હેડલાઈન :
- ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પ્રથમ સેમિફાઈનલ દુબાઈમાં રમાઈ
- પ્રથમ સેમિફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવ્યુ
- ઓસ્ટ્રેલિયાને હરાવી ભારતીય ટીમે ફાઈનલમાં પ્રવેશ કર્યો
- જીત માંટે ભારતીય ખેલાડી વિરાટ કોહલીની મહત્વની ઈનિંગ
- મોહમ્મદ સમીએ બોલિંગ કરતા ત્રણ વિકેટો ઝડપી હતી
- ભારતીય ટીમના બેટિંગમાં ત્રણ ભાગીદારી મહત્વની બની રહી
- ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાથી વર્લ્ડકપ ફાઈનલની હારનો બદતો લીધો
ભારતીય ટીમે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પહેલી સેમિફાઇનલ મેચ જીતી લીધી છે.પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયન ટીમે 265 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો.જેને ભારતીય ટીમે 48.1 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને પાર કરી લીધો.ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવ્યું છે.આ જીત સાથે ભારતીય ટીમે ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
– વિરાટ કોહલીની શાનદાર ઇનિંગ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પહેલી સેમિફાઇનલ મેચ તા.4 માર્ચે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી.જેમાં ભારતીય ટીમ જીતના બે સુપરસ્ટાર મોહમ્મદ શમી અને વિરાટ કોહલી હતા, જેમણે પોતાના જોરદાર પ્રદર્શનથી ઓસ્ટ્રેલિયાને હરાવવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી હતી.શમીએ 3 વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાને 264 રન પર રોકી દીધું,જ્યારે કોહલીએ 84 રન બનાવીને શાનદાર ઇનિંગ રમી.બીજી સેમિફાઇનલ 5 માર્ચે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે.ફાઇનલ મેચ 9 માર્ચે દુબઈમાં રમાશે.
– મોહમ્મદ શમીએ 3 વિકેટ લીધી
કાંગારૂ ટીમ માટે કેપ્ટન સ્ટીવ સ્મિથે સૌથી વધુ 73 રનની ઇનિંગ રમી.જ્યારે એલેક્સ કેરીએ 61 રન બનાવ્યા. ટ્રેવિસ હેડે 39 રન અને માર્નસ લાબુશેને 29 રન બનાવ્યા.એક સમયે કાંગારૂ ટીમ મોટા સ્કોર તરફ આગળ વધી રહી હોય તેવું લાગતું હતું પરંતુ ભારતીય બોલરોએ તેમની પર અંકુશ રાખ્યો હતો.ઝડપી બોલર મોહમ્મદ શમીએ 10 ઓવરમાં 48 રન આપીને સૌથી વધુ 3 વિકેટ લીધી.જ્યારે સ્પિનરો વરુણ ચક્રવર્તી અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લીધી હતી.અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યાએ એક-એક વિકેટ લીધી હતી.