હેડલાઈન :
- US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી ભારતને મોટો ઝટકો
- આગામી 2 એપ્રિલથી અમેરિકા ભારત પર ટેરિફ લાદશે
- ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સંબોધનમાં બે વાર ભારતનુંનામ લીધુ
- ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા પર ટેરિફ લાદનારા દેશોની યાદી આપી
- US રાષ્ટ્રપતિએ ટેરિફ વોરની શરૂઆત એમ કહીને કરી હતી
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન સંસદને સંબોધિત કરતી વખતે બે વાર ભારતનું નામ લીધું.તેમણે કહ્યું કે ભારત આપણા પર 100 ટકા ટેરિફ લાદે છે.આ બિલકુલ યોગ્ય નથી.ટ્રમ્પે કહ્યું કે 2 એપ્રિલથી અમે કોઈપણ દેશ પર સમાન ટેરિફ લાદીશું જે અમેરિકન આયાત પર ટેરિફ લાદશે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અન્ય દેશોએ દાયકાઓથી આપણી સામે ટેરિફનો ઉપયોગ કર્યો છે.પરંતુ હવે આપણો વારો છે કે આપણે આ ટેરિફનો ઉપયોગ તે દેશો સામે કરીએ.રાષ્ટ્રપતિએ કહ્યું કે જો તમે ટ્રમ્પ વહીવટ હેઠળ અમેરિકામાં તમારા માલનું ઉત્પાદન નહીં કરો,તો તમારે ટેરિફ ચૂકવવા પડશે અને કેટલાક કિસ્સાઓમાં ભારે ટેરિફ પણ ચૂકવવો પડશે.
પહેલીવાર અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકા પર ટેરિફ લાદનારા દેશોની યાદી આપી અને કહ્યું કે,સરેરાશ, યુરોપિયન યુનિયન,ચીન,બ્રાઝિલ,ભારત,મેક્સિકો અને કેનેડા આપણા પર ટેરિફ લાદે છે.શું તમે આ વિશે સાંભળ્યું છે? અને અસંખ્ય અન્ય દેશો આપણી પાસેથી આપણે વસૂલીએ છીએ તેના કરતાં ઘણા વધારે ટેરિફ વસૂલ કરે છે.તે ખૂબ જ અન્યાયી છે.આ પછી બીજી વખત ભારતનું નામ લેતા ટ્રમ્પે કહ્યું કે ભારત આપણા પર 100 ટકાથી વધુ ઓટો ટેરિફ લાદે છે.રાષ્ટ્રપતિએ ટેરિફ વોરની શરૂઆત એમ કહીને કરી હતી કે તેથી પારસ્પરિક ટેરિફ 2 એપ્રિલથી શરૂ થશે. આનો અર્થ એ થયો કે અમેરિકા અન્ય દેશો પર પણ ટેરિફ લાદવાનું શરૂ કરશે.