હેડલાઈન :
- દિલ્હી ખાતે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી
- PM મોદીની અધ્યક્ષતામાં મળી કેબિનેટ બેઠક
- કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો
- મોદી સરકારે રોપ-વે પ્રોજેક્ટને આપી મંજૂરી
- કેદારનાથ-હેમકુંડ સાહિબ રોપવે પ્રોજેક્ટને મંજૂરી
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કેદારનાથ અને હેમકુંડ સાહિબ રોપવે પ્રોજેક્ટ્સને મંજૂરી આપીછે.કેન્દ્રીય કેબિનેટમાં લેવાયેલા આ નિર્ણય લેવાયો છે.
https://twitter.com/AHindinews/status/1897221924176187772
કેદારનાથ રોપવે પ્રોજેક્ટ વિશે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અશ્વિનિ વૈષ્ણવે જણાવ્યું હતું કે કેબિનેટે રાષ્ટ્રીય રોપવે વિકાસ કાર્યક્રમ-પર્વતમાલા પ્રોજેક્ટ હેઠળ સોનપ્રયાગથી ઉત્તરાખંડના કેદારનાથ સુધીના 12.9 કિમી લાંબા રોપવે પ્રોજેક્ટના વિકાસને મંજૂરી આપી છે.આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ. 4081.28 કરોડ થશે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના કેન્દ્રીય મંત્રીમંડળે કેદારનાથ અને હેમકુંડ સાહિબના બે રોપવે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી હતી.જેનો સંયુક્ત ખર્ચ રૂ.6,800 કરોડથી વધુ છે.મંત્રીમંડળના નિર્ણયો વિશે માહિતી આપતાં,વૈષ્ણવે જણાવ્યું હતું કે 12.9કિમી લાંબા કેદારનાથ રોપવે પ્રોજેક્ટનો ખર્ચ રૂ. 4081.28 કરોડ જેટલો થશે,જ્યારે 12.4 કિમી લાંબા હેમકુંડ સાહિબ રોપવે પ્રોજેક્ટનો ખર્ચ રૂ. 2730 કરોડ થશે.બંને પ્રોજેક્ટ પર્વતમાળા પ્રોજેક્ટનો ભાગ હશે.
કેદારનાથ રોપવે પ્રોજેક્ટ વિશે માહિતી આપતાં વૈષ્ણવે જણાવ્યું હતું કે કેબિનેટે રાષ્ટ્રીય રોપવે વિકાસ કાર્યક્રમ-પર્વતમાલા પ્રોજેક્ટ હેઠળ સોનપ્રયાગથી ઉત્તરાખંડના કેદારનાથ સુધીના 12.9 કિમી લાંબા રોપવે પ્રોજેક્ટના વિકાસને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ. 4081.28કરોડ થશે.આ પ્રોજેક્ટ્સ મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટાડીને 36 મિનિટ કરશે.હાલમાં કેદારનાથ પહોંચવામાં 8 થી 9 કલાક લાગે છે.પ્રોજેક્ટની વિગતો આપતાં, વૈષ્ણવે જણાવ્યું હતું કે દરેક ગોંડોલામાં 36 લોકોની ક્ષમતા હશે.આ પ્રોજેક્ટ ઑસ્ટ્રિયા અને ફ્રાન્સના નિષ્ણાતોની મદદથી પૂર્ણ કરવામાં આવશે.
એ નોંધવું જોઈએ કે 3583મીટરની ઊંચાઈ પર સ્થિત 12 પવિત્ર જ્યોતિર્લિંગોમાંના એક, કેદારનાથ મંદિરની યાત્રા ગૌરીકુંડથી 16 કિલોમીટરનું પડકારજનક ચઢાણ છે અને હાલમાં પગપાળા અથવા ઘોડા,પાલખી અને હેલિકોપ્ટર દ્વારા આ યાત્રા પૂર્ણ થાય છે.પ્રસ્તાવિત રોપવે મંદિરની મુલાકાત લેતા યાત્રાળુઓને સુવિધા પૂરી પાડવા અને સોનપ્રયાગ અને કેદારનાથ વચ્ચે તમામ ઋતુઓમાં કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવ્યો છે.આ મંદિર અક્ષય તૃતીયા એટલે એપ્રિલ-મે થી દિવાળી એટલે કે ઓક્ટોબર-નવેમ્બર સુધી વર્ષના લગભગ 6-7 મહિના યાત્રાળુઓ માટે ખુલ્લું રહે છે,અને આ મોસમ દરમિયાન વાર્ષિક આશરે 20 લાખ યાત્રાળુઓ તેની મુલાકાત લે છે.