હેડલાઈન :
પ્રયાગરાજ ખાતે ચાલતા વિશ્વનો સૌથી મોટા ધાર્મિક મેળાનું સમાપન થયુ
45 દિવસના મહાઉત્સવમાં 66.30 કરોડ જેટલા લોકોની પવિત્ર ડૂબકી
પ્રયાગરાજ મહાકુંભ 2025માં શ્રદ્ધાળુઓના પવિત્ર સ્નાનનો રેકોર્ડ સ્થાપાયો
રાષ્ટ્રપતિ,ઉપ રાષ્ટ્રપતિ,વડાપ્રધાન સહિતના મહાનુભાવોએ સંગમમાં ડૂબકી લગાવી
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અરૈલ ઘાટ ખાતે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો
મુખ્યમંત્રીએ પર્યાવરણને સ્વચ્છ રાખવામાં જનભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો
CM યોગીએ લોકોને નદી કિનારા-યાત્રાધામોનું જતન સુનિશ્ચિત કરવા વિનંતી કરી
મહાકુંભ2025માં સૌથી મોટા સંકલિત સ્વચ્છતા અભિયાન માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
ઉત્તર પ્રદેશ સરકારે #મહાકુંભ2025 દરમિયાન સૌથી મોટા સંકલિત સ્વચ્છતા અભિયાન માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ,નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠકે એવોર્ડ સ્વીકાર્યો હતો.
#WATCH प्रयागराज: उत्तर प्रदेश सरकार ने #MahaKumbh2025 के दौरान सबसे बड़े समन्वयित सफाई अभियान का गिनीज़ वर्ल्ड रिकॉर्ड बनाया।
आज उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ, उपमुख्यमंत्री केशव प्रसाद मौर्य और ब्रजेश पाठक ने पुरस्कार प्राप्त किया। pic.twitter.com/hiIHoQ5sEQ
— ANI_HindiNews (@AHindinews) February 27, 2025
પ્રયાગરાજમાં 45 દિવસ સુધી ચાલેલા વિશ્વના સૌથી મોટા ધાર્મિક અને આધ્યાત્મિક મેળાવડા મહાકુંભ 2025નું બુધવારે મહાશિવરાત્રીના અંતિમ સ્નાન સાથે સમાપન થયુ.
#WATCH प्रयागराज: उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ, उपमुख्यमंत्री ब्रजेश पाठक, केपी मौर्य और कैबिनेट के अन्य मंत्री प्रयागराज संगम पर हैं।#MahaKumbh2025 के समापन के बाद आज अरैल घाट पर गंगा पूजा की जाएगी। pic.twitter.com/5re74gMEQu
— ANI_HindiNews (@AHindinews) February 27, 2025
13 જાન્યુઆરીથી શરૂ થયેલા આ મેળામાં ભારત અને વિદેશના 66.30 કરોડ શ્રદ્ધાળુઓએ ગંગા અને સંગમમાં ડૂબકી લગાવી હતી.તો આજે ગુરૂવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત રાજ્યના કેબિનેટ મંત્રીઓએ અરૈલ ઘાટ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યુ હતુ.
#WATCH | उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ, उपमुख्यमंत्री ब्रजेश पाठक, केशव प्रसाद मौर्य और कैबिनेट के अन्य मंत्रियों ने प्रयागराज के अरैल घाट पर स्वच्छता अभियान में भाग लिया। pic.twitter.com/YjeJOzl8ZT
— ANI_HindiNews (@AHindinews) February 27, 2025
#WATCH प्रयागराज: उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ ने प्रयागराज के अरैल घाट पर स्वच्छता अभियान में हिस्सा लिया। pic.twitter.com/EBv7Ajn3oT
— ANI_HindiNews (@AHindinews) February 27, 2025
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજના અરૈલ ઘાટ ખાતે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો.આ પહેલ રાજ્યના સ્વચ્છ ભારત અભિયાનને પ્રોત્સાહન આપવા અને મુખ્ય ધાર્મિક અને જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવાના ચાલુ પ્રયાસોનો એક ભાગ હતી.ઝુંબેશ દરમિયાન મુખ્યમંત્રી યોગીએ અધિકારીઓ અને સ્વયંસેવકો સાથે મળીને ઘાટ વિસ્તારની સફાઈ કરી,પર્યાવરણને સ્વચ્છ રાખવામાં જનભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો.તેમણે નાગરિકોને સ્વચ્છતાને દૈનિક પ્રથા તરીકે અપનાવવા અને નદી કિનારા અને યાત્રાધામોનું જતન સુનિશ્ચિત કરવા વિનંતી પણ કરી.
#WATCH प्रयागराज: उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ, उपमुख्यमंत्री ब्रजेश पाठक, केपी मौर्य और कैबिनेट के अन्य मंत्रियों ने प्रयागराज के अरैल घाट पर पूजा की। pic.twitter.com/SyvcBwbeQi
— ANI_HindiNews (@AHindinews) February 27, 2025
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્વચ્છતા અને પર્યાવરણીય સંરક્ષણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો,ખાસ કરીને પ્રયાગરાજ જેવા આધ્યાત્મિક મહત્વના સ્થળોએ, જ્યાં કુંભ મેળાનું આયોજન થાય છે.સ્વચ્છતા અભિયાનમાં સ્થાનિક અધિકારીઓ, સ્વયંસેવકો અને ભક્તોની ભાગીદારી જોવા મળી,જેનાથી સ્વચ્છ અને સ્વસ્થ ઉત્તર પ્રદેશ માટે સામૂહિક જવાબદારીના સંદેશને મજબૂત બનાવવામાં આવ્યો.આ પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ,નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક, કેપી મૌર્ય અને અન્ય કેબિનેટ મંત્રીઓએ પ્રયાગરાજના અરૈલ ઘાટ-સંગમ ખાતે પૂજા કરી હતી.
મેળા તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ બુધવારે રાત્રે 8 વાગ્યા સુધીમાં,1.53 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ગંગા અને સંગમમાં ડૂબકી લગાવી હતી અને 13 જાન્યુઆરીથી બુધવારે રાત્રે 8 વાગ્યા સુધી ડૂબકી લગાવનારા લોકોની સંખ્યા 66.30 કરોડ સુધી પહોંચી ગઈ છે.
મહાકુંભ તેની સ્વચ્છતા માટે પણ ટ્રેન્ડમાં હતો જેમાં સફાઈ કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.મહાકુંભ મેળામાં સ્વચ્છતા વિભાગના પ્રભારી ડૉ.આનંદ સિંહે જણાવ્યું હતું કે મેળા દરમ્યાન 15,000 સફાઈ કર્મચારીઓ 24 કલાક ફરજ બજાવતા હતા.તેમણે ઘણી શિફ્ટમાં સફાઈની જવાબદારીઓ ખૂબ જ સારી રીતે નિભાવી અને મેળામાં શૌચાલય અને ઘાટ સંપૂર્ણપણે સ્વચ્છ રાખ્યા.