હેડલાઈન :
- ભારતના વિદેશ મંત્રી ડો.એસ.જયશંકરે POK નો મુદ્દો ઉઠાવ્યો
- ડો.એસ.જયશંકરે પાકિસ્તાનને કડક શબ્દોમાં સંદેશ આપ્યો
- પાકિસ્તાન POK ભારતને પરત આપે તો સમસ્યાઓનો અંત આવે
- વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે લંડનના ચેથમ હાઉસ ખાતે આપ્યુ નિવેદન
- ડો.જયશંકરે કલમ 370 અંગે પણ વિસ્તૃત વાત કરી ભારતનો પક્ષ રાખ્યો
ભારતીય વિદેશમંત્રી ડો.એસ.જયશંકર હાલ લંડનના પ્રવાસે છે.જ્યાં તેમણે ખાસ કરીને પાકિસ્તાનને કડક ભાષામાં સંદેશ આપ્યો છે,તેમણે કહ્યુ કે પાકિસ્તાન POK ભારતને પરત આપે તો બધી સમસ્યાઓનો અંત આવશે.
વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે લંડનના ચેથમ હાઉસ ખાતે એક ખાસ નિવેદનમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો પાકિસ્તાન POKનો ભાગ ભારતને પાછો આપે છે,તો કાશ્મીર મુદ્દો ઉકેલાઈ જશે.ડો.જયશંકરે લંડનથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો.અને કડક શબ્દોમાં કહ્યુ કે પીઓકે પરત કર્યા વિના કાશ્મીર સમસ્યાનો ઉકેલ નહીં આવે
ભારતીય
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ફરી એકવાર પાકિસ્તાન અંગે ભારતનું વલણ સ્પષ્ટ કર્યું છે.ડૉ.જયશંકરે લંડનના ચેથમ હાઉસ ખાતે એક ખાસ નિવેદનમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો પાકિસ્તાન POKનો ભાગ ભારતને પાછો આપે છે,તો કાશ્મીર મુદ્દો ઉકેલાઈ જશે. તેમણે કાશ્મીર મુદ્દાના ઉકેલ માટે આ એકમાત્ર રસ્તો ગણાવ્યો.
આ દરમિયાન વિદેશ મંત્રીએ કલમ 370 હટાવવા,સરકાર દ્વારા કાશ્મીરના વિકાસ અને શાંતિપૂર્ણ મતદાનનો ઉલ્લેખ કર્યો.ડો.જયશંકરે કહ્યું કે કાશ્મીરમાં જે રીતે વિકાસ થયો,આર્થિક ગતિવિધિઓ શરૂ થઈ.આખી દુનિયાએ તે જોયું છે.હવે જો પાકિસ્તાન દ્વારા ચોરાયેલો ભારતનો ભાગ પાછો આપવામાં આવે તો સમગ્ર કાશ્મીર વિવાદ સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે.