હેડલાઈન :
- લંડનમાં વિદેશ મંત્રી ડો.એસ.જયશંકર પર હુમલો કરવાનો પ્રયાસ
- બ્રિટિશ પોલીસની હાજરીમાં હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો
- બ્રિટિશ સરકારના સુરક્ષાના દાવાઓ પર પણ ઘણા પ્રશ્નો ઉભા થયા
- ખાલિસ્તાની ઉગ્રવાદીઓ ભારત વિરુદ્ધ સતત ઘડી રહ્યા છે કાવતરા
- બ્રિટન,અમેરિકા દરેક જગ્યાએ ખાલિસ્તાનીઓના ભારતીયો પર હુમલા
- ભારતીય અધિકારીઓ અને નેતાઓને નિશાન બનાવવાનો થતો પ્રયાસ
ભારતીય વિદેશમંત્રી ડો.એસ.જયશંકર હાલ બ્રિટનના પ્રવાસે છે.જ્યાં લંડનમાં ખાલિસ્તાની આતંકીઓ દ્વારા ડો.જયશંકર પર હિચકારા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.ગંભીર બાબત એ રહી કે બ્રિટિશ પોલીસની હાજરીમાં આ પ્રકારે ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ ડો.એસ.જયશંકર પર હુમલાનો પ્રયાસ કરાયો હોવાનું જાણવા મળ્યુ છે.ત્યારે સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલ ઉભા થયા છે.
ખાલિસ્તાની ઉગ્રવાદીઓ ભારત વિરુદ્ધ સતત કાવતરાં ઘડી રહ્યા છે. કેનેડા હોય, બ્રિટન હોય કે અમેરિકા, દરેક જગ્યાએ ખાલિસ્તાની આતંકવાદીઓ ભારતીય સમુદાયના લોકો,ભારતીય અધિકારીઓ અને નેતાઓને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવી જ એક ઘટના બ્રિટનમાં બની છે, જ્યાં ખાલિસ્તાનીઓએ ભારતના વિદેશ મંત્રી ડૉ.એસ. જયશંકરની લંડન મુલાકાત દરમિયાન તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
– બ્રિટિશ પોલીસની હાજરીમાં હુમલાનો પ્રયાસ
જોકે,આ મામલે ભારત કે બ્રિટન દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી,પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર,વિદેશ મંત્રી આયર્લેન્ડની મુલાકાત લીધા બાદ બ્રિટન પહોંચ્યા હતા. ત્યાં તેમણે લંડનમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી,જ્યાં ખાલિસ્તાની કટ્ટરપંથીઓએ તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.ખાસ વાત એ છે કે આ બધું બ્રિટિશ પોલીસની હાજરીમાં થયું. એક અહેવાલ મુજબ, ગુરુવારે,જ્યારે વિદેશ મંત્રી ડો.એસ. જયશંકર લંડનમાં ચેટમ હાઉસ થિંક ટેન્કમાં એક કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા,ત્યારે કેટલાક ખાલિસ્તાની તત્વો તેમની કારની સામે આવ્યા અને લંડન પોલીસ અધિકારીઓની સામે કાર પરના ભારતીય ત્રિરંગા ધ્વજને નુકસાન પહોંચાડ્યું.આશ્ચર્યજનક વાત એ છે કે આ બધું પોલીસ અધિકારીઓની હાજરીમાં થાય છે અને કંઈ કરવામાં આવતું નથી.
– બ્રિટિશ સરકારના સુરક્ષાના દાવાઓ પર પ્રશ્નો ઉભા થયા
આથી બ્રિટિશ સરકારના સુરક્ષાના દાવાઓ પર પણ ઘણા પ્રશ્નો ઉભા થયા છે.જોકે,તેમની મુલાકાત દરમિયાન, વિદેશ મંત્રી તેમના બ્રિટિશ સમકક્ષ ડેવિડ લેમીને મળ્યા.આ પ્રસંગે બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા થઈ.આ દરમિયાન વૈશ્વિક પરિદૃશ્ય,રશિયા-યુક્રેન યુદ્ધ, મુક્ત વેપાર કરાર વગેરે સહિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.