હેડલાઈન :
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બજેટ બાદ વેબિનારને વર્ચ્યુઅલી સંબોધન
- PM મોદીએ રોજગાર સર્જન પર બજેટ પછીના વેબિનારને સંબોધન કર્યુ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2025-26 ના બજેટ બાબતે પ્રકાશ પાડ્યો
- વડાપ્રધાન મોદીએ કહ્યં બજેટમાં વિકસિત ભારતનો બ્લુપ્રિન્ટ જાહેર કરાયો
- વડાપ્રધાન મોદીએ કહ્યુ લોકો,અર્થતંત્ર અને નવીનતામાં રોકાણ એ એક થીમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોજગાર સર્જન પર બજેટ પછીના વેબિનારને વર્ચ્યુઅલી સંબોધન કર્યુ હતુ.જેમાં તેમણે વર્ષ 2025 ના બજેટ બાબતે પ્રકાશ પાડ્યો હતો.પીએમ મોદીએ કહ્યું- બજેટમાં વિકસિત ભારતનો બ્લુપ્રિન્ટ જાહેર કરવામાં આવ્યો,તેમણે એમ પણ કહ્યુ કે પ્રવાસન યુવાનો માટે રોજગારીનું સર્જન કરી શકે છે.
રોજગાર સર્જન પર બજેટ પછીના વેબિનારને વર્ચ્યુઅલી સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું,”લોકો,અર્થતંત્ર અને નવીનતામાં રોકાણ એ એક થીમ છે જે વિકસિત ભારત માટે રોડમેપ વ્યાખ્યાયિત કરે છે.આ વર્ષના બજેટમાં, તમે તેની અસર ખૂબ મોટા પાયે જોઈ શકો છો,તેથી આ બજેટ ભારતના ભવિષ્ય માટે બ્લુપ્રિન્ટ તરીકે ઉભરી આવ્યું છે.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત AI સંશોધન માટે રાષ્ટ્રીય લાર્જ લેંગ્વેજ મોડેલ LLM સ્થાપિત કરશે અને આ ક્ષેત્રમાં રોકાણ માટે હાકલ કરી.રોજગાર સર્જનને મહત્વ આપતા સરકારે 2014 થી ત્રણ કરોડ યુવાનોને કૌશલ્ય તાલીમ આપી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું,”અમે રોકાણમાં લોકો,અર્થતંત્ર અને નવીનતાને એટલી જ પ્રાથમિકતા આપી છે જેટલી અમે માળખાગત સુવિધાઓ અને ઉદ્યોગને આપી છે.લોકોમાં રોકાણનું વિઝન ત્રણ સ્તંભો પર ટકેલું છે – શિક્ષણ,કૌશલ્ય અને આરોગ્ય સંભાળ.આજે તમે જોઈ રહ્યા છો કે ભારતની શિક્ષણ પ્રણાલી ઘણા દાયકાઓ પછી કેવી રીતે મોટા પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે લોકો અને નવીનતા આધારિત થીમ્સમાં રોકાણ એ વિકસિત ભારતની બ્લુપ્રિન્ટને પ્રતિબિંબિત કરે છે.તેમણે કહ્યું કે 2025-26ના બજેટમાં વિકસિત ભારતની બ્લુપ્રિન્ટ ઉભરી આવી છે.આમાં,માળખાગત સુવિધાઓ અને કૌશલ્ય વિકાસને સમાન મહત્વ આપવામાં આવ્યું છે.તેમણે કહ્યું કે પ્રવાસન યુવાનો માટે રોજગારીનું સર્જન કરી શકે છે.આ ક્ષેત્રને માળખાગત સુવિધાનો દરજ્જો આપવાથી,GDPમાં તેનો હિસ્સો વધશે.આપણે પ્રતિભા સંવર્ધન,કૌશલ્ય વિકાસ અને નવીનતા જેવા ક્ષેત્રોમાં વધુ રોકાણ કરવાની જરૂર છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત AI સંશોધન માટે રાષ્ટ્રીય લાર્જ લેંગ્વેજ મોડેલ LLM સ્થાપિત કરશે અને આ ક્ષેત્રમાં રોકાણ માટે હાકલ કરી. રોજગાર સર્જનને મહત્વ આપતા, સરકારે 2014 થી ત્રણ કરોડ યુવાનોને કૌશલ્ય તાલીમ આપી છે. તેમણે કહ્યું કે અમે આ બજેટમાં 10 હજાર વધારાની મેડિકલ સીટોની જાહેરાત કરી છે.અમે આગામી 5 વર્ષમાં મેડિકલ લાઇનમાં 75 હજાર બેઠકો ઉમેરવાનું લક્ષ્ય રાખીએ છીએ.તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ટેલી-મેડિસિન સુવિધાનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે.ડે-કેર કેન્સર સેન્ટરો અને ડિજિટલ હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા, અમારું લક્ષ્ય ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળને છેલ્લા માઇલ સુધી લઈ જવાનું છે.
મોદીએ
કહ્યું કે આ બજેટમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે. દેશભરમાં 50 સ્થળોનો વિકાસ પર્યટન પર ધ્યાન કેન્દ્રિત કરીને કરવામાં આવશે.આ સ્થળોએ હોટલોને માળખાગત સુવિધાનો દરજ્જો આપવાથી પ્રવાસન સરળ બનશે અને સ્થાનિક રોજગારમાં પણ વધારો થશે.તેમણે કહ્યું કે જ્ઞાન ભારતમ મિશન દ્વારા ભારતના સમૃદ્ધ હસ્તપ્રત વારસાને જાળવવાની જાહેરાત ખૂબ જ મહત્વપૂર્ણ છે.આ મિશન દ્વારા એક કરોડથી વધુ હસ્તપ્રતોને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવશે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ફેબ્રુઆરીમાં જ IMF દ્વારા ભારતીય અર્થતંત્ર પર કરવામાં આવેલી અદ્ભુત ટિપ્પણીઓ આપણા બધાની સામે છે.આ અહેવાલ મુજબ, 2015 થી 2025 વચ્ચેના 10 વર્ષમાં ભારતીય અર્થતંત્રમાં 66 ટકા નો વિકાસ થયો છે.ભારત હવે 3.8 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બની ગયું છે.આ વૃદ્ધિ ઘણી મોટી અર્થવ્યવસ્થાઓ કરતાં વધુ છે.એ દિવસ દૂર નથી જ્યારે ભારત 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનશે.