હેડલાઈન :
- હરિયાણા કોંગ્રેસ મહિલા નેતા હત્યા કેસનો મામલો
- હરિયાણા કોંગ્રેસ નેતા હિમાની નરવાલ હત્યા કેસ
- પોલીસે હિમાની નરવાલ હત્યા કેસનો આરોપી ઝડપ્યો
- હત્યારા આરોપીની ઓળખ સચિન તરીકે થઈ હતી
- હત્યારાનું રાત્રે નાગલોઈ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ
- રોહતક પોલીસે હત્યારા આરોપીને કસ્ટડીમાં લીધો હતો
હરિયાણા કોંગ્રેસના નેતા હિમાની નરવાલની હત્યાના આરોપીની પોલીસે ધરપકડ કરી છે.આરોપીની ઓળખ સચિન તરીકે થઈ છે.હત્યારાએ મોડી રાત્રે નાગલોઈ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું,ત્યારબાદ રોહતક પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો.
હિમાની નરવાલનો હત્યારો બહાદુરગઢ નજીકના એક ગામનો રહેવાસી છે.હત્યારા પાસેથી હિમાનીનો મોબાઈલ ફોન અને ઘરેણાં પણ મળી આવ્યા છે.પ્રાથમિક પૂછપરછ દરમિયાન હત્યારાએ કબૂલાત કરી છે કે હિમાનીની હત્યા તેના ઘરે કરવામાં આવી હતી.હત્યા પછી તે મૃતદેહને સુટકેસમાં ભરીને લઈ ગયો. આરોપીએ જણાવ્યું કે તે હિમાની સાથે લાંબા સમયથી સંબંધમાં હતો.આરોપીએ પોતાને હિમાનીનો બોયફ્રેન્ડ તરીકે ઓળખાવ્યો.તે દાવો કરે છે કે તેને બ્લેકમેઇલ કરવામાં આવ્યો હતો.આરોપીએ કહ્યું કે તેણે હિમાનીને પહેલાથી જ ઘણા પૈસા આપી દીધા છે અને તે વારંવાર વધુ પૈસાની માંગણી કરી રહી હતી.
અગાઉ, હરિયાણા પોલીસે કોંગ્રેસ કાર્યકર હિમાની નરવાલની હત્યા કેસની તપાસ માટે SIT ની રચના કરી હતી. રવિવારે 2 માર્ચે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ઘટનામાં સંડોવાયેલા ગુનેગારોને શોધવા માટે એક વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવી છે અને રોહતક પોલીસની ચાર ટીમો તૈનાત કરવામાં આવી છે.શનિવારે હરિયાણાના રોહતક જિલ્લાના સાંપલા બસ સ્ટેન્ડ પાસે એક સુટકેસમાંથી હિમાની નરવાલનો મૃતદેહ મળી આવ્યો હતો.22 વર્ષીય હિમાની રોહતકના વિજય નગરની રહેવાસી હતી.