હેડલાઈન :
- વિદેશ મંત્રી ડો.જયશંકરે બ્રિટિશ PM કીર સ્ટારમર સાથે કરી મુલાકાત
- બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો- આર્થિક સહયોગ વધારવા ચર્ચા કરી
- ડો.જયશંકરે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વતી શુભેચ્છાઓ પાઠવી
- બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાત 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે થઈ હતી
ભારતીય વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે મંગળવારે મોડી સાંજે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમરને મળ્યા અને તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વતી શુભેચ્છાઓ પાઠવી હતી.બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાત 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે થઈ હતી.વિદેશમંત્રી જયશંકરે તેમના X હેન્ડલ પર આ બેઠકની વિગતો અને કેટલાક ફોટા શેર કર્યા છે.
વિદેશમંત્રી ડોજયશંકરે જણાવ્યું હતું કે બ્રિટિશ વડાપ્રધાન સ્ટાર્મર સાથેની તેમની મુલાકાતમાં દ્વિપક્ષીય સહયોગ ઉપરાંત,રશિયા-યુક્રેન સંઘર્ષ પર બ્રિટનના દૃષ્ટિકોણને લગતા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.ડો.જયશંકરે ટ્વિટર પર બેઠક દરમિયાન થયેલી ચર્ચાઓના સંદર્ભમાં લખ્યું,આપણા દ્વિપક્ષીય આર્થિક સહયોગને આગળ વધારવા અને લોકો વચ્ચેના આદાનપ્રદાનને વધારવા પર ચર્ચા થઈ.વડાપ્રધાન સ્ટાર્મરે યુક્રેન સંઘર્ષ પર બ્રિટનનો દ્રષ્ટિકોણ પણ શેર કર્યો હતો.
વિદેશ મંત્રી ડો.એસ.યશંકર બ્રિટન અને આયર્લેન્ડની છ દિવસની સત્તાવાર મુલાકાતના પહેલા દિવસે લંડનમાં ઘણા મંત્રીઓને પણ મળ્યા હતા.તેમણે યુકેના વેપાર અને વાણિજ્ય પ્રધાન જોનાથન રેનોલ્ડ્સ અને ગૃહપ્રધાન યવેટ કૂપર સાથે પણ વાતચીત કરી.ડો.જયશંકર અને યવેટ કૂપરે બેઠક દરમિયાન ટ્રાફિકિંગ,આતંકવાદ અને અન્ય સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે સહયોગ તેમજ સાંસ્કૃતિક અને શૈક્ષણિક આદાનપ્રદાન અંગે ચર્ચા કરી.આ પછી તેઓ તેમના સમકક્ષ ડેવિડ લેમીને મળ્યા.ચેવેનિંગ હાઉસ ખાતે ઉષ્માભર્યા સ્વાગત બદલ જયશંકરે તેમનો આભાર માન્યો.ડો.જયશંકરે કહ્યું કે લેમી સાથે ભારતના ચેવેનિંગ સ્કોલર્સ સાથે મુલાકાત ખૂબ જ સારી રહી હતી.