હેડલાઈન :
- મિલકતો અને જમીન પર દાવો કરતા વક્ફ બોર્ડે હદ વટાવી
- વક્ફ બોર્ડે મધ્યપ્રદેશનું ગામ અને શિવલિંગ પર દાવો કર્યો
- રાયસેન જિલ્લામાં હિન્દુ પ્રભુત્વ ધરાવતા માખની ગામ પર દાવો
- ગામની જમીન ઉપરાંત વક્ફ બોર્ડે શિવલિંગ પર પણ દાવો કર્યો
- વક્ફ બોર્ડે ગ્રામજનોને જમીન ખાલી કરવા માટે નોટિસ જારી કરી
- વક્ફ બોર્ડનો દાવો છે કે હિન્દુ વસ્તી રહે છે તે કબ્રસ્તાન જમીન
- જમીન ખાલી નહીં કરે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે
વક્ફ બોર્ડ સતત સરકારી મિલકતો અને હિન્દુ જમીનો પર પોતાનો દાવો કરી રહ્યું છે.હવે તેણે એક ડગલું આગળ વધીને મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં આવેલા હિન્દુ પ્રભુત્વ ધરાવતા ગામ માખની ગામ પર પોતાનો દાવો કર્યો છે.એટલું જ નહીં, વક્ફ બોર્ડે શિવલિંગ પર પણ દાવો કર્યો છે.આ સાથે વક્ફ બોર્ડ હિન્દુઓના ઘરો,જમીન,પ્લેટફોર્મ અને ખેતરો પર પણ પોતાનો અધિકાર દાવો કરી રહ્યું છે.
– વક્ફ બોર્ડની ગ્રામજનોને નોટિસ
વક્ફ બોર્ડે ગ્રામજનોને જમીન ખાલી કરવા માટે નોટિસ જારી કરી છે.નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જે જમીન પર હિન્દુ વસ્તી રહે છે તે ખરેખર કબ્રસ્તાન જમીન છે.હિન્દુઓને ચેતવણી આપવામાં આવી છે કે જો તેઓ જમીન ખાલી નહીં કરે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.વક્ફ બોર્ડ પાસે એવા કોઈ પુરાવા નથી જે સાબિત કરી શકે કે જમીન તેની છે.
-જમીન પર દાવો કર્યો
વક્ફ બોર્ડે ગામમાં ત્રણ એકર જમીન પર દાવો કર્યો છે.પરંતુ મહેસૂલ વિભાગના રેકોર્ડમાં આ જમીન સરકારી મિલકત તરીકે નોંધાયેલી છે.બોર્ડે દાવો કર્યો છે કે આ ગામ કાદર ખાન નામના વ્યક્તિનું છે અને તેણે વક્ફ બોર્ડનો સખત વિરોધ કર્યો છે.ગામ લોકોનું કહેવું છે કે તેઓ ઘણી પેઢીઓથી આ ગામમાં રહે છે.અને તેઓ કાદર ખાનને ઓળખતા નથી. લોકોએ સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ વક્ફ બોર્ડની મનમાની સામે લડશે.