હેડલાઈન :
- સેવા,સમર્પણ, નિશ્ચય,સુરક્ષાનો સંગમ એટલે પ્રયાગરાજ મહાકુંભ
- પ્રયાગરાજ ખાતે ચાલતા વિશ્વનો સૌથી મોટા ધાર્મિક મેળાનું સમાપન
- પ્રયાગરાજ મહાકુંભ મેળો મહાશિવરાત્રીના અંતિમ સ્નાન સાથે સંપન્ન
- 45 દિવસના મહાઉત્સવમાં 66.21 કરોડથી વધુ લોકોની પવિત્ર ડૂબકી
- પ્રયાગરાજ મહાકુંભ 2025માં શ્રદ્ધાળુઓના પવિત્ર સ્નાનનો રેકોર્ડ સ્થાપાયો
- ઉદ્યોગપતિઓ,રાજકારણીઓ,બોલીવુડ સેલિબ્રિટીઓએ સંગમમાં ડૂબકી લગાવી
- રાષ્ટ્રપતિ.વડાપ્રધાન સહિતના મહાનુભાવોએ પણ સંગમમાં ડૂબકી લગાવી
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલો મહાકુંભ મેળો મહાશિવરાત્રીના અંતિમ સ્નાન સાથે સંપન્ન થયો.આ 45 દિવસના મહાઉત્સવમાં 66.21કરોડથી વધુ લોકોએ પવિત્ર ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી.જે પોતે જ એક નવો અને ઐતિહાસિક રેકોર્ડ છે.
#WATCH | प्रयागराज, उत्तर प्रदेश: बड़ी संख्या में श्रद्धालु स्नान के लिए त्रिवेणी संगम पहुंच रहे हैं। 45 दिवसीय #MahaKumbh2025 का समापन कल महाशिवरात्रि पर हुआ।
(वीडियो ड्रोन कैमरे द्वारा शूट किया गया है।) pic.twitter.com/zdO0mAg3q4
— ANI_HindiNews (@AHindinews) February 27, 2025
આ મહાકુંભમાં સ્નાન કરવા માટે દેશ અને દુનિયાના ખૂણે ખૂણેથી લોકો આવ્યા હતા.સંગમમાં ડૂબકી લગાવનારા લોકોની આ સંખ્યા વિશ્વના 231 થી વધુ દેશોની વસ્તી કરતા પણ વધુ છે.મહાકુંભમાં આવતા ભક્તોની સંખ્યા કરતાં ફક્ત ભારત અને ચીનની વસ્તી વધુ છે.ઉત્તર પ્રદેશ સરકારે અંદાજ લગાવ્યો હતો કે મહાકુંભમાં 45 કરોડ ભક્તો આવશે પરંતુ લોકોની શ્રદ્ધા એટલી મજબૂત હતી કે આ આંકડો 66 કરોડથી ઉપર પહોંચી ગયો.
#WATCH | प्रयागराज, उत्तर प्रदेश: महाशिवरात्रि के अवसर पर प्रयागराज में संध्या आरती की गई। #Mahashivratri2025 pic.twitter.com/FfUT1yqGbp
— ANI_HindiNews (@AHindinews) February 26, 2025
– વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળાવડો
મહાકુંભમાં ઉત્ત્રર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે વરિષ્ઠ નાગરિકોના સ્વાસ્થ્ય,સન્માન અને સેવા માટે દિવસ-રાત કાર્યરત રહી.દરમિયાન સમાજ કલ્યાણ વિભાગે મહાકુંભમાં વૃદ્ધોની સેવા કરવાની પહેલ કરી છે.આ અંતર્ગત મહાકુંભ વિસ્તારના સેક્ટર 7 માં વરિષ્ઠ નાગરિકો માટે શ્રવણ કુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં તમામ વરિષ્ઠ નાગરિકોને વિવિધ પ્રકારના સાધનો મફતમાં આપવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં, વરિષ્ઠ નાગરિકોને 1847 થી વધુ ઉપકરણો મફતમાં આપવામાં આવ્યા છે.જેમાં વ્હીલચેર,કોલર સર્જિકલ,કમર-ઘૂંટણનો પટ્ટો,શ્રવણ યંત્ર વગેરેનો સમાવેશ થાય છે.ઉપરાંત દેશની મોટી હોસ્પિટલોના નિષ્ણાત ડોકટરો આ શ્રવણ કુંભમાં આવેલા વરિષ્ઠ નાગરિકોને મફત સેવા આપી રહ્યા હતા.આ કાર્યક્રમમાં ઓપીડી સેવાઓ પણ ચલાવવામાં આવી.
#WATCH प्रयागराज: आज #Mahashivratri2025 के शुभ अवसर पर अंतिम स्नान के साथ महाकुंभ का समापन हुआ।#MahaKumbh2025
वीडियो ड्रोन से शूट की गई है। pic.twitter.com/uMXiqBSCpX
— ANI_HindiNews (@AHindinews) February 26, 2025
ઉદ્યોગપતિઓ,રાજકારણીઓથી લઈને બોલીવુડ સેલિબ્રિટીઓ સુધી ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી
આ વખતે યુપી સરકારે પ્રયાગરાજમાં મહાકુંભનું ભવ્ય આયોજન કર્યું જેમાં અનેક મોટી હસ્તીઓના નામ સામેલ છે.કરોડો ભક્તો વચ્ચે આવેલા VVIP મહેમાનોએ પણ આ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી,રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ગૃહમંત્રી અમિત શાહ,ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત ઘણા મોટા નેતાઓએ ભાગ લીધો હતો.આ ઉપરાંત દેશના મોટા ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી,ગૌતમ અદાણી,અનિલ અગ્રવાલ વગેરે પણ મહાકુંભમાં ડૂબકી લગાવવા આવ્યા હતા.
બોલિવૂડની વાત કરીએ તો મહાકુંભની શરૂઆતથી જ અહીં ત્રિવેણી સંગમમાં ઘણી હસ્તીઓએ પવિત્ર સ્નાન કર્યું છે.તાજેતરમાં બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા,ખેલાડી અક્ષય કુમાર,કેટરિના કૈફ અને તેમની સાસુ વીણા કૌશલ મહાકુંભમાં ડૂબકી લગાવવા આવ્યા હતા.આ ઉપરાંત રવિના ટંડન તેની પુત્રી રાશા થડાની સાથે સાંજની આરતી દરમિયાન યોજાયેલા કીર્તનમાં જોવા મળી હતી.તમન્ના ભાટિયા અને ક્રિકેટર ઇશાંત શર્મા સહિત અનેક મોટી હસ્તીઓ પણ ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા માટે મહાકુંભમાં પહોંચી હતી.
#WATCH | #KumbhOfTogetherness | भारतीय वायु सेना ने महाकुंभ 2025 के अंतिम दिन महाकुंभ मेला क्षेत्र में एयर शो का आयोजन किया। pic.twitter.com/eJM4EyOmQL
— ANI_HindiNews (@AHindinews) February 26, 2025
– ભક્તોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ
અત્યાર સુધીમાં 66 કરોડથી વધુ ભક્તોએ મહાકુંભમાં પવિત્ર ડૂબકી લગાવીને એક મહાન રેકોર્ડ બનાવ્યો છે. તાજેતરમાં પશ્ચિમ બંગાળથી 2000 શ્રદ્ધાળુઓ મહાકુંભમાં પહોંચ્યા હતા.બંગાળથી આવેલા આ ભક્તોમાં એક અલગ પ્રકારનો આધ્યાત્મિક ઉત્સાહ જોવા મળ્યો.ભક્તોએ હર-હર ગંગે,બમ-બમ ભોલે અને જય શ્રી રામના નારા લગાવ્યા.આ અદ્ભુત દૃશ્ય મહાકુંભમાં અત્તુ ભક્તિનું પ્રતીક બની ગયું.બીજી તરફ કાશ્મીરી મુસ્લિમો પણ આ પવિત્ર સ્થળ પર સ્નાન કરીને આ મહાકુંભનો ભાગ બન્યા અને કહ્યું કે તે આધ્યાત્મિક એકતા અને ઊર્જાનું પ્રતીક બની ગયું છે.
– વિદેશીઓમાં ભક્તિનો માહોલ
પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભની શરૂઆતથી ફક્ત દેશમાંથી જ નહીં પરંતુ વિદેશથી પણ ભક્તોનો પ્રવાહ ચાલુ રહ્યો.
ઉત્તર પ્રદેશમાં 45 દિવસના મહાકુંભ દરમિયાન ખોટી અને ભ્રામક અફવાઓ ફેલાવનારાઓ સામે યુપી વહીવટીતંત્રે મોટી કાર્યવાહી કરી.હાલમાં મહાકુંભ વિશે ખોટા સમાચાર ફેલાવવા બદલ યુપી પોલીસે લગભગ 140 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સામે 14 એફઆઈઆર દાખલ કરી છે.અત્યારે પણ ઉત્તર પ્રદેશ પોલીસ સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર સતત નજર રાખી રહી છે.2-3 દિવસ પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો હતો.વાયરલ વીડિયોને મહાકુંભ સાથે જોડીને ખોટી અફવાઓ ફેલાવવામાં આવી હતી.
વાયરલ વીડિયો મુજબ મહાકુંભ જઈ રહેલી ટ્રેનમાં આગ લાગી હતી જેમાં 300 લોકોનાં મોત થયા હતા.અને સરકાર આ હકીકત છુપાવી રહી છે.આ સમાચાર વાયરલ થતાં જ યુપી પોલીસ હરકતમાં આવી ગઈ.જ્યારે આ વીડિયો વર્ષ 2022 માં બાંગ્લાદેશ પર્વત એક્સપ્રેસ ટ્રેનમાં લાગેલી આગનો હતો.જેને હવે મહાકુંભ સાથે જોડવામાં આવી રહ્યું હતું. પ્રશાસને પ્રયાગરાજ સંબંધિત અફવાઓ ફેલાવતા 34 સોશિયલ મીડિયા હેન્ડલ સામે કાર્યવાહી કરી, જેમાં આગનો વીડિયો પણ સામેલ છે.
– કંપનીઓએ બ્રાન્ડ પ્રમોશન પર 5 હજાર કરોડ ખર્ચ્યા
મહાકુંભના સંગમ પર આવેલા ભક્તો સુધી તેમની બ્રાન્ડ પહોંચાડવા માટે,કંપનીઓએ પ્રમોશન દરમિયાન પાણીની જેમ પૈસા ખર્ચ્યા છે.એટલું જ નહીં કંપનીના સારા બ્રાન્ડિંગ માટે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફંડમાંથી કરોડો રૂપિયા પણ ખર્ચવામાં આવ્યા છે.મહાકુંભમાં બ્રાન્ડિંગની જવાબદારી સંભાળતા અધિકારીઓનું કહેવું છે કે આ વખતે 45 દિવસના મહાકુંભમાં પ્રમોશન માટે 5 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.મહાકુંભમાં કરોડો લોકોની સામે ઘણી મોટી કંપનીઓ પોતાની બ્રાન્ડનો પ્રચાર કરવા માટે મેદાનમાં આવી હતી.આમાં બિસ્લેરી,ડાબર,પેપ્સીકો,કોકા કોલા,આઇટીસી,રિલાયન્સ કન્ઝ્યુમર્સ પ્રોડક્ટ્સ,હિન્દુસ્તાન યુનિલિવર, ઇમામી સહિત ઘણી કંપનીઓનો સમાવેશ થતો હતો.ગયા કુંભની તુલનામા આ વખતે બ્રાન્ડિંગ પ્રમોશનમાં લગભગ 4 ગણો વધારો થયો છે.ગયા કુંભમાં જે હોર્ડિંગ લગાવવા માટે 40 થી 50 હજાર રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા,આ વખતે હોર્ડિંગ લગાવવા માટે દોઢ થી ત્રણ લાખ રૂપિયા ચૂકવવા પડ્યા.