હેડલાઈન :
- યુવાઓને રોજગારી પુરી પાડવા કેન્દ્ર સરકારનો નવતર પ્રયોગ
- યુવાઓને રોજગાર આપવા ફ્યુચર સ્કીલ સેન્ટરર્સ શરૂ કરશે
- દેશ ભરમાં કેન્દ્ર સરકાર 50 કોશલ્ય વિકાસ કેન્દ્ર શરૂ કરશે
- UP ના મેરઠમાં ચૌધરી ચરણ સિંહ યુનિવર્સિટીમાં બનાવાશે
- ઉદ્યોગ અને તેમાં વપરાતી નવી ટેકનોલોજી અનુસાર અપાશે તાલિમ
દેશમાં જ્યારે રોજગાર પર ચર્ચા ચાલી રહી છે,ત્યારે કેન્દ્ર સરકાર કૌશલ્ય વિકાસ પર એક નવો પ્રયોગ શરૂ કરી રહી છે.ઉદ્યોગ અને તેમાં વપરાતી નવી ટેકનોલોજી અનુસાર યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે, દેશભરમાં ફ્યુચર સ્કીલ સેન્ટર્સનું નિર્માણ શરૂ કરવામાં આવી રહ્યું છે.
દેશમાં આ પ્રકારનું પહેલું કેન્દ્ર ઉત્તર પ્રદેશના મેરઠમાં ચૌધરી ચરણ સિંહ યુનિવર્સિટીમાં બનાવવામાં આવશે. નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન મેરઠ સ્થિત ચૌધરી ચરણ સિંહ યુનિવર્સિટીખાતે NSDC એકેડેમી હેઠળ ભવિષ્યના કૌશલ્યો માટે એક અત્યાધુનિક કેન્દ્ર સ્થાપશે.આનાથી યુવાનોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ,ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, હેલ્થકેર/પેરામેડિકલ જેવા નવા ટેકનોલોજી અભ્યાસક્રમોમાં સશક્ત બનાવવામાં આવશે.આ ઉપરાંત,સ્પોર્ટ્સ ફિઝિકલ એજ્યુકેશન ફિટનેસ એન્ડ લેઝર સ્કિલ્સ કાઉન્સિલ CSSU ખાતે મેન્યુફેક્ચરિંગ-કમ-ટ્રેનિંગ સુવિધા પણ સ્થાપી રહી છે, જે CSR પહેલ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે.
કૌશલ્ય વિકાસને મુખ્ય પ્રવાહના શિક્ષણ સાથે સાંકળવાના ઉદ્દેશ્ય સાથે,NSDC ના CEO અને NSDC ઇન્ટરનેશનલના MD વેદમણિ તિવારી અને CCS યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સંગીતા શુક્લા વચ્ચે પ્રથમ MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. SPEFL-SC ના CEO તહસીન ઝાહિદ અને સંગીતા શુક્લા વચ્ચે બીજા MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જેનો હેતુ સ્વ-સહાય જૂથો માંથી 600 મહિલા ઉમેદવારોને બેડમિન્ટન રેકેટ અને શટલકોક મેન્યુફેક્ચરિંગ-કમ-ટ્રેનિંગ સેન્ટરમાં સશક્ત બનાવવાનો હતો.