હેડલાઈન :
- ઉત્તર પ્રદેશમાં વિધર્મિ યુવકોનું કિશોરી સાથે ક્રૂર અધમ કૃત્ય
- મુરાદાબાદમાં દલિત કિશોરી પર સામૂહિક દુષ્કર્મ આચર્યુ
- ચાર વિધર્મિ યુવકોએ 14 વર્ષની કિશોરીનું અપહરણ કર્યુ
- અપહરણ બાદ બે માસ સુધી શારિરિક શોષણ કર્યુ હતુ
- કિશોરીના હાથ પર ચિતરેલ “ॐ” એસિડથી ભૂંસ્યુ
- પોલીસે મુખ્ય આરોપી સલમાનની કરી ધરપકડ
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક દલિત સગીરા પર અત્યાચારનો મામલો સામે આવ્યો છે.અહીં ચાર યુવકોએ 14 વર્ષની કિશોરીનું અપહરણ કર્યું અને બે મહિના સુધી તેની પર દુષ્કર્મ આચર્યુ.હદ તો ત્યારે થઈ કે સગીરાના હાથ પર એસિડ રેડ્યું જેથી તેના પર ઓમનું ચિહ્ન ભૂંસી શકાય.એટલુ જ નહી પણ જ્યારે પણ પીડિતા ખાવા માટે કંઈક માંગતી ત્યારે આરોપીઓ તેને બળજબરીથી ગૌમાંસ ખવડાવતા હતા.
– આરોપીઓએ બે મહિના સુધી દુષ્કર્મ આચર્યુ
પીડિતાની કાકીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેની ભાભીની 14 વર્ષની પુત્રી 2 જાન્યુઆરી, 2025ના રોજ દરજી પાસેથી કપડાં સીવડાવવા બજારમાં જઈ રહી હતી.રસ્તામાં ગામના કેટલાક યુવાનો જેમનું નામ સલમાન, ઝુબૈર,રાશિદ અને આરિફ હતું, તેને બળજબરીથી કારમાં ખેંચી ગયા.આ પછી તેને નશીલા પદાર્થથી બેભાન કરવામાં આવી.જ્યારે કિશોરીને ભાન આવ્યું ત્યારે તે એક રૂમમાં હતી અને તેના શરીર પર કોઈ કપડાં નહોતા. આરોપીઓએ બે મહિના સુધી એક જ રૂમમાં તેની પર દુષ્કર્મ આચર્યુ હતુ.
– પોલીસે મુખ્ય આરોપી સલમાનની ધરપકડ કરી
પોલીસે મુખ્ય આરોપી સલમાનની ધરપકડ કરી લીધી છે જ્યારે અન્યની શોધખોળ ચાલુ છે.ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે પીડિતાના હાથ પર ‘ઓમ’નું ટેટૂ હતું જે આરોપીએ તેના પર એસિડ રેડીને ભૂંસી નાખ્યું હતું.તેણે તેના ચહેરા પર એસિડ ફેંકવાની ધમકી પણ આપી.છેલ્લા બે મહિનાથી પીડિતાને સતત ત્રાસ આપ્યા બાદ, આરોપીઓએ તેને ભોજપુર છોડી દીધી અને ધમકી આપી કે જો તે ઘરે કોઈને કહેશે તો તેઓ તેનું અને તેની કાકીનું અપહરણ કરશે.