હેડલાઈન :
- મહારાષ્ટ્રના પુણે દુષ્કર્મ કેસનો આરોપી ઝડપાયો
- પુણે પોલીસે 70 કલાકમાં જ આરોપીને દબોચી લીધો
- શિરુરના શેરડીના ખેતરમાંથી આરોપીના ધરપકડ કરી
- સ્ટેન્ડ પર પાર્ક કરેલી મ્યુનિ.બસમાં બન્યો હતો બનાવ
- મોડી રાત્રે બસમાં મહિલા પર દુષ્કર્મ આચરવામાં આવ્યુ
- પોલીસે અરાપીને પકડવા માટે ડ્રોનનો કર્યો હતો ઉપયોગ
મહારાષ્ટ્રમાં પુણેના સ્વારગેટ બસ સ્ટેન્ડમા પાર્ક કરેલ મ્યુનિસિપલ બસમાં મહિલા પર દુષ્કર્મ આચરનાર આરોપીને પોલીસે 70 કલાકમાં જ ઝડપી લીધો હતો.
મહારાષ્ટ્રના પુણેમાં સ્વારગેટ બસ સ્ટેન્ડ પર પાર્ક કરેલી મ્યુનિસિપલ બસમાં 26 વર્ષીય મહિલા પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે.આરોપી દત્તાત્રેય ગાડેને પુણે પોલીસે મોડી રાત્રે લગભગ 1.30 વાગ્યે તેના ગામ શિરુરના શેરડીના ખેતરમાંથી ધરપકડ કરી હતી.પુણે સિટી DCP ક્રાઈમ અનુસાર,આરોપી છેલ્લા બે દિવસથી તેના ગામમાં છુપાયેલો હતો.પોલીસે આ કેસની તપાસ માટે 13 ટીમો બનાવી હતી.આરોપીને શોધવા માટે 1 લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.
– આરોપી ઘટના બાદથી ફરાર હતો
પુણે દુષ્કર્મ કેસના આરોપી દત્તાત્રેય રામદાસ ગાડે મંગળવારની ઘટના બાદથી ફરાર હતો.તેના પર સવારે 5.30 વાગ્યાની આસપાસ સ્વારગેટ બસ સ્ટેન્ડ પર પાર્ક કરેલી રાજ્ય પરિવહન નિગમની બસમાં 26 વર્ષીય મહિલા પર કથિત રીતે દુષ્કર્મ કરવાનો આરોપ છે.અગાઉ દુષ્કર્મના આરોપીએ બસની રાહ જોઈ રહેલી મહિલાને એવું કહીને એક નિર્જન બસમાં બેસાડી દીધી હતી કે તે જે બસની રાહ જોઈ રહી હતી તે બીજે ક્યાંક પાર્ક કરેલી છે.આ પછી તેણે કથિત રીતે બસ સ્ટેન્ડની વચ્ચે પાર્ક કરેલી બસની અંદર દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો.જ્યારે પોલીસ સ્ટેશન ઘટના સ્થળથી લગભગ 100 મીટર દૂર છે.
– પોલીસનું સર્ચ ઓપરેશન
પુણે પોલીસે આરોપીના વતન ગામ ગુણાતમાં શેરડીના ખેતરોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.પોલીસને શંકા હતી કે તે શેરડીના ખેતરમાં છુપાયેલો હશે.ગુરુવારે આ કામગીરી હાથ ધરવા માટે વરિષ્ઠ અધિકારીઓ સહિત 100 થી વધુ પોલીસકર્મીઓ ગુણાત પહોંચ્યા હતા,જેમાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત પોલીસે પુણેના મુખ્ય પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળો તેમજ મહત્વપૂર્ણ બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશનો પર સુરક્ષા વધારી દીધી હતી.આરોપીના ઠેકાણા વિશે માહિતી આપનારને એક લાખ રૂપિયાનું ઇનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.પોલીસના જણાવ્યા અનુસાર,આરોપી વિરુદ્ધ પુણે અને નજીકના અહિલ્યાનગર જિલ્લામાં ચોરી,લૂંટ અને ચેઈન સ્નેચિંગ સહિતના અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે.