હેડલાઈન :
- લંડનમાં ભારતના વિદેશમંત્રી ડો.એસ.જયશંકરની સુરક્ષામાં ખામી
- બ્રિટિશ સંસદમાં ડો.જયશંકરની સુરક્ષામાં ખામી મામલે પડઘો પડ્યો
- બ્રિટનના વિપક્ષી કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ બોબ બ્લેકમેને આ મુદ્દો ઉઠાવ્યો
- કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ બોબ બ્લેકમેને હાઉસ ઓફ કોમન્સમાં મુદ્દો ઉઠાવ્યો
- હાઉસ ઓફ કોમન્સના નેતા લ્યુસી પોવેલે સરકાર વતી આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી
- બ્રિટિશ સરકારને તેની રાજદ્વારી જવાબદારીઓ પૂર્ણ કરવા અપીલ પણ કરી
લંડનમાં ભારતના વિદેશ મંત્રી ડો.એસ.જયશંકરની સુરક્ષામાં ખામીનો મુદ્દો બ્રિટિશ સંસદમાં પણ પડઘો પડ્યો. બ્રિટનના વિપક્ષી કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ બોબ બ્લેકમેને હાઉસ ઓફ કોમન્સમાં આ મુદ્દો ઉઠાવ્યો અને તેને ‘ખાલિસ્તાની આતંકીઓ’ દ્વારા હુમલો ગણાવ્યો.બ્લેકમેને બ્રિટિશ સંસદમાં આ ઘટનાને “લોકશાહીનું અપમાન” ગણાવી.તેમણે ગૃહપ્રધાન યવેટ કૂપર પાસેથી આ બાબતે નિવેદન લેવાની માંગ કરી.
બ્લેકમેને કહ્યું કે,ગઈકાલે ભારતના વિદેશ મંત્રી ડો.એસ જયશંકર પર હુમલો કરવામાં આવ્યો ત્યારે તેઓ જાહેર સ્થળે ભારતીય લોકોને સંબોધન કરીને જઈ રહ્યા હતા.તેમના પર ખાલિસ્તાની આતંકીઓએ હુમલો કર્યો હતો.આ જીનીવા સંમેલનની વિરુદ્ધ છે.એવું લાગે છે કે પોલીસ અને સુરક્ષા દળો તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ ગયા છે.આપણે ખાતરી કરવી જોઈએ કે આવું ફરી ન બને.
વિપક્ષી સાંસદના જવાબમાં હાઉસ ઓફ કોમન્સના નેતા લ્યુસી પોવેલે સરકાર વતી ચિંતા વ્યક્ત કરી.તેમણે કહ્યું, ‘લંડનમાં ભારતીય સંસદ સભ્ય પર હુમલો થયો તે સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું છે.આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને અમે આપણા દેશમાં આવતા નેતાઓ સાથે આ પ્રકારનો વ્યવહાર ઇચ્છતા નથી.યુકે ફોરેન,કોમનવેલ્થ અને ડેવલપમેન્ટ ઓફિસ FCDO દ્વારા પણ તેની નિંદા કરવામાં આવી હતી,જેમાં કહેવામાં આવ્યું હતું કે “જાહેર કાર્યક્રમોને ડરાવવા,ધમકાવવા અથવા વિક્ષેપિત કરવાનો કોઈપણ પ્રયાસ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.”
ભારતીય વિદેશ મંત્રાલય MEAએ ડો.એસ.જયશંકર સાથે લંડનમાં બનેલી ઘટનાની નિંદા કરી.વિદેશ મંત્રાલયે બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર ક્રિસ્ટીના સ્કોટને બોલાવીને પોતાનો વિરોધ નોંધાવ્યો અને બ્રિટિશ સરકારને તેની રાજદ્વારી જવાબદારીઓ પૂર્ણ કરવા અપીલ પણ કરી.