હેડલાઈન :
- રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની સુરક્ષા અંગે ઉચ્ચ સ્તરીય બેઠક મળી
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક
- દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા બેઠકમાં હાજર રહ્યા હતા
- દિલ્હી સરકારના વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા
- પોલીસ અને સરકાર વચ્ચે સંકલન કેવી રીતે સુધારવું તે અંગે ચર્ચા
- રાષ્ટ્રીય રાજધાનીમાં કાયદો- વ્યવસ્થાના નવા પડકારો અંગે ચર્ચા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરી.
#WATCH दिल्ली: केंद्रीय गृह मंत्री अमित शाह ने राष्ट्रीय राजधानी में कानून व्यवस्था की समीक्षा के लिए एक महत्वपूर्ण बैठक की अध्यक्षता की। बैठक में दिल्ली की मुख्यमंत्री रेखा गुप्ता, दिल्ली के गृह मंत्री आशीष सूद और दिल्ली सरकार के वरिष्ठ अधिकारी मौजूद हैं।
केंद्रीय गृह सचिव और… pic.twitter.com/CUZBbUZDtI
— ANI_HindiNews (@AHindinews) February 28, 2025
આ બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા,દિલ્હીના ગૃહમંત્રી આશિષ સૂદ અને દિલ્હી સરકારના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન અને IB ના વડા તેમજ ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા.
બેઠકમાં દિલ્હી પોલીસ અને દિલ્હીની નવી સરકાર વચ્ચે સંકલન કેવી રીતે સુધારવું તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.બેઠકમાં રાષ્ટ્રીય રાજધાનીમાં કાયદો અને વ્યવસ્થાના નવા પડકારોનો સામનો કેવી રીતે કરવો તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં દિલ્હી પોલીસ અને દિલ્હીની નવી સરકાર વચ્ચે સંકલન કેવી રીતે સુધારવું તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય રાજધાનીમાં કાયદો અને વ્યવસ્થાના નવા પડકારોનો સામનો કેવી રીતે કરવો તેમજ આ પડકારોનો સામનો કરવા માટે પોલીસના પ્રયાસોને કેવી રીતે મજબૂત બનાવવા તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે આ પહેલા 18 ફેબ્રુઆરીએ અમિત શાહે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા સાથે મુલાકાત કરી હતી. તે બેઠકમાં, તેમણે એપ્રિલ 2025 સુધીમાં જમ્મુ અને કાશ્મીરમાં નવો ફોજદારી કાયદો લાવવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
સૌજન્ય : હિન્દુસ્તાન સમાચાર