હેડલાઈન :
- અમિરેકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ભારતને લઈ નિવેદન
- US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ ભારત ટેરિફ ઘટાડવા સંમત
- ભારત અમારી પાસેથી ખૂબ ઊંચો ટેરિફ વસૂલ કરે છે : ટ્રમ્પ
- ભારત હવે તેના ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો કરવા માંગે છે: ટ્રમ્પ
- 5 માર્ચે ડોનાલ્ડ ટ્રમ્પે સંસદના સંયુક્ત સત્રમાં કરી હતી જાહેરાત
- ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 100 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી
ભારત અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એક મોટું નિવેદન સામે આવ્યું છે.રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે ભારત ટેરિફ ઘટાડવા માટે સંમત થયું છે.અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત અમારી પાસેથી ખૂબ ઊંચો ટેરિફ વસૂલ કરે છે,અમે ભારતમાં કંઈપણ વેચી શકતા નથી.જોકે,ભારત હવે તેના ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો કરવા માંગે છે કારણ કે કોઈ (અમેરિકા) તેના કાર્યોનો પર્દાફાશ કરી રહ્યું છે.5 માર્ચે ટ્રમ્પે સંસદના સંયુક્ત સત્રમાં ભારત પર 100 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું,ભારત અમારી પાસેથી ખૂબ ઊંચા ટેરિફ વસૂલ કરે છે.અમે ભારતમાં કંઈપણ વેચી શકતા નથી. સારું, છે તેઓ સંમત થયા છે.તેઓ હવે ટેરિફ ઘટાડવા માંગે છે કારણ કે હવે કોઈ આવી ગયું છે જે તેમને ખુલ્લા પાડી રહ્યું છે.અગાઉ ઘણા અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે ભારત સરકાર યુએસથી આયાત થતી મુખ્ય ચીજવસ્તુઓ પર ટેરિફ ઘટાડવાનું વિચારી રહી છે,જ્યારે ઘણા ક્ષેત્રોની કંપનીઓ યુએસ ભાગીદારો સાથે વ્યવસાય ચાલુ રાખવા માટે વાટાઘાટો કરી રહી છે.
એક અહેવાલ મુજબ ઓટો પાર્ટ્સ,કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ,જ્વેલરી અને વસ્ત્રોનો વેપાર કરતી ઘણી ભારતીય કંપનીઓ પણ જોખમ ઘટાડવાના માર્ગો પર વ્યૂહરચના બનાવી રહી છે.આ ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે ટ્રમ્પે યુએસ સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરતી વખતે ભારતીય આયાત પર પારસ્પરિક ટેરિફની માંગનો પુનરોચ્ચાર કર્યો હતો.