભારતમાં જન્મેલા પર્થના વકીલ વરુણ ઘોષે ઓસ્ટ્રેલિયન સંસદના શપથ લેનારા પ્રથમ સભ્ય બનીને ઇતિહાસ રચ્યો.ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગે ઘોષના સમારોહના મહત્વ પર ભાર મૂકતા કહ્યું, સેનેટર ઘોષ ઉદ્ઘાટનકર્તા છે અને ઓસ્ટ્રેલિયન સેનેટર શપથ લેશે.
8. ડેનિયલ મુખીએ પવિત્ર ભગવદ ગીતા પર વફાદારીના શપથ લીધા ત્યારે કોઈપણ ઓસ્ટ્રેલિયન રાજ્યમાં ખજાનચી બનનારા ભારતીય મૂળના પ્રથમ રાજકારણી બન્યા. ડેનિયલ મુખીએ કહ્યું, મને રાજ્ય કે સંઘીય સ્તરે ભગવદ ગીતા પર વફાદારીના શપથ લેનારા પ્રથમ ઓસ્ટ્રેલિયન મંત્રી બનવાનો ખૂબ જ સન્માન અને નમ્રતા અનુભવાય છે.
9. હૈદરાબાદમાં જન્મેલી અરુણા મિલરે અમેરિકાના મેરીલેન્ડ રાજ્યના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે ચૂંટાયેલા પ્રથમ ભારતીય અમેરિકન રાજકારણી બનીને ઇતિહાસ રચ્યો તેમણે 19 જાન્યુઆરી 2023ના રોજ દસમા લેફ્ટનન્ટ તરીકે શપથ લીધા
10. 24 ઓક્ટોબર 2022ના રોજ જ્યારે ઋષિ સુનકને બ્રિટનના નાણામંત્રી બનાવવામાં આવ્યા ત્યારે – તેમણે ભગવદ ગીતા પર હાથ રાખીને શપથ લીધા અને પોતાના વારસાને સ્વીકારવામાં કોઈ સંકોચ કર્યો નહોતો. સુનકે કહ્યું, ટહું હવે બ્રિટનનો નાગરિક છું. પણ મારો ધર્મ હિન્દુ છે. મારો ધાર્મિક અને સાંસ્કૃતિક વારસો ભારતીય છે.
11. 7 ઓક્ટોબર 2022ના રોજ શેફાલી રાઝદાન દુગ્ગલે નેધરલેન્ડ્સમાં યુએસ એમ્બેસેડર તરીકે શપથ ગ્રહણ કર્યા ત્યારે ભગવદ ગીતાને પોતાની સામે રાખી હતી. શેફાલી રાઝદાન દુગ્ગલનો જન્મ હરિદ્વાર યુપીમાં થયો હતો અને તે બે વર્ષની હતી ત્યારે તેના પરિવાર સાથે પિટ્સબર્ગ પેન્સિલવેનિયામાં રહેવા ગઈ હતી.
12. 2 ઓક્ટોબર 2020ના રોજ ત્રિનિદાદ અને ટોબેગોના પૂર્વ ઓરોપુશેના સંસદ સભ્ય ડો. રૂડાલ સાંસદ મૂનીલાલ સીચરને ગીતા હાથમા રાખીને શપથ લીધા હતા. આ જ સમયમાં કેરોની પૂર્વના સંસદ સભ્ય ડો.રિશાદ સીચરને પણ ગીતા પર હાથ મુકીને શપથ ગ્રહણ કર્યા.
13. 17 ડિસેમ્બર 2019ના રોજ બ્રિટિશ કેબિનેટ મંત્રી આલોક શર્માએ પવિત્ર ભગવદ ગીતા ધારણ કરીને સંસદ સભ્ય તરીકે શપથ લીધા હતા. ગીતા ગ્રંથ હાથ રાખીને શર્માએ શપથના પ્રમાણભૂત શબ્દો કહ્યા, હું આલોક શર્મા સર્વશક્તિમાન ભગવાનના શપથ લઉં છું કે હું વફાદાર રહીશ અને મહારાણી એલિઝાબેથ, તેમના વારસદારો અને અનુગામીઓ પ્રત્યે સાચી વફાદારી રાખીશ.
14. આ સિવાય ઓસ્ટ્રેલિયાના સાંસદ તરીકે દિપક રાજ ગુપ્તા,અમેરિકામાં સીમા વર્મા,વિવેક મૂર્તિ અને ડો.સુધાંશુ પ્રસાદે ભગવદ ગીતાની સાક્ષીએ શપથ ગ્રહણ કર્યા.ત્રિનિદાદ અને ટોબેગોના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે ચૂંટાયેલા કમલા પ્રસાદ બિસ્સેસરએ ગીતાની સાક્ષીએ શપથ લીધા હતા.ત્રિનિદાદ અને ટોબેગોના જ સાન ફર્નાન્ડો સ્થિત એટર્ની આનંદ રામોલ્ગને એટર્ની જનરલના થપથ લેતા સમયે ગીતા પોતાની પાસે રાખી હતી.